મા કાળી અંગે ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાની ટિપ્પણી મામલે વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. દરમિયાન, ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદે શનિવારે (9 જુલાઈ 2022) પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શનો કર્યાં હતાં. ભાજપે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીને સવાલ કરતા કહ્યું હતું કે તેઓ ક્યાં સુધી હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડનાર મહુઆ મોઇત્રાનો બચાવ કરશે.
આ સાથે પાર્ટીએ તારાપીઠ મંદિરના સચિવ તારામય મુખર્જીનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે મા કાળી પર મહુઆ મોઇત્રાની ટિપ્પણી અંગે ટીકા કરી છે. બંગાળ ભાજપે એક પોસ્ટ શેર કરી, જેમાં લખવામાં આવ્યું છે કે, “તારામંદિર પીઠના સચિવ તારમય મુખર્જીએ મા કાળીનું ઘૃણાસ્પદ ચિત્રણ કરવા બદલ ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાની નિંદા કરી. શાસ્ત્રોની જાણકારી વિના નિવેદનો કરવા બદલ મંદિરના પૂજારીએ તેમની ટીકા કરી છે.
Taramoy Mukherjee, Secretary of Tarapith Temple has now slammed TMC MP Mohua Moitra’s obnoxious characterisation of Maa Kaali. The priest of the temple has criticised her for making statements without knowing the Shastras!
— BJP Bengal (@BJP4Bengal) July 9, 2022
How long will Mamata Banerjee continue to defend Moitra? pic.twitter.com/IgeRBYig6w
તારામય મુખર્જી અનુસાર, શાસ્ત્રોમાં ક્યાંય એવું નથી લખ્યું કે દેવી માંસ અને દારૂનું સેવન કરે છે. આવું કહેવાની શાસ્ત્રોમાં કોઈ પરવાનગી નથી. કરક સુધા નામનું પીણું દેવીને અર્પણ કરવામાં આવે છે. પરંતુ આ પીણું પણ તાંત્રિક મંત્રોના જાપ અને શુદ્ધિકરણ પછી જ અર્પણ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે મંગળવારે (5 જુલાઈ, 2022) ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘કાલી’ના પોસ્ટરને લગતા વિવાદ વચ્ચે ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ કહ્યું હતું કે, કાળીના અનેક રૂપ છે અને તેમના માટે મા કાળીનો અર્થ માંસ અને શરાબ સ્વીકાર કરનાર દેવી થાય છે. જોકે, ટીએમસીએ સાંસદના આ નિવેદનની ટીકા કરી હતી અને મહુઆ મોઈત્રાનું અંગત નિવેદન ગણાવીને છટકબારી શોઘી લીધી હતી. પાર્ટીએ કહ્યું કે, મહુઆ મોઈત્રા દ્વારા આપવામાં આવેલ નિવેદન અને મા કાળીને લઈને અભિવ્યક્ત કરવામાં આવેલ વિચારો તેમના વ્યક્તિગત છે અને પાર્ટી કોઈ પણ રીતે તેનું સમર્થન કરતી નથી.
જોકે, મહુઆ મોઈત્રા આટલેથી જ અટક્યાં ન હતાં અને કહ્યું હતું કે, “હું એવા ભારતમાં રહેવા માંગતી નથી જ્યાં માત્ર ભાજપનો પિતૃસત્તાક બ્રાહ્મણવાદી દૃષ્ટિકોણ પ્રભુત્વ ધરાવશે અને બાકીના ધર્મ આસપાસ ઘૂમતા રહેશે. હું મારા મૃત્યુ સુધી મારા નિવેદનનો બચાવ કરતી રહીશ. તમે ચાહે ગમે તેટલી FIR નોંધાવો, હું દરેક વખતે કોર્ટમાં સામનો કરીશ.”