Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમુસ્લિમ કાઉન્સિલમાં ભેગા થયા 150થી પણ વધુ દેશોના પ્રતિનિધિઓ, તજજ્ઞોએ મુસ્લિમોને સલાહ...

    મુસ્લિમ કાઉન્સિલમાં ભેગા થયા 150થી પણ વધુ દેશોના પ્રતિનિધિઓ, તજજ્ઞોએ મુસ્લિમોને સલાહ આપી: પોતાના દેશને વફાદાર રહો, કટ્ટરવાદીઓનો વિરોધ કરો

    મુસ્લિમોની વૈશ્વિક સંસ્થા મુસ્લિમ કાઉન્સિલ દ્વારા સમગ્ર વિશ્વના મુસ્લિમોને સલાહ આપવામાં આવી છે કે તેઓ કટ્ટરવાદને છોડે અને જે-તે દેશના નાગરિક બનીને તેનું સન્માન કરે.

    - Advertisement -

    સંયુક્ત આરબ અમીરાતમાં વિશ્વ મુસ્લિમ કમ્યુનિટી કાઉન્સિલ (TWMCC)નો ચોથો વાર્ષિક સમારંભ યોજાયો હતો. આ બેઠકમાં વિશ્વના 150 જેટલા દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ સમ્મેલનમાં ઇસ્લામિક દુનિયાની એકતા બાબતે પણ ચર્ચા થઈ, જેમાં મુસ્લિમ દેશોના 500થી વધુ ધાર્મિક અને રાજનૈતિક તજજ્ઞોએ ભાગ લીધો હતો. આ બેઠકના મુખ્ય મુદ્દાઓ ઈસ્લામિક જગતની એક્તાની અવધારણા, તક અને પડકારો હતા.

    આ આખુ આયોજન યુએઈના સહિષ્ણુતા અને સહ-અસ્તિત્વ મંત્રી શેખ નાહ્વાાન બિન મુબારક અલ નાહ્વાાનના નેજા હેઠળ થયું હતું. આ TWMCCની ચોથી વાર્ષિક બેઠક હતી જે આઠ અને નવ મે ના રોજ અબુધાબીમાં યોજાઈ હતી.

    આ દરમિયાન સહિષ્ણુતા મંત્રી શેખ નાહ્વાાન બિન મુબારકે કહ્યું કે “મુસ્લિમ દુનિયાનો આધાર વિજ્ઞાન હોવો જોઈએ. હુ તજજ્ઞ તો નથી પરંતુ ઈસ્લામ જ્ઞાન અને વિજ્ઞાનનો મઝહબ છે.” વધુમાં તેમણે ઉમેર્યું કે “માટે જ હુ કહુ છુ કે ઈસ્લામિક એકતાનો પાયો વિજ્ઞાન અને શોધ હોવો જોઈએ.”

    - Advertisement -

    તેમના બોલ્યા બાદ મિસ્ત્રના ધાર્મિક વિષયથી જોડાયેલ મંત્રી ડોક્ટર મોહમંદ મુખ્તાર ગોમાએ એ વાત પણ ઘણું જોર આપ્યું કે “મુસ્લિમ વિશ્વ બે ભાગોમાં વહેંચાયેલું છે પહેલો ભાગ જે તાર્કિક છે જ્યારે બીજો ભાગ કાલ્પનિક છે આ કાલ્પનિક ભાગનો દુરપયોગ કટ્ટરપંથી અને આતંકવાદીઓ કરે છે.”

    તજજ્ઞોએ તર્ક આપ્યો કે દેશભક્તિ અને પોતાના દેશ માટેની વફાદારી મુસ્લિમોને એક ઝંડા નીચે એક ‘ખિલાફત’માં લાવવાની ધારણાને તોડવી જોઈએ, જે કામ વિસ્તારવાદી અને અતિહિંસક સંગઠન આઈએસઆઈએસ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

    સ્થાનિક મિડીયા રિપોર્ટ પ્રમાણે, ડોક્ટર મોહમંદ મોખ્તાર ગોમાએ કહ્યું કે “એક મુસ્લિમ વિશ્વની અવધારણા પર બે વિચાર હોઈ શકે. પહેલો એ જે તાર્કિક રીતે કાર્ય કરે જે આજે આપણે આ કોન્ફરન્સમાં પ્રતિનિધિઓ દ્વારા કરી રહ્યા છીએ અને બીજુ અશક્ય અને કાલ્પનિક છે જેનો ઉપયોગ આતંકવાદી સંગઠનો કરી રહ્યા છે. જેઓનો મુખ્ય ઉદેશ્ય મુસ્લિમોને એક ઝંડા નીચે અને એક દેશમાં લાવવાનો છે.

    વધુમાં તેઓ એ કહ્યું કે “આજના સમયમાં, કોઈ પણ દેશમાં રહેનારા મુસ્લિમો પોતાની એકતા કરતા પોતે તે દેશને વફાદાર રહે તે ખૂબ જરૂરી છે. મુસ્લિમો એક રાષ્ટ્રમાં રહે તે બાબત મુસ્લિમો માટે ખતરનાક સાબિત થઈ રહી છે.” કુરાન બાબતે તેમણે કહ્યું કે “કુરાનને મૂળ સ્વરૂપે સમજવું જરુરી છે નહી કે ચરમપંથીઓ તેની આયાતોનો ઉપયોગ કરે છે તે સંદર્ભે.”

    મોહમંદ મોખ્તારે કહ્યું કે “દરેક મુસ્લિમે પોતાના દેશનું સન્માન કરવું જોઈએ ભલે તે દેશ મુસ્લિમ બહુસંખ્યક હોય કે ત્યા મુસ્લિમ અલ્પ સંખ્યક હોય. આ ઉપરાંત ફતવાઓ પણ જે તે દેશની પરિસ્થિતિ પ્રમાણે બદલવા જોઈએ. કોઈ કુરાનને બાળશે તેઓ સામે પણ આપણે મજબૂતીથી લડીશું પરંતુ સાથે સાથે જે લોકો કુરાનનો દુરપયોગ કરે છે તેઓનો પણ વિરોધ કરીશું. એ પણ અશક્ય છે કે મુસ્લિમો એક ઝંડા નીચે આવે, એક શાસન નીચે આવે.”

    આ સિવાય તેમને ઈશનિંદાનુ વધતું અપરાધિકરણ પર પણ ધ્યાન કેન્દ્રીત કરવા બાબતે જોર આપ્યું હતું. સાથે સાથે કટ્ટરપંથીઓ અને આતંકીઓ સામે એક થઈને લડવાની પણ વાત કરી હતી. તેઓએ ઈસ્લામના વિદ્વાનો ને અપીલ કરી હતી કે તેઓ કટ્ટરપંથીઓ ને ખુલ્લા પાડે.

    આ વિશ્વ મુસ્લિમ કમ્યુનિટી કાઉન્સિલ સેક્રેટરી જનરલ મોહમંદ બેચારીએ કહ્યું કે “ઈસ્લામિક દુનિયા ઘણા ભાગોમાં વહેંચાયેલી છે. આ અંતરને ઘટાડવું જરુરી છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં