Sunday, September 8, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિ'ધર્મ, સમાજ અને રાષ્ટ્રથી મોટો કોઈ જગદગુરુ નથી': શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના નિવેદન પર...

    ‘ધર્મ, સમાજ અને રાષ્ટ્રથી મોટો કોઈ જગદગુરુ નથી’: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના નિવેદન પર મહંત નારાયણ ગિરિનો પલટવાર, કહ્યું- ઉદ્ધવે આખા હિંદુ સમાજને આપ્યો છે દગો

    મહંત નારાયણ ગિરિએ શંકરાચાર્યના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "ઉદ્ધવ ઠાકરેએ દેવેન્દ્ર ફડણવીસને દગો આપ્યો છે અને પોતાના પિતા બાલાસાહેબ ઠાકરેના વિચારોથી વિપરીત જઈને અધર્મીઓનો સાથ આપ્યો છે. તેથી ઉદ્ધવ ઠાકરેએ આખા હિંદુ સમાજને દગો આપ્યો છે."

    - Advertisement -

    તાજેતરમાં જ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને INDI ગઠબંધનના નેતા ઉદ્ધવ ઠાકરેની મુલાકાત લીધી હતી. તેઓ તેમના ઘરે ગયા હતા. ત્યારબાદ તેમણે મીડિયા સામે આવીને નિવેદન આપ્યું હતું કે, સમાજે ઉદ્ધવ ઠાકરે સાથે દગો કર્યો છે. ઉપરાંત તેમણે ઉદ્ધવ જુથને મત આપવા માટે લોકોને પ્રેર્યા હતા. જ્યારે હવે જૂના અખાડાના સંત અને આંતરરાષ્ટ્રીય પ્રવક્તા મહંત નારાયણ ગિરિએ શંકરાચાર્યના નિવેદનનો વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું છે કે, ધર્મ, સમાજ અને રાષ્ટ્રથી મોટો કોઈ જગતગુરુ નથી.

    પંચનામ જૂના અખાડાના મહંત અને આંતરરાષ્ટ્રીય પ્રવક્તા, નારાયણ ગિરિએ જ્યોતિર્મઠના શંકરાચાર્ય અવિમેકતેશ્વરાનંદના નિવેદન પર વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર વિડીયો જારી કરીને આ વિશે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, “આપણાં પરમ પૂજનીય, પરમ આદરણીય જગદગુરુ શંકરાચાર્યજી ઉદ્ધવ ઠાકરે પાસે ગયા.” તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું કે, “કોઈપણ સંત સાધારણ માણસો પાસે નથી જતાં અને મોટા-મોટા લોકોના પ્રંસગોમાં તેઓ પહોંચી જાય છે.” તેમણે વધુમાં કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેએ આખા હિંદુ સમાજને દગો આપ્યો છે અને ધર્મ, સમાજ અને રાષ્ટ્રથી મોટો કોઈ જગદગુરુ નથી.”

    મહંત નારાયણ ગિરિએ શંકરાચાર્યના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “ઉદ્ધવ ઠાકરેએ દેવેન્દ્ર ફડણવીસને દગો આપ્યો છે અને પોતાના પિતા બાલાસાહેબ ઠાકરેના વિચારોથી વિપરીત જઈને અધર્મીઓનો સાથ આપ્યો છે. તેથી ઉદ્ધવ ઠાકરેએ આખા હિંદુ સમાજને દગો આપ્યો છે. હું ફરીવાર કહું છું કે, ધર્મ, સમાજ અને રાષ્ટ્રથી મોટો કોઈ જગદગુરુ નથી.” તેમણે વધુમાં કહ્યું કે, “સાધુ-સન્યાસીઓનું કાર્ય પૂજા-આરાધના અને અનુષ્ઠાન કરવાનું છે. ચૂંટણીમાં હાર-જીત તો જનતા નક્કી કરે છે. ઉદ્ધવ ઠાકરે એ હિંદુ સમાજને દગો આપ્યો છે. જેણે હિંદુ સમાજને દગો આપ્યો છે, તેના ઘરે જઈને શંકરાચાર્ય આશીર્વાદ આપે તે યોગ્ય નથી.”

    - Advertisement -

    શંકરાચાર્યે આપ્યું હતું વિવાદિત નિવેદન

    નોંધનીય છે કે, તાજેતરમાં જ જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ ‘માતોશ્રી’માં ઉદ્ધવ ઠાકરે અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ મીડિયાની સામે મોટું નિવેદન આપ્યું હતું. શંકરાચાર્યએ કહ્યું કે, “ઉદ્ધવ સાથે દગો થયો, આપણે હિંદુ ધર્મમાં માનીએ છીએ. આપણે પુણ્ય અને પાપમાં માનીએ છીએ અને વિશ્વાસઘાત એ સૌથી મોટું પાપ કહેવાય છે, ઉદ્ધવ ઠાકરે સાથે આવું જ થયું છે. તેમણે મને આમંત્રણ આપ્યું હતું. તેથી જ હું અહીં (માતોશ્રી) આવ્યો છું. તેમણે મારુ સ્વાગત કર્યું, મે તેમને કહ્યું કે, હું તેમના વિશ્વાસઘાતથી દુઃખી છું અને જ્યાં સુધી તેઓ ફરીથી મુખ્યમંત્રી નહીં બને ત્યાં સુધી મારું દુઃખ દૂર થશે નહીં.”

    ઉલ્લેખનીય છે કે, શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તાજેતરમાં જ રાહુલ ગાંધીના ‘હિંદુ હિંસક’ હોવાના નિવેદન પર તેમનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, રાહુલ ગાંધી પણ હિંદુ ધર્મમાં માને છે અને તેનું સન્માન કરે છે. રાહુલ ગાંધી ક્યારેય હિંદુ ધર્મનું અપમાન કરી શકે નહીં. જોકે, ભૂતકાળની ઘટના જોતાં શંકરાચાર્યનું આ નિવેદન વિચારવા પર વિવશ કરે છે. રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી વખતે કહ્યું હતું કે, “હું હિંદુ ધર્મની શક્તિને ખતમ કરવા માંગુ છું.” તે પહેલાં તેમણે કહ્યું હતું કે, “હિંદુત્વની વાતો કરતાં લોકો પહેલાં મંદિરે જાય છે અને બાદમાં છોકરીઓની છેડતી કરે છે.” આવા અઢળક ઉદાહરણો છે, જેમાં જોઈ શકાય છે કે, રાહુલ ગાંધીએ હિંદુ ધર્મનું અપમાન કર્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં