ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) ‘સાયબર ફ્રોડ’ (Cyber Fraud) સાથે જોડાયેલો એક નવો મામલો સામે આવ્યો છે, જેને ‘સીમ જેહાદ’ (Sim Jihad) કહેવામાં આવી રહ્યો છે. આમાં મુસ્લિમ સમાજના ગુનેગારો હિંદુઓના નામે બેંક ખાતા ખોલાવી સીમકાર્ડ એક્ટિવેટ કરી રહ્યા છે અને પછી નૂંહ અને મેવાતના સાયબર ઠગોને વેચી રહ્યા છે. આ સીમનો ઉપયોગ સાયબર ગુનાઓ માટે કરવામાં આવી રહ્યો છે, જેના કારણે છેતરપિંડીના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ ‘સીમ જેહાદ’નો ખુલાસો શાહરુખ નામના એક ગુનેગારની ધરપકડ બાદ થયો હતો, જેમાં તેની પાસેથી હિંદુ આઈડીનો ઉપયોગ કરીને લેવામાં આવેલા સિમ, બેંક ખાતાની વિગતો અને એટીએમ કાર્ડ મળી આવ્યા હતા.
મીડિયા રિપોર્ટ અનુસાર, યુપી એસટીએફ (સ્પેશિયલ ટાસ્ક ફોર્સ)એ આ નેટવર્કનો પર્દાફાશ કરતા શાહરૂખ ખાન નામના આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતીના આધારે, યુપી એસટીએફના આગ્રા યુનિટે બુધવારે (16 ઓક્ટોબર 2024) રાત્રે ખંડારી વિસ્તારના સેન્ટ્રલ હિન્દી ઇન્સ્ટિટ્યૂટ રોડથી એક કારને અટકાવી હતી, જેમાં બે લોકો સવાર હતા. એક વ્યક્તિ નાસી છૂટ્યો હતો, જ્યારે બીજાની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલી વ્યક્તિની ઓળખ શાહરૂખ ખાન તરીકે થઈ હતી, જે અચનેરાનો રહેવાસી છે. પોલીસે તેની પાસેથી 10 એક્ટિવ સીમકાર્ડ અને 14 બેંક ખાતાઓના એટીએમ કાર્ડ મળી આવ્યા હતા.
શાહરૂખ ભંગારનું કામ કરે છે, પરંતુ સાયબર ક્રિમિનલ ગેંગના સંપર્કમાં આવ્યા બાદ તેણે બનાવટી સીમ અને બેંક એકાઉન્ટ આપવાનું કામ શરૂ કર્યું હતું. દિલ્હીમાં રહેતા તેના ભાઈ એમકે અને હરિયાણાના મેવાતમાં સંબંધીઓના કારણે તે આ ગેંગ સાથેના ગુનાઓમાં સામેલ થવા લાગ્યો હતો. શાહરૂખ પોતાના સહયોગી મથુરા નિવાસી તેજવીર સાથે મળીને આગ્રા અને મથુરાના ગ્રામીણ વિસ્તારના શ્રમજીવીઓને પૈસાની લાલચ આપીને સીમ અને બેંક ખાતા ખોલાવતો હતો. આ બેંક ખાતાઓ અને સીમનો ઉપયોગ સાયબર ગુનેગારો મારફતે યુપીઆઈ આઈડી અને વોટ્સએપ કોલ્સ દ્વારા લોકોને છેતરવા માટે કરવામાં આવ્યો હતો.
શાહરૂખ અને તેના સાથીઓ ગ્રામીણ વિસ્તારના ઓછા ભણેલા અને મજૂર વર્ગના લોકોને લાલચ આપીને તેમના નામે સીમ અને બેંક ખાતા ખોલાવતા હતા. આ લોકો 2 થી 5 હજાર રૂપિયાની મામૂલી રકમ લેતા હતા અને પોતાના આઈડી પર સીમ અને એકાઉન્ટ ખોલવા માટે તૈયાર થઈ જતા હતા. શાહરૂખ અને તેના સાથીઓ આ ખાતાઓ અને સીમ સાયબર ઠગ્સને 50 હજાર રૂપિયામાં વેચતા હતા. આ સિમનો ઉપયોગ સાયબર ગુનેગારો દ્વારા છેતરપિંડી માટે કરવામાં આવતો હતો. ખાસ કરીને આ સીમકાર્ડનો ઉપયોગ યુપીઆઈ પેમેન્ટ ફ્રોડ અને નકલી વોટ્સએપ કોલ માટે કરવામાં આવતો હતો. સાયબર ગુનેગારો આ ખાતાઓમાં છેતરપિંડીની રકમ ટ્રાન્સફર કરતા હતા, જે પાછળથી એટીએમ અથવા ઓનલાઇન બેંકિંગ દ્વારા પાછા ખેંચી લેવામાં આવતા હતા.
આ મામલે જ્યારે એસટીએફે વોટ્સએપ ચેટની તપાસ કરી, ત્યારે વધુ એક ચોંકાવનારી વાત સામે આવી હતી. સાયબર ગુનેગારો એક ધર્મ (હિંદુઓ)ના લોકોના આઈડી પર જ સિમ અને એકાઉન્ટ ખરીદી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. તેમનો ઉદ્દેશ એ હતો કે જો પોલીસ તપાસ કરે તો તેમના ધર્મના લોકો સામે કોઈ કાર્યવાહી ન થાય અને તમામ મુશ્કેલીઓ અન્ય ધર્મના લોકો (હિંદુઓ) પર આવે. શાહરૂખના મોબાઇલ ફોનથી મળેલા મેસેજથી જાણવા મળ્યું છે કે, સાયબર ગુનેગારોએ ખાસ કરીને અન્ય ધર્મના લોકોના નામે સીમ અને એકાઉન્ટ માંગ્યા હતા, જેથી તેઓ પોતાને પોલીસથી બચાવી શકે.
એસટીએફ આગ્રા એકમના ઇન્સ્પેક્ટર યતેન્દ્ર શર્માએ આ મામલે જણાવ્યું હતું કે દિલ્હી અને મેવાતમાં સક્રિય સાયબર ગુનેગારોને આગ્રાથી સીમકાર્ડ પૂરા પાડવામાં આવી રહ્યા છે. પોલીસને માહિતી મળી હતી કે નકલી આઈડી પર સીમકાર્ડ ખરીદવામાં આવી રહ્યા છે અને છેતરપિંડી માટે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શાહરૂખ ખાન અને તેનો સાથી તેજવીર આ ષડયંત્રમાં સામેલ હતા અને તેમણે ઓછા ભણેલા લોકોને તેમના નામે સીમકાર્ડ અને બેંક ખાતા ખોલાવવાની લાલચ આપી હતી, એમ તેમણે જણાવ્યું હતું.
આ નેટવર્કના કારણે આગ્રામાં ઘણા લોકો સાઇબર ફ્રોડનો શિકાર બન્યા છે. સાયબર ઠગોએ ધમકી આપતાં એક શિક્ષકનું મોત થયું હતું, જ્યારે અન્ય એક શિક્ષક સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. આ કેસ સાયબર ગુનાઓની ગંભીરતા દર્શાવે છે, જેમાં નિર્દોષ લોકોને ફસાવવામાં આવી રહ્યા છે. પોલીસ હવે શાહરૂખના ફરાર સાથી તેજવીરની શોધમાં છે, જે આ ગુનામાં સામેલ હતો અને સીમ સપ્લાય કરતો હતો. મથુરામાં પોલીસે તેજવીરના ઠેકાણાઓ પર પણ દરોડા પાડ્યા હતા, પરંતુ તે હજુ ફરાર છે.
ભૂતકાળમાં આગ્રા અને તેની આસપાસના વિસ્તારોમાં સાયબરના અનેક ગુનાઓ નોંધાયા છે. દિલ્હીના જગદીશપુરા વિસ્તારમાંથી અગાઉ ત્રણ યુવકો સાયબર ક્રાઇમમાં ઝડપાયા હતા, જેઓ વિદેશમાં સીમ સપ્લાય કરતી ગેંગ સાથે સંકળાયેલા હતા. અચનેરા વિસ્તારમાં સાયબર ફ્રોડના ગુનામાં પણ ઘણા ગુનેગારો પકડાયા છે, જેમાંથી ઘણાના રાજસ્થાનના ભરતપુર અને અલવર જિલ્લામાં સંબંધીઓ છે. આ વિસ્તારોમાં ઘણી સાયબર ક્રાઇમ ગેંગ સક્રિય છે, જે યુવાનોને તેમની સાથે જોડે છે.