Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅરબ દેશોમાં આંતરરાષ્ટ્રીય યોગદિવસની તડામાર તૈયારીઓ, ક્યાંક હેલીપેડ પર યોગ તો ક્યાંક...

    અરબ દેશોમાં આંતરરાષ્ટ્રીય યોગદિવસની તડામાર તૈયારીઓ, ક્યાંક હેલીપેડ પર યોગ તો ક્યાંક સ્ટેડીયમમાં ઉજવાશે યોગદિન, ભારતીય દુતાવાસ દોડાવશે ખાસ બસ

    દુનિયાની સાથે આરબ દેશો પણ પોતાને ત્યાં આનંદ અને ઉલ્લાસથી આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાના છે, તેનો સંપૂર્ણ રિપોર્ટ

    - Advertisement -

    અરબ દેશોમાં આંતરરાષ્ટ્રીય યોગદિવસની તૈયારીઓ પુર જોશમાં છે, આમતો યોગ એ મૂળ ભારતીય સંસ્કૃતિનો મૂળ અવિભાજ્ય હિસ્સો છે. પણ છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વ ફલક પર લોકોને યોગ કરવાની ઘેલછા લાગી છે, જેમાંથી અરબના ઇસ્લામી દેશો પણ બાકાત નથી. આમતો તંદુરસ્ત અને લાંબુ જીવન જીવવા માટે યોગ કરવા કોઈ ખાસ દિવસની જરૂર નથી, પણ આખું વિશ્વ 21 જુને આંતરરાષ્ટ્રીય યોગદિવસ મનાવે છે. અને અરબ દેશોમાં આંતરરાષ્ટ્રીય યોગદિવસની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

    અબુધાબીમાં હેલીપેડ પર ‘ફૂલ મુન યોગ સત્ર’

    UAEના અબુધાબીમાંતો આંતરરાષ્ટ્રીય યોગદિવસ માટે ‘ફૂલ મુન યોગ સત્ર’ ની શરૂઆત પણ થઇ ચુકી છે. જે અંતર્ગત ‘સ્ટ્રોબેરી ફૂલ મુન’ (જુન મહિનાની પહેલી પૂર્ણિમા) દરમિયાન મંગળવાર (14 Jun 2022) થીજ કાર્યક્રમોની શરૂઆત થઇ ચુકી છે. બુર્ઝીલ મેડીકલ સિટીનાં હેલીપેડ પર પ્રથમ પૂર્ણિમાની રાત્રે લોકોએ યોગ કર્યા, જેમાં અનેક લોકોએ આ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

    - Advertisement -

    જોકે વાદળ છાયા વાતાવરણના કારણે ચંદ્ર દેખાયો નહતો પણ તે છતાં બુર્ઝીલ મેડીકલ સિટીનાં ‘VPS હેલ્થ કેર’ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં અનેક લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો જેમાં દૈનિક ક્રિયામાં યોગની ઉપયોગીતા અને સ્વસ્થ જીવન શૈલી માટે ઉપયોગી યોગાસનો કરાવવામાં આવ્યાં હતા.

    બોલીવુડ સેલીબ્રીટીઓએ દુબઈમાં યોગ કર્યા

    બોલીવુડ સેલીબ્રીટી અનુષ્કા અને આકાંક્ષા રંજને દુબઈમાં એક કાર્યક્રમમાં લોકોને યોગ શીખવાડયા, દરમિયાન આકાંક્ષા રંજને કહ્યું હતું કે દુબઈમાં એટલા બધા લોકોને યોગ કરતા જોવા એક સુખદ અનુભવ છે. આ કાર્યક્રમ વિષે જણાવતા તેમણે કહ્યું કે ” ધ પામ ના હોટલ પેરામાઉન્ટમાં તેમણે 100 લોકોને યોગ શીખવ્યાં હતા,ગલ્ફ ન્યુઝ મીડિયા સંસ્થાને યોગ અનુલક્ષી યોજેલા કાર્યક્રમોમાં બન્ને બહેનો મુંબઈથી દુબઈ પહોંચી હતી.

    દુબઈ અને શારજાહમાં પણ યોગ ફેસ્ટીવલ

    અબુધાબી સિવાય દુબઈ અને શારજાહમાં પણ યોગ ફેસ્ટીવલની તૈયારીઓ પુરજોશમાં થઇ રહી છે.


    આખુ અઠવાડિયું ચાલનાર આ કાર્યક્રમમાં અંદાજે 2000 થી પણ વધુ લોકો ભાગ લઇ ચુક્યા છે. તો બીજી તરફ 21 જુને અબુધાબી ક્રિકેટ સ્ટેડીયમમાં દેશના સૌથી મોટા યોગ કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં હજારો લોકો યોગ કરીને આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી કરશે. આ કાર્યક્રમમાં નીરોગી સુખાકારી જીવન જીવવાની આશ રાખવાવાળા લોકોને પ્રસિદ્ધ યોગ શિક્ષક વિકાસ હેગડે યોગનું પ્રશિક્ષણ આપશે.

    ભારતીય દુતાવાસની ખાસ બસ સેવા

    આંતરરાષ્ટ્રીય યોગદિવસ નિમિત્તે યોજવા જઈ રહેલા આ મેગા આયોજનમાં ભારતીય દુતાવાસ પણ સહભાગી થશે. ભારતીય દુતાવાસે યોગ દિને અબુધાબીના શેખ ઝાયદ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે લોકોના આવવા જવાની સુવિધા પૂરી પાડવા માટે ખાસ બસ દોડવાની જાહેરાત કરી છે, જેથી લોકો સરળતાથી યોગ દિવસ કાર્યક્રમમાં હાજરી આપી શકે.

    આ યોગ કાર્યક્રમમાં UAE ના મંત્રી શેખ નાહયાન બિન મુબારક અલ નાહયાન મુખ્ય અતિથી તરીકે જોડાશે. આ કાર્યક્રમમાં અબુધાબી સ્પોર્ટ્સ કાઉન્સિલની પણ ભાગીદારી રહેશે.

    ભારતીય મુસ્લિમોનો યોગ વિરોધ

    ઇસ્લામિક રાષ્ટ્રોના મુસ્લિમો તો યોગનું મહત્વ સમજી ચુક્યા છે. પણ ભારત દેશના કેટલાક મુસ્લિમો યોગને હરામ માને છે. ગત વર્ષે એવા કેટલાયે કિસ્સાઓ સામે આવ્યા હતા જેમાં ભારતીય મુસ્લિમોએ યોગને હરામ કહીને તેનો વિરોધ કર્યો હતો.આવા લોકોએ ઇસ્લામિક દેશો અને ત્યાંના મુસ્લિમ નાગરિકો પાસેથી આ મોટી શીખ લેવા જેવી છે કે યોગ માત્ર કોઈ માત્ર ધાર્મિક ક્રિયા નથી, પણ ભારતના યોગ મુનીઓ અને ઋષીઓ દ્વારા વિશ્વને આપેલી એક અમુલ્ય ભેટ છે. જેના થકી આખા જગતનું કલ્યાણ થઇ શકે.

    યોગ બાબતે ભારત વિશ્વ ગુરુ બનીને આખા જગતને યોગ તરફ વાળી રહ્યું છે. સમગ્ર વિશ્વના લોકોને નીરોગી અને લાંબુ આયુષ્ય જીવવા પ્રેરણા આપી રહ્યું છે. વિશ્વ ભરના ઇસ્લામી રાષ્ટ્રો પણ તેમાં અગ્રેસર રહીને યોગનું મહત્વ અને જરૂરીયા સમજીને ભારતે ચીંધેલી કેડી પર ચાલી રહ્યા છે. ઇસ્લામી દેશોના લાખો મુસ્લિમો પણ પોતાના દૈનિક જીવનમાં યોગ કરીને સ્વસ્થ જીવનશૈલી જીવી રહ્યા છે. જે દરેક ભારતીયો માટે ગર્વની વાત છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં