Saturday, September 21, 2024
More
    હોમપેજક્રાઈમઉદયપુરના હિંદુ વિદ્યાર્થી દેવરાજની હત્યા મામલે મોટો ખુલાસો: આરોપીનો અબ્બુ પુત્રને બનાવવા...

    ઉદયપુરના હિંદુ વિદ્યાર્થી દેવરાજની હત્યા મામલે મોટો ખુલાસો: આરોપીનો અબ્બુ પુત્રને બનાવવા માંગતો હતો ડોન, લાવી આપ્યું હતું ચાઇનીઝ ચાકુ

    આરોપીનો અબ્બુ તેને ડોન બનવા માટે પ્રોત્સાહન આપતો હતો, અને આ ઘટનામાં જે ચાકુનો ઉપયોગ થયો હતો તે આરોપીને તેના પિતાએ જ લાવી આપું હતું. આ ખુલાસા થયા બાદ પિતાને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.

    - Advertisement -

    ઉદયપુરના (Udaipur) હિંદુ દલિત સગીર દેવરાજની (Devraj) હત્યા (Murder) મામલે ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. તાજેતરમાં જ ઉદયપુરની એક શાળામાં ભણતા દેવરાજ પર તેના મુસ્લિમ સહપાઠીએ ચાકુ વડે હુમલો કરી દીધો હતો. જે બાદ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. આ બાદ પોલીસે આરોપીના અબ્બુની ધરપકડ કરી હતી. જેની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે તે તેના પુત્રને ડોન બનાવવા ઈચ્છતો હતો.

    ઉદયપુરના દેવરાજની હત્યા મામલે પોલીસે આરોપી મુસ્લિમ વિદ્યાર્થીના અબ્બુની ધરપકડ કરી હતી. આ બાદ પોલીસ તેની પૂછપરછ કરી રહી હતી. તે દરમિયાન સામે આવ્યું હતું કે તેનો અબ્બુ ઈચ્છતો હતો કે તેનો પુત્ર મોટો ડોન બને. તે વારંવાર તેના પુત્રને ગુનો કરવા માટે પ્રોત્સાહન આપતો હતો. તેણે તેના પુત્રને ₹400માં ચાઈનીઝ ચાકુ ખરીદી આપ્યું હતું. આ બાદ આરોપી મુસ્લિમ વિદ્યાર્થી ચાકુ લઈને ફરતો અને લોકો પર રોફ જમાવવાનો પ્રયત્ન કરતો હતો.

    ઉલ્લેખનીય છે કે પોલીસ અધિકારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ, આરોપી મુસ્લિમ વિદ્યાર્થીના અબ્બુ પર અગાઉથી 2 ગુનાઓ નોંધાયેલા હતા. પોલીસે 16 ઓગસ્ટ જે દિવસે ઘટના બની ત્યારે જ તેની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ આરોપીના અબ્બુની પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા હતા. આરોપીનો અબ્બુ તેને ડોન બનવા માટે પ્રોત્સાહન આપતો હતો, અને આ ઘટનામાં જે ચાકુનો ઉપયોગ થયો હતો તે આરોપીને તેના પિતાએ જ લાવી આપું હતું. આ ખુલાસા થયા બાદ પિતાને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.

    - Advertisement -

    શું હતી સમગ્ર ઘટના?

    16 ઓગસ્ટના રોજ ઉદયપુરની એક શાળાના ધોરણ 10ના બે વિદ્યાર્થી, મૃતક દેવરાજ અને આરોપી મુસ્લિમ યુવક વચ્ચે હોમવર્ક કોપી બાબતે ઝઘડો થયો હતો. આ બાદ રિશેષ દરમિયાન મોકો મળતા મુસ્લિમ યુવકે તેના અબ્બુએ લઈ આપેલા ચાઇનીઝ ચાકુ વડે દેવરાજ પર હુમલો કરી દીધો હતો. હુમલો કર્યા બાદ મુસ્લિમ વિદ્યાર્થી ભાગી ગયો હતો.

    ઉલ્લેખનીય છે કે આ ઘટના પહેલા પણ બંને વિદ્યાર્થીઓ વચ્ચે ક્લાસમાં ઝઘડો થયો હતો. જોકે આ પાછળથી મામલો શાંત પડ્યો હતો. પરંતુ બીજીવાર ઝગડામાં મુસ્લિમ વિદ્યાર્થી દેવરાજને ઘાયલ કરી દીધો હતો. આ બાદ દેવરાજને એમબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં 19 ઓગસ્ટે તેનું મૃત્યુ થયું હતું. ઘટના બાદ કોર્ટે મુસ્લિમ આરોપીને બાળ ગૃહમાં મોકલી આપ્યો હતો.

    આ મામલે મૃતક દેવરાજનો પરિવાર માંગ કરી ચૂક્યો છે કે આરોપી મુસ્લિમ વિદ્યાર્થીને બાળ ગૃહમાં મોકલ્યા વગર તેના પર કડક કાર્યવાહી કરવામાં આવે. મૃતકના પરિવારનો એવો પણ આરોપ હતો કે દેવરાજની હત્યા આયોજનપૂર્વક કરવામાં આવી હતી. નોંધનીય છે કે ઘટના બાદ શિક્ષણ વિભાગે શાળાના આચાર્યને સસ્પેન્ડ કરી દીધા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં