હવે તો લગભગ ભારતમાં જ નહિ પરંતુ વૈશ્વિક લેવલે સૌ જાણતા થઇ ગયા છે કે ભારત દેશ, હિંદુ ધર્મ અને ખાસ કરીને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કોઈકને કોઈક રીતે બદનામ કરવા માટે એક ટૂલકિટ ગેંગ કાર્ય કરી રહી છે. હવે આ બાબત ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે જયારે ટ્વિટર પર ખોટા વિડીયો અને ફોટાનો ઉપયોગ કરીને PM નરેન્દ્ર મોદી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો.
ટ્વિટર પર અમુક અકાઉન્ટ્સ દ્વારા પીએમ મોદીની આ તસ્વીરો પોસ્ટ કરીને દાવો કરવામાં આવ્યો કે મોદી નમાજ પઢતા શીખી રહ્યા હતા. સાથે તેમની ઉપર ટિપ્પણી પણ કરવામાં આવી હતી.
જોકે, સોશિયલ મીડિયા પર આ તસ્વીરો વાયરલ થયાના થોડા સમયમાં જ અન્ય ટ્વિટર યુઝરોએ સાચી તસ્વીરો અને વિડીયો અપલોડ કરીને સ્પષ્ટતા કરી હતી અને જુઠ્ઠાણું ઉઘાડું પાડ્યું હતું. જાણીતા ટ્વિટર યુઝર અંકુર સિંહે આખી ઘટનાનો પૂરો વિડીયો જોડીને આ વાત સાબિત કરી હતી.
Propaganda tweet is Deleted now.
— Ankur Singh (@iAnkurSingh) February 17, 2023
PM Modi was recieving a Mala, not offering Namaz.
Hope others running this fake propaganda also deletes it. pic.twitter.com/8et52dqyUQ
વીડિયોમાં જોઈ શકાય છે કે PM મોદી ત્યાં નમાજ પઢતા નથી શીખી રહ્યા પરંતુ ઇસ્લામિક ધર્મગુરુ તેમને એક માળા ભેટ આપી રહ્યા હતા એ સ્વીકારી રહ્યા હતા.
આ ઉપરાંત, પીએમ મોદીનો અન્ય એક વિડીયો પણ શૅર કરવામાં આવ્યો હતો અને અપપ્રચાર ફેલાવવામાં આવ્યો હતો. આ વીડિયોમાં મોદી કહેતા સંભળાય છે કે, “અલ્લા તાલાને મુજે કામ દિયા હૈ, કરતા રહેતા હું.” જોકે, આ વિડીયો પણ અધૂરો હતો અને તેઓ અન્ય વ્યક્તિનો ઉલ્લેખ કરીને આ વાત જણાવી રહ્યા હતા. આ વિડીયો મોદી મુખ્યમંત્રી હતા તે સમયનો હતો.
Toolkit gang is busy spreading propaganda against PM Modi
— Hardik (@Humor_Silly) February 17, 2023
They are just another branch, helping Liberals and Congress’agenda pic.twitter.com/wf3eOv8Dhv
@Humar_Silly એ આ ટૂંકી કલીપ જ્યાંથી લેવાઈ હતી એ વિડિયોનો આખો ભાગ મુક્યો હતો. જેમાં PM નરેન્દ્ર મોદી એક ઇસ્લામિક ધર્મગુરૂને ટાંકીને કહી રહ્યા છે કે, “…મેં તેમને પ્રાર્થન કરી કે હવે 100 વર્ષ થઇ ગયા, હવે તો રોકાઈ જાવ, હવે તો ભ્રમણ બંધ કરો. પંરતુ તેઓ કહે છે, ‘ના, અલ્લા તાલાને મુજે કામ દિયા હૈ, કરતા રહેતા હું.'”
આમ આ વાક્ય તેઓ પોતાના માટે નહોતા બોલી રહ્યા પરંતુ એક ઇસ્લામિક ધર્મગુરુને ટાંકીને બોલી રહ્યા હતા. પરંતુ વક્તવ્યનો એક નાનકડો ભાગ ખોટી રીતે ટાંકીને વિડીયો શૅર કરવામાં આવ્યો હતો.