ઉત્તર પ્રદેશના બદાયુંમાં બે હિંદુ બાળકોની હત્યા બાદ સમાજવાદી પાર્ટી રાજકારણ રમવામાં પડી છે. બુધવારે (20 માર્ચ) હત્યાના કલાકો બાદ સમાજવાદી પાર્ટીના મીડિયા સેલના X અકાઉન્ટ પરથી એક પોસ્ટ કરીને ભાજપ પર આરોપ લગાવવામાં આવ્યા અને 2 બાળકોની હત્યા પર બોલવાના સ્થાને આક્રોશિત લોકોએ મુસ્લિમ આરોપીઓની દુકાન સળગાવી તેની ઉપર ચિંતા વ્યક્ત કરી.
સપાના મીડિયા સેલે લખ્યું કે, ‘ભાજપ યુપીમાં રમખાણો કરાવીને સાંપ્રદાયિક તણાવ સર્જીને ચૂંટણી જીતવા માંગે છે અને આ જ કારણે આવી ઘટનાઓને અંજામ આપે છે. જિલ્લામાં સાંપ્રદાયિક તણાવ સર્જવામાં આવે છે, જેનું પરિણામ બદાયુંની ઘટના છે.’ આગળ લખ્યું કે, ભાજપ હવે જનતાના ખરા મુદ્દાઓથી હારી ચૂકી છે તો ધાર્મિક વિવાદ, ધર્મિક લડાઈ જ તેમનાં હથિયાર બચ્યાં છે. પાર્ટીએ એમ પણ કહ્યું કે, ભાજપના જ ઈશારે અમુક ગુંડા બદમાશ ખુલ્લા ફરે રહ્યા છે અને તેમના જ ઇશારે આવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે, જેથી સમાજમાં લડાઇ-ઝઘડા વધી રહ્યા છે.
भाजपा यूपी में दंगा फसाद सांप्रदायिक तनाव खड़ा करके चुनाव जीतना चाहती है और इसी कारण से ऐसी घटनाओं को खुद अंजाम दिलवा रही और जिलों में सांप्रदायिक तनाव पैदा करवा रही जिसका परिणाम बदायूं की आज की घटना है
— SamajwadiPartyMediaCell (@MediaCellSP) March 19, 2024
भाजपा जब जनता के असल मुद्दों से हार चुकी है तो धार्मिक विवाद ,धार्मिक लड़ाई… pic.twitter.com/7XWbylpRQ3
આ પોસ્ટ સાથે એક વિડીયો પણ જોડવામાં આવ્યો છે, જેમાં ટોળું એકઠું થયેલું જોવા મળે છે. આ આક્રોશિત લોકો જાવેદ-સાજિદ દ્વારા 2 નિર્દોષ હિંદુ બાળકોની હત્યા બાદ ન્યાય માંગવા માટે એકઠા થયા હતા અને ગુસ્સામાં આરોપીઓની દુકાન ફૂંકી મારી હતી. પરંતુ સમાજવાદી પાર્ટીને આ દુકાન સળગવાની ચિંતા વધુ છે.
પાર્ટીના સાંસદ રામગોપાલ યાદવે પણ અસંવેદનશીલતા દાખવીને આ હત્યા મામલે ટિપ્પણી કરી અને ભાજપ પર જ આરોપ લગાવ્યા. વર્માને જ્યારે બદાયું કાંડ વિશે પૂછવામાં આવ્યું તો કહ્યું કે, “ભાજપવાળા હંમેશા ચૂંટણી સમયે હિંસા કરાવે છે.”
#WATCH | On Budaun (Uttar Pradesh) Double Murder Case, Samajwadi Party MP Ram Gopal Yadav says, "BJP always makes violence happen at the time of elections." pic.twitter.com/qg76MuuVSQ
— ANI (@ANI) March 20, 2024
બંનેમાંથી કોઈએ પણ સાજિદ અને જાવેદનાં નામ લઈને તેમણે જે ઘૃણાસ્પદ ઘટનાને અંજામ આપ્યો તેના વિશે એક શબ્દ કહ્યો ન હતો, પરંતુ અહીં પણ રાજકારણ શોધી કાઢીને ભાજપ પર જ ઠીકરું ફોડવાના પ્રયાસ કર્યા હતા.
આ ઘટના મંગળવારે (19 માર્ચ) બની હતી, જ્યારે ઉત્તર પ્રદેશના બદાયુંમાં 2 નિર્દોષ હિંદુ બાળકોની હત્યા કરી નાખવામાં આવી. આ મામલે આરોપીઓની ઓળખ સાજિદ અને જાવેદ તરીકે થઈ. તેઓ ઘરમાં ઘૂસ્યા અને બાળકોને અગાસી પર લઇ જઈને ગળાં કાપી નાખ્યાં હતાં. ત્રીજા બાળકને પણ મારવાના પ્રયાસ કર્યા, પરંતુ તે બચીને ભાગી છૂટ્યો હતો.
ઘટના બાદ આરોપીઓ ભાગી છૂટ્યા હતા પરંતુ લોકોએ તેઓ જે સલૂન ચલાવતા હતા તે સળગાવી દીધું હતું. જોકે, પછીથી કલાકોમાં જ એક આરોપી સાજિદ પકડાઈ ગયો હતો, પરંતુ પોલીસ મથક લઇ જતી વખતે તેણે પોલીસ પર હુમલો કરીને ભગવાના પ્રયાસ કર્યા. જેથી પોલીસે ગોળીબાર કરવો પડ્યો, જેમાં આરોપી માર્યો ગયો.