Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનુપુર શર્માની હત્યા કરવા માંગતા તુર્કીના ISIS આત્મઘાતી બોમ્બર અઝામોવની રશિયામાં ધરપકડ:...

    નુપુર શર્માની હત્યા કરવા માંગતા તુર્કીના ISIS આત્મઘાતી બોમ્બર અઝામોવની રશિયામાં ધરપકડ: ભારતીય એજન્સીઓને મળેલા હતા ઇનપુટ

    એક મોટા અભિયાનમાં, રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસ (FSB) એ ઇસ્લામિક સ્ટેટના (ISIS) આત્મઘાતી બોમ્બરની અટકાયત કરી હતી જે કથિત રીતે ભારતમાં આતંકવાદી હુમલાની યોજના બનાવી રહ્યો હતો. એફએસબીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અટકાયત કરાયેલ ISIS સભ્ય ભારતના શાસક સરકારના એક નેતા સામે આત્મવિસ્ફોટ કરીને આતંકવાદી હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો.

    - Advertisement -

    રશિયન ફેડરલ સિક્યોરિટી સર્વિસ (FSB) એ સોમવારે જણાવ્યું હતું કે તેના અધિકારીઓએ એક આત્મઘાતી બોમ્બરની અટકાયત કરી હતી, જે ISIS આતંકવાદી જૂથનો સભ્ય હતો, જે ભારતના નેતૃત્વના ઉચ્ચ નેતામાંના એક સામે આતંકવાદી હુમલાનું કાવતરું ઘડી રહ્યો હતો. રશિયાની સમાચાર એજન્સી સ્પુટનિકે આ અહેવાલ આપ્યો હતો.

    “રશિયાના FSB એ રશિયામાં પ્રતિબંધિત ઇસ્લામિક સ્ટેટ (IS) આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનના સભ્યની ઓળખ કરી અને તેની અટકાયત કરી, જે મધ્ય એશિયન પ્રદેશના એક દેશનો વતની છે, જેણે ભારતના શાસક સરકારના પ્રતિનિધિઓમાંથી એક સામે પોતાને ઉડાવીને આતંકવાદી કૃત્ય કરવાની યોજના બનાવી હતી.” સત્તાવાળાએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

    1992માં જન્મેલા અઝામોવને IS દ્વારા તુર્કીમાં ભરતી કરવામાં આવ્યો હતો, જ્યાં તેણે તાલીમ લીધી હતી. ISIS આતંકવાદી આઝામોવ માનતો હતા કે ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ પ્રોફેટ મોહમ્મદનું અપમાન કર્યું છે અને તેથી તેની હત્યા કરી દેવી જોઈએ, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

    - Advertisement -

    યોજનાના ભાગરૂપે તેને ભારતીય વિઝા મેળવવા માટે રશિયા મોકલવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે નવી દિલ્હી પહોંચતા તેમને સ્થાનિક સહાયની ખાતરી પણ આપવામાં આવી હતી.

    તેની પૂછપરછ દરમિયાન, અઝામોવે કહ્યું કે તે ઓનલાઈન કટ્ટરપંથી બની ગયો હતો અને તે તેમના કોઈપણ નેતાઓને મળ્યો નથી. તેણે આગળ હણાવ્યું હતું કે તેને ઓપરેશનના બીજા તબક્કાના ભાગરૂપે રશિયા મોકલવામાં આવ્યો હતો, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

    ભારતીય એજન્સીઓને જુલાઈમાં જ અંદેશો આવી ગયો હતો

    27 જુલાઈના રોજ એક વિદેશી આતંકવાદ વિરોધી એજન્સીએ ભારતને રશિયામાં પકડાયેલા બોમ્બર વિશે માહિતી આપી હતી. એજન્સીએ જણાવ્યું હતું કે કિર્ગિસ્તાન અને ઉઝબેકિસ્તાનના બે આત્મઘાતી બોમ્બર ભારતમાં આતંકવાદી હુમલા માટે તૈયાર હતા, એમ સૂત્રોએ જણાવ્યું હતું. તેમાંથી એક તુર્કીનો હતો.

    સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતને કહેવામાં આવ્યું હતું કે તેઓ રશિયા દ્વારા આવશે અને તેમની વિઝા અરજી ઓગસ્ટમાં મોસ્કોમાં રશિયન દૂતાવાસ અથવા અન્ય કોન્સ્યુલેટમાં જશે. આ વિગતો રશિયા સાથે પણ શેર કરવામાં આવી હતી, જેના કારણે રશિયન ફેડરલ સિક્યુરિટી સર્વિસ (FSB) દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

    “એ વાત પ્રસ્થાપિત કરવામાં આવી છે કે એપ્રિલથી જૂન 2022ના સમયગાળામાં એક વિદેશી, જ્યારે તુર્કી પ્રજાસત્તાકના પ્રદેશ પર હતો, ત્યારે ઇન્ટરનેશનલ આતંકવાદી સંસ્થા ‘IS’ ના એક નેતા દ્વારા આત્મઘાતી બોમ્બર તરીકે ભરતી કરવામાં આવી હતી.” રશિયન સિક્યોરિટી એજન્સીના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, “તેમનો ભરતી દૂરસ્થ રીતે મેસેન્જર ટેલિગ્રામના એકાઉન્ટ્સ અને ઈસ્તાંબુલમાં વ્યક્તિગત મીટિંગ દરમિયાન આતંકવાદી સંગઠનના પ્રતિનિધિ દ્વારા કરવામાં આવી હતી.”

    ભારતમાં ISIS

    ISIS અને તેના તમામ અભિવ્યક્તિઓને આતંકવાદી સંગઠન તરીકે સૂચિત કરવામાં આવ્યા છે અને કેન્દ્ર સરકાર દ્વારા ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967ની પ્રથમ સૂચિમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

    કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ISIS પોતાની વિચારધારાનો પ્રચાર કરવા માટે વિવિધ ઇન્ટરનેટ આધારિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યું છે. સંબંધિત એજન્સીઓ દ્વારા આ સંદર્ભમાં સાયબર સ્પેસ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે અને કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં