Thursday, July 4, 2024
More
    હોમપેજદેશવિદ્યાર્થીઓના મસ્તક પર સ્વાગત તિલક જોઈને ભડકી ઉઠ્યા મુસ્લિમ વાલીઓ, પોલીસ સ્ટેશન...

    વિદ્યાર્થીઓના મસ્તક પર સ્વાગત તિલક જોઈને ભડકી ઉઠ્યા મુસ્લિમ વાલીઓ, પોલીસ સ્ટેશન પહોંચીને કર્યો ભારે હોબાળો: પ્રિન્સિપાલે માંગવી પડી માફી

    ઘણા મુસ્લિમ વાલીઓએ આ કૃત્યને તેમની મઝહબી લાગણીઓને ઠેસ પહોંચાડનારું ગણાવ્યું હતું. બધા લોકો એકસાથે પોલીસ ચોકી કવાલ પહોંચ્યા અને પ્રિન્સિપાલ વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરવા લાગ્યા હતા. સ્થિતિ જોઈને પોલીસે પણ સક્રિયતા વધારી દીધી હતી.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં મુસ્લિમ વિદ્યાર્થીઓના મસ્તક પર શાળામાં તિલક લગાવવાને લઈને વિવાદ સર્જાયો હતો. મુસ્લિમ બાળકોના વાલીઓએ શાળાએ પહોંચીને ભારે હોબાળો કર્યો હતો. મામલો છેક પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યો હતો. આખરે શાળાના પ્રિન્સિપાલે સ્પષ્ટતા કરવી પડી અને માફી પણ માંગવી પડી. તેમણે કહ્યું કે, શાળાનો કોઈની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહોતો. આ ઘટના સોમવારે (1 જુલાઈ 2024)ના રોજ બની હતી.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના મુઝફ્ફરનગર જિલ્લાના જાનસઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. અહીં કવાલ ગામમાં સરકારી ઇન્ટરસ્કૂલ-કોલેજ છે. જેમાં તમામ ધર્મ અને મઝહબના બાળકો અભ્યાસ કરે છે. ઉનાળુ વેકેશન સમાપ્ત થયા બાદ સોમવારે (1 જુલાઈ)ના રોજ ઘણા વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા હતા. આ દરમિયાન પ્રિન્સિપાલે તમામ વિદ્યાર્થીઓના મસ્તક પર તિલક લગાવીને સ્વાગત કર્યું હતું. રજા બાદ બાળકો પોતપોતાના ઘરે ગયા ત્યારે મુસ્લિમ વિદ્યાર્થીઓના વાલીઓએ કપાળે તિલક લગાવવાનું કારણ પૂછ્યું હતું. જ્યારે બાળકોએ આખી વાત કહી તો વાલીઓ ભડકી ઉઠ્યા હતા.

    ઘણા મુસ્લિમ વાલીઓએ આ કૃત્યને તેમની મઝહબી લાગણીઓને ઠેસ પહોંચાડનારું ગણાવ્યું હતું. બધા લોકો એકસાથે પોલીસ ચોકી કવાલ પહોંચ્યા અને પ્રિન્સિપાલ વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરવા લાગ્યા હતા. પ્રિન્સિપાલનું નામ રણવીર સિંઘ છે. સ્થિતિ જોઈને પોલીસે પણ સક્રિયતા વધારી દીધી હતી. રોષે ભરાયેલા લોકોને શાંત કર્યા બાદ પ્રિન્સિપાલને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા. પ્રિન્સિપાલે પોતાની સ્પષ્ટતામાં જણાવ્યું હતું કે, સરકારના આદેશ પર તેમણે એક મહિનાની રજા બાદ શાળામાં પરત ફરેલા વિદ્યાર્થીઓનું તિલક લગાવીને સ્વાગત કર્યું હતું.

    - Advertisement -

    પ્રિન્સિપાલની સ્પષ્ટતા છતાં મુસ્લિમ વિદ્યાર્થીઓના અમ્મી-અબ્બુને સંતોષ થયો ન હતો. કાર્યવાહી કરવાની માંગ પર તેઓ અડગ રહ્યા હતા. આખરે પ્રિન્સિપાલ રણવીર સિંઘે ભવિષ્યમાં મુસ્લિમ વિદ્યાર્થીઓને તિલક નહીં લગાવવાનું વચન આપ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે, તેમનો ઈરાદો ક્યારેય કોઈની મઝહબી લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. કારણ કે, તેમના માટે બધા વિદ્યાર્થીઓ સમાન છે. ભારે હોબાળા બાદ પોલીસે દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો. સ્કૂલના પ્રિન્સિપાલે માફી માંગી હોવા છતાં પણ મુસ્લિમ વાલીઓએ થોડા સમય સુધી વિવાદ કર્યો હતો. ત્યારબાદ મામલો સંપૂર્ણપણે શાંત થયો હતો. બાદમાં બધા મુસ્લિમ વાલીઓ પોતપોતાના ઘરે પરત ફર્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં