શિવસેના (UBT) નેતા ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) રાજ્ય કેબિનેટના વિસ્તરણના થોડા જ દિવસો બાદ મંગળવારે નાગપુરમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને (Maharashtra Chief Minister Devendra Fadnavis) મળ્યા હતા. ફડણવીસે મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ બંને નેતાઓ પ્રથમ વખત મળ્યા હતા.
રસપ્રદ વાત એ છે કે, ફડણવીસ અને ઉદ્ધવ વચ્ચેની બેઠક ઓલ ઈન્ડિયા ઉલેમા બોર્ડે (All India Ulema Board) કોંગ્રેસ અને શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને (એનસીપી) ઉદ્ધવ ઠાકરે સાથેનું જોડાણ તોડવા વિનંતી કર્યાના થોડા દિવસો બાદ થઈ છે.
#WATCH | Shiv Sena (UBT) leader Uddhav Thackeray meets Maharashtra CM Devendra Fadnavis in Nagpur
— ANI (@ANI) December 17, 2024
(Source: DG-I&PR) pic.twitter.com/wbuZd3UdMR
શિવસેનાના (UBT) નેતા આદિત્ય ઠાકરે, જે બેઠક દરમિયાન પણ હાજર હતા, તેમણે કહ્યું, “આજે અમારા પક્ષના વડા ઉદ્ધવ ઠાકરે સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને વિધાનસભા અધ્યક્ષ રાહુલ નરવેકરને મળ્યા હતા. આ આગળની દિશામાં એક પગલું છે. મહારાષ્ટ્ર સરકાર માટે કામ કરતી વખતે, બંને (શાસક પક્ષ અને વિપક્ષે) દેશ અને રાજ્યના હિત માટે સાથે મળીને કામ કરવા રાજકીય પરિપક્વતા બતાવવી જોઈએ.”
2019માં ઉદ્ધવે ફડણવીસ સાથે મુલાકાત માટે કર્યો હતો નનૈયો
નોંધનીય છે કે 2019માં જ્યારે સરકાર બનાવવા માટે મથામણો ચાલી રહી હતી ત્યારે આ જ ઉદ્ધવ ઠાકરેએ આ જ દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરવાની સાફ ના પાડી હતી. આ વાત ખુદ દેવેન્દ્ર ફડણવીસે મીડિયામાં કરી હતી.
🚨 BIG! Shivsena (UBT) chief Uddhav Thackeray met Maharashtra CM Devendra Fadnavis today 🎯
— Megh Updates 🚨™ (@MeghUpdates) December 17, 2024
After 2019 Election result, Uddhav Thackeray refused to meet Fadnavis. KARMA HITS HARD 🔥 pic.twitter.com/Z4C2stQmZI
2019માં પુણેમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ ઉદ્ધવને મળવા માટે મુંબઈમાં સેના પ્રમુખના નિવાસસ્થાન માતોશ્રીની મુલાકાત કેમ લેતા નથી, તો તેમણે કહ્યું, “મેં પ્રયાસ કર્યો, મેં તેમને કહ્યું, હું આવીશ, તેઓએ કહ્યું. ના…આ કોઈ વ્યક્તિનો પ્રશ્ન નથી. જો કોઈ કહે કે આવશો નહીં અને વાત કરવા તૈયાર ના હોય, તો તેમની પાસે જવાનો કોઈ અર્થ નથી.”