Sunday, June 22, 2025
More
    હોમપેજદેશ‘લોકો બકરા કુરબાન કરે છે, હું મારી જાતને અલ્લાહના નામે કુરબાન કરું...

    ‘લોકો બકરા કુરબાન કરે છે, હું મારી જાતને અલ્લાહના નામે કુરબાન કરું છું’: બકરીદ પર યુપીના ઈશ મોહમ્મદે કાપી નાખ્યું પોતાનું જ ગળું, ચિઠ્ઠીમાં ચોખવટ પણ કરી!

    ઈશ મોહમ્મદે ગામના પ્રધાનને લખેલી ચિઠ્ઠીમાં કહેવાયું છે કે, "માણસો બકરાઓને પોતાના બાળકોની જેમ પાળીને તેને કુરબાન કરે છે. તે પણ એક જીવ છે. કુરબાની કરવી જોઈએ, હું પોતે મારી જાતની કુરબાની અલ્લાહના રસૂલના નામે કરું છું."

    - Advertisement -

    યુપીના (Uttar Pradesh) એક મુસ્લિમ શખ્સે (Muslim Man) બકરીદ (Bakrid) પર પોતાની કુરબાની આપી (Sacrificed himself) દીધી હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, આધેડ મુસ્લિમ વ્યક્તિએ પોતે જ પોતાના ગળા પર છરો ફેરવી દીધો હતો અને આત્મહત્યા કરી નાખી હતી. ઘરની બહાર બનેલી ઝૂંપડીમાં એક કલાક સુધી તડપ્યા બાદ તેને હૉસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેનું મોત થયું હતું. મૃતકે ગામના પ્રધાનના નામે એક ચિઠ્ઠી પણ લખી છે. જેમાં તેણે કહ્યું છે કે, તે પોતાની જાત અલ્લાહના નામે કરે છે. 

    વિગતો અનુસાર, આ ઘટના યુપીના દેવરિયામાં આવેલા ઉધોપુર ગામની છે. ગામમાં રહેતા ઈશ મોહમ્મદે બકરીદ પર પોતાનું ગળું વાઢ્યું હોવાનું સામે આવ્યું છે. પરિવારના જણાવ્યા અનુસાર, બકરીદના એક દિવસ પહેલાં તેઓ આંબેડકરનગરની સુલ્તાન સૈયદ મખદૂમ અશરફ શાહની દરગાહ પર ગયા હતા. મૃતકના બેગમ હાજરા ખાતૂનના જણાવ્યા અનુસાર, બકરીદના દિવસે 10 વાગ્યે ઘરની બહારની ઝૂંપડીમાંથી તડપતા વ્યક્તિનો અવાજ સંભળાયો હતો.

    મૃતકના પત્નીએ વધુમાં કહ્યું કે, તેમણે અને તેમના પરિવારે જઈને જોયું તો ઈશ મોહમ્મદે પોતે જ પોતાના ગળા પર છરો ફેરવી દીધો હતો અને આત્મહત્યા કરી નાખી હતી. જોકે, ઘટના દરમિયાન તેમના શ્વાસ ચાલી રહ્યા હોવાથી તેમને ગોરખપુર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ ઉપરાંત મૃતકે ગામના પ્રધાનના નામે એક ચિઠ્ઠી પણ લખી હતી. 

    - Advertisement -

    ‘બકરા પણ જીવ છે…’- મૃતક

    ઈશ મોહમ્મદે ગામના પ્રધાનને લખેલી ચિઠ્ઠીમાં કહેવાયું છે કે, “માણસો બકરાઓને પોતાના બાળકોની જેમ પાળીને તેને કુરબાન કરે છે. તે પણ એક જીવ છે. કુરબાની કરવી જોઈએ, હું પોતે મારી જાતની કુરબાની અલ્લાહના રસૂલના નામે કરું છું. કોઈએ મારી હત્યા નથી કરી. શાંતિથી મને દફનાવજો. કોઇથી ડરતા નહીં.” આ સાથે મૃતકે પોતાની કબરનું સ્થળ પણ ચિઠ્ઠીમાં જ કહી દીધી હતું. ઈશ મોહમ્મદના ત્રણ પુત્રો છે, જેમાંથી બે તેમની સાથે રહે છે અને એક મુંબઈ રહે છે. 

    બીજી તરફ આ ઘટના સામે આવ્યા બાદ ‘ઑલ ઇન્ડિયા મુસ્લિમ જમાત’ના અધ્યક્ષ મૌલાના શાહબુદ્દીન રઝવીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે આ ઘટનાને ઇસ્લામમાં નાજાયઝ ગણાવી છે. તેમણે કહ્યું કે, “ઇસ્લામમાં પોતાની જાતની કુરબાની આપવી બિલકુલ નાજાયઝ છે. ઇસ્લામ આ રીતની કુરબાનીની મંજૂરી નથી આપતો. અલ્લાહે ઇન્સાનને બનાવ્યા છે, તે ઇન્સાનની કુરબાની નથી ઈચ્છતો.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં