Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટયુક્રેનના રક્ષા મંત્રાલયનું કારસ્તાન, મા કાળીનું અપમાન કરતું આપત્તિજનક ટ્વિટ કર્યું: નેટિઝન્સે...

    યુક્રેનના રક્ષા મંત્રાલયનું કારસ્તાન, મા કાળીનું અપમાન કરતું આપત્તિજનક ટ્વિટ કર્યું: નેટિઝન્સે લપડાક લગાવતાં ડિલીટ કરી દીધું

    ઇન્ટરનેટ પર આ ટ્વિટ વાયરલ થતાંની સાથે જ ભારતીય હિંદુ યુઝરોએ યુક્રેનના રક્ષા મંત્રાલયને લપડાક લગાવી હતી અને આવું ‘હિંદુફોબિક’ ટ્વિટ કરવા બદલ ખરીખોટી સંભળાવી હતી. 

    - Advertisement -

    રવિવારે (30 એપ્રિલ, 2023) યુક્રેનના રક્ષા મંત્રાલયને અચાનક અવળચંડાઈ સૂઝી હતી. તેના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પરથી એક આર્ટવર્ક શૅર કરવામાં આવ્યું, જેના કારણે ભારતીય યુઝરો ભડક્યા હતા. જોકે, પછીથી આ ટ્વિટ ડિલીટ કરી નાંખવામાં આવ્યું હતું. 

    યુક્રેનના રક્ષા મંત્રાલયનું ડિલીટ થયેલું ટ્વિટ

    ‘ડિફેન્સ ઑફ યુક્રેન’ નામના અકાઉન્ટ પરથી બે તસ્વીરો ટ્વિટ કરીને લખવામાં આવ્યું હતું- ‘વર્ક ઑફ આર્ટ.’ જેમાંથી એક તસ્વીરમાં મા કાળીનું ચિત્રણ કરવામાં આવ્યું હતું અને તેમને આપત્તિજનક સ્થિતિમાં દર્શાવવામાં આવ્યાં હતાં. વાદળી ચામડી, માળાઓ અને જીભ બહાર નીકળેલી હોય તેવી મુદ્રાના કારણે આ આર્ટવર્ક દેવી કાળી સાથે સીધી સામ્યતા ધરાવે છે. 

    ઇન્ટરનેટ પર આ ટ્વિટ વાયરલ થતાંની સાથે જ ભારતીય હિંદુ યુઝરોએ યુક્રેનના રક્ષા મંત્રાલયને લપડાક લગાવી હતી અને આવું ‘હિંદુફોબિક’ ટ્વિટ કરવા બદલ ખરીખોટી સંભળાવી હતી. 

    - Advertisement -

    મોનિકા વર્માએ લખ્યું કે, ‘યુક્રેન ડિફેન્સ મિનિસ્ટ્રીનું ઓફિશિયલ હેન્ડલ મા કાળીને આપત્તિજનક સ્થિતિમાં દર્શાવી રહ્યું છે, જે આઘાતજનક છે. આને કલાકૃતિ ન કહી શકાય. અમારી આસ્થા કોઈ મજાનો વિષય નથી. ટ્વિટ ડિલીટ કરીને માફી મંગાવી જોઈએ.’

    દીક્ષા નેગીએ લખ્યું કે, યુક્રેન ડિફેન્સ મિનિસ્ટ્રીનું ઓફિશિયલ હેન્ડલ કરોડો હિંદુઓનાં આરાધ્ય મા કાળીનો આપત્તિજનક ફોટો શૅર કરી રહી છે. હિંદુફોબિયા કોઈ મજાક નથી અને આર્ટવર્ક તો બિલકુલ નથી. આ સાથે તેમણે ભારતીય વિદેશ મંત્રાલયને પણ ટેગ કર્યું હતું. 

    અન્ય એક વ્યક્તિએ સ્ક્રીનશોટ પોસ્ટ કરીને લખ્યું કે, યુક્રેનના રક્ષા મંત્રાલયે આ ટ્વિટ ડિલીટ કરી દીધું છે, પરંતુ અમે હિંદુઓ ક્યારેય ભૂલીશું નહીં. 

    એક વ્યક્તિએ કટાક્ષ કરીને લખ્યું કે, યુક્રેન આ પ્રકારનાં કારસ્તાન કરે છે અને પછી ભારત પાસે જ રશિયા સામે મદદ માંગે છે. 

    ઘણા યુઝરોએ વિદેશ મંત્રી એસ જયશંકરને ટેગ કરીને આ મુદ્દો ઉઠાવવા માટે માંગ કરી હતી. એક વ્યક્તિએ લખ્યું કે, ‘આશા રાખું છું કે એસ જયશંકર આ મુદ્દો ઝેલેન્સકી (યુક્રેનિયન રાષ્ટ્રપતિ) સામે ઉઠાવશે, આ કોઈ મજાકનો વિષય નથી પરંતુ કરોડો હિંદુઓની ભાવના સાથેની ખિલવાડ છે. તેમણે ઝેલેન્સકીને ‘કૉમેડિયન પ્રેસિડેન્ટ’ ગણાવતાં કહ્યું કે, તેમને કડક સંદેશ પાઠવવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે યુકેનના રાષ્ટ્રપતિ બન્યા પહેલાં ઝેલેન્સકી કૉમેડિયન હતા. 

    એક યુઝરે આ ટ્વિટ બદલ યુક્રેનની ટીકા કરીને લખ્યું કે, ફરી વખત જો કોઈ યુક્રેનનો ‘કૉમેડિયન’ ભારત સમક્ષ નાણાકીય મદદની માંગ કરે તો લાત મારીને કાઢી મૂકવો જોઈએ. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં