Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકાલી માનો અભદ્ર ફોટો પોસ્ટ કરીને ભારતીયોનો રોષ વહોરનારા યુક્રેનનો યુ-ટર્ન, વિદેશ...

    કાલી માનો અભદ્ર ફોટો પોસ્ટ કરીને ભારતીયોનો રોષ વહોરનારા યુક્રેનનો યુ-ટર્ન, વિદેશ મંત્રીએ માફી માગી: કહ્યું- ‘અમે ભારતીય સંસ્કૃતિનો આદર કરીએ છીએ’

    કેટલાક લોકોએ કટાક્ષ કર્યો કે, “ભારત પાસેથી મદદ માગ્યા બાદ યુક્રેને આ હલકી કક્ષાનું કૃત્યુ કર્યું છે.” તો કેટલાક યુઝર્સે કહ્યું હતું કે અમારી આસ્થા કોઈ મજાકનો વિષય નથી.

    - Advertisement -

    યુક્રેનના રક્ષા મંત્રાલયે તાજેતરમાં એવું કૃત્ય કર્યું હતું, જેનાથી કરોડો હિંદુ ભારતીયોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હતી. ગત 30 મેના રોજ યુક્રેનના રક્ષા મંત્રાલય દ્વારા માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટર પર એક આર્ટવર્ક શેર કરવામાં આવ્યું હતું, જેમાં હિંદુઓના આરાધ્ય મા કાળીને આપત્તિજનક સ્થિતિમાં દર્શાવવામાં આવ્યા હતા. ભારતીય યુઝર્સે વિરોધ કર્યા બાદ યુક્રેને માતા કાળી પરની ટ્વીટ ડિલીટ કરી નાખી હતી. હવે રક્ષા મંત્રાલયની આ ગંભીર ભૂલ માટે યુક્રેનના નાયબ વિદેશ મંત્રી એમીન ઝાપરોવાએ માફી માગી છે.

    યુક્રેને માતા કાળી અંગે કરેલી મજાક બદલ નાયબ વિદેશ મંત્રી એમીન ઝાપરોવાએ ભારતની માફી માગી છે. 2 મે, 2023ના રોજ વહેલી સવારે એમીન ઝાપરોવાએ ટ્વીટ કર્યું કે, “અમને ખેદ છે કે યુક્રેનના રક્ષા મંત્રાલયે હિંદુ દેવી કાલીને આપત્તિજનક સ્થિતિમાં રજૂ કર્યા હતા. યુક્રેન અને તેના લોકો અતુલ્ય ભારતીય સંસ્કૃતિનો આદર કરે છે અને તેમના સમર્થનની અત્યંત પ્રશંસા કરે છે. આર્ટવર્ક પહેલાથી જ ડિલીટ કરી નાખવામાં આવ્યું છે. યુક્રેન પરસ્પર સન્માન અને મિત્રતાની ભાવના સાથે સહકાર વધારવા માટે પ્રતિબદ્ધ છે.”

    યુક્રેનના રક્ષા મંત્રાલયે મા કાળીને આપત્તિજનક સ્થિતિમાં દર્શાવ્યા હતા

    રવિવારે (30 એપ્રિલ, 2023) યુક્રેનના રક્ષા મંત્રાલયે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ‘કલાકૃતિ’ના નામે મા કાળીનું અપમાન કર્યું હતું. ‘ડિફેન્સ ઓફ યુક્રેન’ દ્વારા એક ફોટો શેર કરવામાં આવ્યો હતો જેમાં ધુમાડાના ગોટા પર કાલી માતા હોલિવુડ અભિનેત્રી મેરિલીન મનરોની જેમ ઊભેલા દર્શાવવામાં આવ્યા હતા. આ તસવીરમાં તેમની જીભ બહાર હતી અને ગળામાં ખોપડીઓની માળા પહેરેલી હતી. આના પર ‘વર્ક ઑફ આર્ટ’ એવું કૅપ્શન લખવામાં આવ્યું હતું જેને જોઈને ભારતીય યુઝર્સ ભડકી ઉઠ્યા હતા અને યુક્રેનના આ પગલાંની આકરી નિંદા કરી હતી. ત્યારબાદ વિરોધને પગલે આ ટ્વીટ ડિલીટ કરી નાખવામાં આવી હતી.

    - Advertisement -

    ‘હિંદુફોફિક’ ટ્વીટ કરવા બદલ ભારતીયોએ યુક્રેનના રક્ષા મંત્રાલયની આકરા શબ્દોમાં ટીકા કરી

    રવિવારે યુક્રેનના રક્ષા મંત્રાલયની ટ્વીટ વાયરલ થતાં જ ભારતીય હિંદુ યુઝર્સે ‘હિંદુફોબિક’ ટ્વીટ કરવા બદલ યુક્રેન સરકાર પર પ્રહાર કર્યા હતા. કેટલાક લોકોએ કટાક્ષ કર્યો કે, “ભારત પાસેથી મદદ માગ્યા બાદ યુક્રેને આ હલકી કક્ષાનું કૃત્યુ કર્યું છે.” તો કેટલાક યુઝર્સે કહ્યું હતું કે અમારી આસ્થા કોઈ મજાકનો વિષય નથી.

    ઉલ્લેખનીય છે કે, યુક્રેનના મંત્રી એમીન ઝાપરોવાએ ભારતની મુલાકાત લીધાના થોડા દિવસ બાદ રક્ષા મંત્રાલયે આ ટ્વીટ કર્યું હતું. ફેબ્રુઆરી 2022માં રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ શરુ થયા બાદ એમીન ઝાપરોવા ભારતની મુલાકાત લેનારા પ્રથમ ઉચ્ચ કક્ષાના યુક્રેનિયન અધિકારી હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં