Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઉમેશ કોલ્હેનું ગળું કાપીને હત્યા કર્યા બાદ આરોપીઓએ કરી હતી બિરિયાની પાર્ટી:...

    ઉમેશ કોલ્હેનું ગળું કાપીને હત્યા કર્યા બાદ આરોપીઓએ કરી હતી બિરિયાની પાર્ટી: NIAનો ખુલાસો, વધુ 2 આરોપીઓ મૌલવી મુશફિક અને અરબાઝની ધરપકડ

    ઉમેશ કોલ્હેની હત્યા બદલ વધુ બે આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેમને 12 ઓગસ્ટ સુધી NIA કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.

    - Advertisement -

    મહારાષ્ટ્રના અમરાવતીમાં કેમિસ્ટ ઉમેશ કોલ્હેની ઇસ્લામીઓએ કરેલી હત્યા મામલે નવો ખુલાસો થયો છે. કેસની તપાસ કરતી એજન્સી NIAએ સ્પેશિયલ કોર્ટને જણાવ્યું હતું કે હત્યા બાદ આરોપીઓએ બિરિયાની પાર્ટી કરી હતી. આ મામલે વધુ બે આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે તેમને NIAની કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. 

    NIAએ આ કેસમાં વધુ બે આરોપીઓ મૌલવી મુશફિક અહમદ અને અબ્દુલ અરબાઝની અમરાવતીથી ધરપકડ કરી લીધી હતી. તેમને કોર્ટમાં રજૂ કરતી વખતે એજન્સીએ જણાવ્યું હતું કે અહમદે આરોપીઓને લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડ્યો હતો જ્યારે અરબાઝનું કામ ઘટનાસ્થળની રેકી કરવાનું હતું. NIAએ આ બંને આરોપીઓ હેઠળ UAPA સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. 

    એજન્સીએ વધુમાં જણાવ્યું કે, હત્યા બાદ મુશફિકે ઘટનાના માસ્ટરમાઇન્સ શેખ ઈરફાન સાથે ફોન પર વાત કરી હતી. જ્યારે અબ્દુલ ઈરફાનની એક સંસ્થામાં ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. ઈરફાન શેખ આ ઘટનાનો મુખ્ય આરોપી છે, જે રાહબર હેલ્પલાઈન નામની એક સંસ્થા ચલાવતો હતો. કેસમાં પકડાયેલા મોટાભાગના આરોપીઓ આ સંસ્થા સાથે જ સબંધ ધરાવે છે. 

    - Advertisement -

    એજન્સીએ જણાવ્યું કે, ઉમેશ કોલ્હેની હત્યા કર્યા બાદ આરોપીઓએ બિરિયાની પાર્ટી પણ કરી હતી. જે દરમિયાન પણ આ બંને આરોપીઓ ત્યાં હાજર હતા. કોર્ટે આ બંને આરોપીઓને 12 ઓગસ્ટ સુધી NIAની કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. 

    ઉલ્લેખનીય છે કે ગત 21 જૂનના રોજ મહારાષ્ટ્રના અમરાવતીમાં ઉમેશ કોલ્હે નામના એક કેમિસ્ટની ઇસ્લામી કટ્ટરપંથીઓએ હત્યા કરી નાંખી હતી. ઉમેશે ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના સમર્થનમાં વોટ્સએપ મેસેજ કર્યા હતા. જેમાંથી એક ગ્રુપનો એડમિન તેમનો મિત્ર યુસુફ ખાન હતો. યુસુફે આ મેસેજનો સ્ક્રીનશોટ અન્ય આરોપીઓને મોકલીને ઉશ્કેર્યા હતા. 

    યુસુફે ઉશ્કેર્યા બાદ શેખ ઇરફાને હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને મૌલાના મુદસ્સીર અહેમદ, ઇબ્રાહિમ, શાહરૂખ પઠાણ, અબ્દુલ તૌફીક, શોએબ ખાન, આતિબ રશીદ, મુશફિક, અરબાઝ વગેરે સાથે મળીને ઉમેશ કોલ્હેની હત્યા કરી નાંખી હતી. શરૂઆતમાં પોલીસે ચોરીનો કેસ હોવાના દાવા કર્યા હતા પરંતુ સ્થાનિક સ્તરેથી વિરોધ ઉઠતાં અને કેસની તપાસ NIAને અપાતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. 

    ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના ઉદયપુરમાં પણ નૂપુર શર્માના માત્ર સમર્થન બદલ કન્હૈયાલાલ નામના એક હિંદુ ટેલરની હત્યા કરી નાંખવામાં આવી હતી. આ મામલે બે હત્યારાઓ મોહમ્મદ રિયાઝ અત્તારી અને ગૌસ મોહમ્મદ અને તેમને મદદ પૂરી પાડનારાઓ પકડાઈ ચૂક્યા છે. આ કેસની તપાસ પણ કેન્દ્રીય એજન્સી NIA કરી રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં