કર્ણાટકના ઉડુપીના બહુચર્ચિત બાથરૂમ વિડીયો કેસમાં ત્રણેય આરોપી મુસ્લિમ વિદ્યાર્થીનીઓને જામીન આપી દેવાયા છે. કોર્ટે તમામને 20 હજાર રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા હતા.
ત્રણેય વિદ્યાર્થીનીઓએ કોર્ટમાં અરજી કરીને દલીલ કરી હતી કે આ કેસ ‘પોલિટિકલી મોટિવેટેડ’ છે અને ફરિયાદ પીડિત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી નથી. તેમના વકીલે દલીલ કરી કે ત્રણેય નિર્દોષ છે અને જેથી તેમને જામીન આપી દેવામાં આવે. મામલાની સુનાવણી કરતા એડિશનલ સિવિલ જજ શ્યામ પ્રકાશે અરજી મંજૂર રાખી હતી. કોર્ટે ત્રણેયને બોન્ડ ભરવા ઉપરાંત, તપાસમાં પૂરતો સહયોગ આપવા માટે અને તમામ સુનાવણીમાં હાજર રહેવા માટે જણાવ્યું છે. ઉપરાંત કોર્ટે કહ્યું છે કે તેઓ સાક્ષીઓને ધમકાવી શકશે નહીં.
Udupi court grants bail to three female students accused of filming classmate in washroom
— Bar & Bench (@barandbench) July 28, 2023
Read more here: https://t.co/R0lMGYSwqP pic.twitter.com/kwwv42d4i9
તાજેતરમાં આ મામલો સામે આવ્યો હતો જ્યાં કર્ણાટકના ઉડુપીની એક ખાનગી કોલેજના બાથરૂમમાં મોબાઈલ કેમેરા મળી આવ્યા હતા. કોલેજમાં જ અભ્યાસ કરતી ત્રણ વિદ્યાર્થીની અલીમાતુલ શૈફ, શાહબનાઝ અને આલિયા પર આ કેમેરા ગોઠવ્યા હોવાનો આરોપ લાગ્યો હતો. તેમણે આ હિડન કેમેરાથી હિંદુ યુવતીઓના વિડીયો શૂટ કરીને મુસ્લિમ યુવકો સાથે શૅર કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.
શરૂઆતમાં વિદ્યાર્થીનીઓએ ફરિયાદ કરતાં કોલેજ પ્રશાસને તપાસ તો શરૂ કરી હતી પરંતુ વિડીયો ડીલીટ થઇ ગયા હોવાનું કહીને વીંટો વાળી દીધો હતો. પરંતુ પછીથી મુદ્દો ચગતાં પોલીસે ત્રણ વિદ્યાર્થીનીઓ અને કોલેજ પ્રશાસન સામે ગુનો દાખલ કર્યો હતો. આ મામલે IPC 509 (શબ્દ, સંકેત કે આચરણ દ્વારા મહિલાની મર્યાદાનું અપમાન), 204 (પુરાવાનો નાશ કરવો) 175 (દસ્તાવેજો કે ઇલેક્ટ્રોનિક રેકોર્ડ રજૂ ન કરી શકવા) અને 34 (સમાન ઈરાદાથી આચરવામાં આવેલ ગુનો) તથા IT એક્ટની કલમ 66(e) (પ્રાઇવસી ભંગ) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
વિવાદ વકરતાં આ ત્રણેયને કોલેજમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ સમાચાર મેઈનસ્ટ્રીમ મીડિયામાં પ્રસરી ગયા હતા. આ મામલે કોલેજની અન્ય વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે છેલ્લા 1 વર્ષથી આ પ્રકારે વિડીયો રેકોર્ડ કરીને મુસ્લિમ યુવકો સાથે શૅર કરવામાં આવી રહ્યા હતા. જેને લઈને તેમણે ફરિયાદ કરી હતી.
હાલ આ મામલે તપાસ ચાલી રહી છે તો બીજી તરફ આને લઈને રાજકારણ પણ શરૂ થઇ ગયું છે તો વામપંથી પ્રોપગેન્ડાબાજોની એક ટોળકીએ આ આખી ઘટનાને ‘પ્રેન્ક’માં ખપાવી દીધી હતી.