છેલ્લા કેટલાક સમયથી દેશમાં વક્ફ બોર્ડે ત્રાહી મચાવી છે. દેશભરમાં તેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. વક્ફ સંશોધન બિલને લઈને પણ લોકોમાં કુતૂહલ જોવા મળી રહ્યું છે. તેવામાં કેન્દ્રની મોદી સરકારે વક્ફ બોર્ડ અધિનિયમમાં સુધારા માટેની તૈયારીઓ શરૂ પણ કરી દીધી છે. ત્યારે હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વક્ફ બોર્ડના કાયદાને ઠીક કરવાનું સ્પષ્ટ આશ્વાસન આપ્યુ છે. તેમણે હરિયાણાના ગુરુગ્રામમાં વિશાળ જનમેદનીને સંબોધતા વક્ફ બોર્ડને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.
હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને પણ તૈયારીઓ તેજ થઈ રહી છે. અનેક નેતાઓ હરિયાણા પહોંચીને સંબોધન કરી રહ્યા છે. આ આખા ક્રમ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ રવિવારે (29 સપ્ટેમ્બર 2024) ગુરુગ્રામના બાદશાહપુરમાં વિશાળ જનસભાને સંબોધી હતી. તેમણે પોતાના વક્તવ્યમાં વક્ફ બોર્ડનો પણ ઉલ્લેખ કર્યો. અમિત શાહે વક્ફ બોર્ડના મન ફાવે તેવા વર્તનને લઈને કહ્યું કે, “આ વક્ફ બોર્ડનો જે કાયદો છે, તેનાથી ખૂબ જ પરેશાની થઈ રહી છે ને? આ કાયદાને આગામી શીતકાલીન સત્રમાં સુધારીને તેને ઠીક કરવાનું કામ અમે કરીશું.”
#WATCH | Gurugram, Haryana: Addressing a public rally in Badshahpur, Union Home Minister Amit Shah says, "The Waqf Board law is causing a lot of problems isn't it? We will improve and make it straight in this winter session…" pic.twitter.com/lzrjMeY7Ef
— ANI (@ANI) September 29, 2024
પોતાના વક્તવ્યમાં તેમણે કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, “ઈન્દીરા ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી, કોંગ્રેસની આ ત્રણે પેઢીમાંથી એકેયે આપણી સેનાનું સન્માન નથી કર્યું.” તેમણે કહ્યું કે, કોંગ્રેસે ક્યારેય વન રેન્ક-વન પેન્શન યોજનાની માંગને પૂરી ન કરી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વન રેન્ક-વન પેન્શનની માંગ પૂરી કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, વડાપ્રધાને આ યોજનાનું નવું સ્વરૂપ પણ લાગુ કરી દીધું છે અને હવે આગામી સમયમાં લાભાર્થીઓને પગાર સાથે પેન્શનનો પણ લાભ મળશે.
તેમણે કહ્યું કે, “કોંગ્રેસ નેતા રાહુલ બાબા અમેરિકા જઈને અનામત ખતમ કરી દેવાની વાત કરે છે” તેમણે એમ પણ કહ્યું કે, ભાજપ OBC અને SC આરક્ષણ ખતમ નહીં થવા દે. આ ઉપરાંત તેમણે એવું જણાવ્યું હતું કે, હરિયાણામાં ભાજપે અનેક કાર્યો કર્યા છે. દરમિયાન તેમણે હરિયાણામાં કરવામાં આવેલા દરેક વિકાસકાર્યને યાદ પણ કર્યા હતા.