Saturday, November 23, 2024
More
    હોમપેજદેશTMCના મહિલા નેતાએ નેશનલ ટેલીવિઝન પર સંદેશખાલીની પીડિતાઓના બળાત્કારના વિડીયો માંગ્યા: કહ્યું-...

    TMCના મહિલા નેતાએ નેશનલ ટેલીવિઝન પર સંદેશખાલીની પીડિતાઓના બળાત્કારના વિડીયો માંગ્યા: કહ્યું- બળાત્કાર થયો હોય તો ફૂટેજ બતાવો

    TMCના પ્રવક્તા જુહી વિશ્વાસે પશ્ચિમ બંગાળમાં સંદેશખાલી વિશે વાત ન કરતા, ઉત્તર પ્રદેશના હાથરસનો મુદ્દો ઉછાળ્યો હતો. સપ્ટેમ્બર 2020 માં હાથરસમાં બનેલી ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાંથી એક પણ વિડીયો કે એક પણ ફૂટેજ સામે આવ્યો નથી, જેમાં બળાત્કાર થયો હોય.

    - Advertisement -

    પશ્ચિમ બંગાળના 24 પરગણા સ્થિત સંદેશખાલીમાં જ્યાં એક તરફ TMCના નેતા શાહજહાં શેખના આતંકથી ત્રસ્ત મહિલાઓ પોતાની પીડા ઠાલવી રહી છે, ત્યાં બીજી તરફ TMC નેતાએ આ બળાત્કારની ઘટનાઓને લઈને ઉલટું પીડિતો પર આરોપ લગાવી રહી છે. તાજેતરના ‘દુરદર્શન ન્યુઝ’ના એક ડિબેટ શોમાં TMCના પ્રવક્તાએ પીડિત મહિલાઓનું અપમાન કરીને પોતાની અને પોતાની સંવેદનહિનતા છતી કરી છે. આ બાદ પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટીને લોકોએ અવળ હાથે લીધી છે.

    TMCના પ્રવક્તા જુહી વિશ્વાસે પશ્ચિમ બંગાળમાં સંદેશખાલી વિશે વાત ન કરતા, ઉત્તર પ્રદેશના હાથરસનો મુદ્દો ઉછાળ્યો હતો. સપ્ટેમ્બર 2020 માં હાથરસમાં બનેલી ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તે સાબિત થઈ ગયું હતું કે ત્યાં બળાત્કાર થયો હતો. તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાંથી એક પણ વિડીયો કે એક પણ ફૂટેજ સામે આવ્યો નથી, જેમાં બળાત્કાર થયો હોય. આના પર એન્કર રીમા પરાશરે તેમને ટોકીને પૂછ્યું કે શું તેઓ ઈચ્છે છે કે રેપના ફૂટેજ હવે જાહેર થાય?

    આ પછી જુહી વિશ્વાસે ભાજપને ઘેરવાનું શરૂ કર્યું હતું. નોંધનીય છે કે જુહી વિશ્વાસ માત્ર TMCની મહિલા પાંખની મહાસચિવ જ નથી, પરંતુ કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 81ના કાઉન્સિલર પણ છે. તેમણે ડીડી ન્યૂઝના શો ‘5 કી પંચાયત’માં આ વિવાદિત નિવેદન આપ્યું છે. આ વાત ઘણી ચોંકાવનારી છે કે બળાત્કારના આરોપને સાબિત કરવા માટે મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટીની મહિલા નેતા નેશનલ ટેલીવીઝન પર રેપના વિડીયો ફૂટેજ જાહેર કરવાની માંગ કરી રહી છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે TMC નેતા શિબુ હઝરાની પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં ધરપકડ કરવામાં આવી છે. તે આટલા દિવસો સુધી સંદેશખાલીમાં છુપાઈને રહેતો હતો. તેની ધરપકડ બાદ તેને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. આ દરમિયાન એક પીડિત મહિલાએ મેજિસ્ટ્રેટની સામે રેપ કેસમાં પોતાનું નિવેદન નોંધાવ્યું હતું, ત્યારબાદ શિબુ હઝરા વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરમાં રેપની કલમ પણ ઉમેરવામાં આવી છે. મુખ્ય આરોપી TMC નેતા શેખ શાહજહાં હજુ ફરાર છે. તેને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો નજીકનો વ્યક્તિ માનવામાં આવે છે.

    પશ્ચિમ બંગાળના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) રાજીવ કુમારે જણાવ્યું હતું કે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR)માં બળાત્કારની કલમો ઉમેરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ મહિલાએ પોલીસ સમક્ષ બળાત્કારનું કોઈ નિવેદન આપ્યું ન હતું, પરંતુ તેણે ક્રિમિનલ પ્રોસિજર કોડ (સીઆરપીસી)ની કલમ 164 હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપ્યું હતું. રાષ્ટ્રીય મહિલા આયોગે સંદેશખાલીમાં મહિલાઓને ટેકો જાહેર કર્યો છે અને તેમને ન્યાય આપવાનું વચન આપ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં