કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ 4 લોકોની અટકાયત કરી છે. આ કાર્યવાહી આ કેસમાં અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી છે. મળતી માહિતી અનુસાર, આ ચાર લોકોમાં મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષનું નામ પણ સામેલ છે. આ સિવાય બિપ્લવ સિંહા (વેન્ડર), સુમન હજારા (વેન્ડર) અને અફસર અલી (સંદીપ ઘોષના વધારાના સુરક્ષા કર્મચારી)ની પણ અટકાયત કરવામાં આવી છે. બીજી તરફ એક TMC નેતાની ધમકી પણ સામે આવી છે. પ્રદર્શન કરી રહેલા ડોકટરોને તેમણે ધમકી આપી છે. જોકે, પાર્ટીએ તેમને સસ્પેન્ડ કર્યા છે.
માહિતી અનુસાર, પશ્ચિમ બંગાળમાં છેલ્લા ઘણા સમયથી ડોકટરો પ્રદર્શન પર ઉતર્યા છે. તેવામાં એક TMC નેતાની ધમકી પણ સામે આવી હતી. તેમણે પ્રદર્શન કરી રહેલા ડોકટરોને ધમકી આપી. બંગાળ ભાજપના આધિકારિક X હેન્ડલ પર તેમનો વિડીયો પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો. વિડીયો વાયરલ થયા બાદ તૃણમૂલ કોંગ્રેસે કાર્યવાહી આદરી હતી અને તે નેતાને એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. તે TMC નેતાનું નામ આતિશ સરકાર હોવાનું સામે આવ્યું છે. TMCએ તેમને એક વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે.
While the entire nation and West Bengal are demanding justice for R.G.'s sexual harassment and condemning government failures, TMC leaders are unleashing vile threats.
— BJP West Bengal (@BJP4Bengal) September 1, 2024
TMC goons, emboldened by Mamata Banerjee's call to 'create chaos,' are now threatening to deface homes with… pic.twitter.com/pjWUWWdvWG
નોર્થ 24 પરગણાના અશોક નગરના રહેવાસી TMC નેતા આતિશે પ્રદર્શનકારીઓને ધમકાવતા કહ્યું હતું કે, “તમે લોકો જે દીદીને ગાળો આપી રહ્યા છો, તેમનું ચરિત્ર હનન કરવામાં લાગ્યા છો. જો અમે તમારી મા-બહેનોના અશ્લીલ પોસ્ટર બનાવીને દીવાલો પર લગાવી દઇશું તો, તેને તમે હટાવી પણ નહીં શકો. હું તમારી મા-બહેનોનો એડિટેડ ફોટો તમારા દરવાજા પર લગાવીશ તો તમે ઘર બહાર પણ નહીં નીકળી શકો.. જાળવી જાઓ. TMC લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. જો અમે આ વિસ્તારમાં ફરવાનું શરૂ કરી દીધું તો શું તમે તમારા ઘરેથી પણ નીકળી શકશો.”
નોંધનીય છે કે, 9 ઑગસ્ટના રોજ કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં નાઈટ ડ્યુટી દરમિયાન મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં જ્યારે અન્ય તબીબો ન્યાયની માંગણી સાથે વિરોધ કરવા માટે બહાર આવ્યા હતા ત્યારે તેમને ઉપદ્રવીઓએ ધાકધમકી આપી હતી. હોસ્પિટલમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. આ પછી TMC પર ઘણા સવાલો ઉભા થયા હતા અને પગલાં ન લેવા બદલ મમતા સરકારની ટીકા થઈ હતી. દરમિયાન, આતિશ સરકાર તરફથી આ ધમકી આવી હતી પરંતુ પાર્ટીએ આના પર કાર્યવાહી કરી અને એક વર્ષ માટે નેતાને પાર્ટીની પ્રવૃત્તિઓમાંથી દૂર કરી દીધા છે.