Sunday, November 10, 2024
More
    હોમપેજદેશસામસામી દલીલો બાદ મુસ્લિમ બાળકે હિંદુ બાળકની ચેટ કરી વાયરલ, 'નબીની શાનમાં...

    સામસામી દલીલો બાદ મુસ્લિમ બાળકે હિંદુ બાળકની ચેટ કરી વાયરલ, ‘નબીની શાનમાં ગુસ્તાખી’ના નામે હજારો મુસ્લિમોએ તેનું ઘર ઘેર્યું: ઉત્તર પ્રદેશના બહરાઈચમાં સ્થિતિ ભરેલા અગ્નિ જેવી

    એક જ શાળામાં ભણતા એક હિંદુ અને એક મુસ્લિમ બાળક સોશિયલ મીડિયા પર વાત કરી રહ્યા હતા. આ દરમિયાન બન્ને વચ્ચે ચડસા-ચડસી થઈ ગઈ. તેવામાં મુસ્લિમ બલકે હિંદુ દેવી-દેવતાઓ વિશે કશું કહ્યું, તો તેના જવાબમાં હિંદુ બાળકે પણ ઇસ્લામ વિશે સંભળાવ્યું.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બહરાઈચમાં અત્યારે ભરેલા અગ્નિ જેવી સ્થિતિ છે. કારણ છે, બે સગીર બાળકો વચ્ચે થયેલી સોશિયલ મીડિયા પરની ચેટ. બંને પૈકી હિંદુ બાળક પર ઇસ્લામનું અપમાન કરવાના આરોપ લગાવીને મુસ્લિમ બાળકે તેની ચેટના સ્ક્રિનશોટ વાયરલ કરી દીધા હતા. બાદમાં કટ્ટરપંથી ટોળાએ તેના ઘરનો ઘેરો ઘાલ્યો હતો. પરિસ્થિતિ એવી નિર્માણ પામી કે પોલીસને આખો વિસ્તાર છાવણીમાં ફેરવી દેવો પડ્યો હતો.

    પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના બહરાઈચમાં (Bahraich) એક જ શાળામાં ભણતા એક હિંદુ અને એક મુસ્લિમ બાળક સોશિયલ મીડિયા પર વાત કરી રહ્યા હતા. આ દરમિયાન બન્ને વચ્ચે ચડસા-ચડસી થઈ ગઈ. તેવામાં મુસ્લિમ બલકે હિંદુ દેવી-દેવતાઓ વિશે કશું કહ્યું, તો તેના જવાબમાં હિંદુ બાળકે પણ ઇસ્લામ વિશે સંભળાવ્યું. તેવામાં મુસ્લિમ બાળકે હિંદુ બાળકે કરેલી ટિપ્પણીના સ્ક્રિનશોટ વાયરલ (Viral on Social Medai) કરી નાંખ્યા અને શરૂ થયો હોબાળો.

    હજારો મુસ્લિમોએ હિંદુ બાળકનું ઘર ઘેર્યું

    જોત-જોતામાં આ સ્ક્રિનશોટ નજીકના મુસ્લિમ લોકોના ફોનમાં ફરી વળ્યો. થોડી જ વારમાં કટ્ટરપંથીઓના ટોળા ભેગા થવા લાગ્યા અને હિંદુ બાળકના ઘરને ઘેરી લીધું. પરિવાર હજુ કશું સમજે તે પહેલા તો હજારોની સંખ્યામાં મુસ્લિમ સમુદાયના ટોળા એકઠા થઇ ગયા અને ઘરની બહાર હોબાળો કરવા લાગ્યા. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન વિવિધ મઝહબી નારેબાજી પણ કરવામાં આવી. ગંભીર સ્થતિ નિર્માણ પામી અને હિંદુ બાળકનું પરિવાર ઘરમાં ફફડી રહ્યું હતું. તેવામાં જ પોલીસને આ ઘટનાની જાણ થઈ.

    - Advertisement -

    જેવી પોલીસે ઘટનાની જાણ થઈ કે તાત્કાલિક ભારે સંખ્યામાં પોલીસ કાફલો હિંદુ બાળકના ઘરની બહાર ખડકી દેવામાં આવ્યો. ટોળાએ બાળકના ઘર ઉપરાંત રસ્તા પર પણ હોબાળો કરવાનું શરૂ કરી દીધું હતું. વાતાવરણ તંગ જોઇને બઝારમાં દુકાનોના શટરો પણ ટપો-ટપ બંધ થવા લાગ્યા. થોડી જ વારમાં હજારો મુસ્લિમોના ટોળાએ હિંદુ બાળકના ઘરની આસપાસના આખા વિસ્તારને બાનમાં લઇ લીધો. પોલીસે શરૂઆતમાં મામલો થાળે પાડવા ટોળાને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ઉન્માદી ટોળાએ પોલીસની એક ન સાંભળી અને બાળક વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી.

    બાળક વિરુદ્ધ ફરિયાદ દાખલ

    પોલીસે કાર્યવાહીનું આશ્વાસન આપ્યું પણ તે છતાં ટોળાએ હોબાળો ચાલુ રાખતા અંતે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો. ઉત્તર પ્રદેશ પોલીસે લાલ આંખ કરીને ટોળાને વિખેરી નાખ્યું. જોકે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે આખો વિસ્તાર કોર્ડન કરી દીધો અને ભારે સંખ્યામાં સુરક્ષા જવાનો ઉતારી દેવામાં આવ્યા. બીજી તરફ કેટલાક મુસ્લિમ લોકોએ બાળક વિરુદ્ધ ‘નબીની શાનમાં ગુસ્તાખી’ના આરોપસર હિંદુ બાળક વિરુદ્ધ FIR નોંધાવી દીધી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, નબીની શાનમાં ગુસ્તાખી કરનારને આકરામાં આકરી સજા આપવામાં આવે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં