દિલ્હીના રાજેન્દ્ર નગર વિસ્તારમાં આવેલા એક કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં શનિવારે (27 જુલાઈ) રાત્રે અચાનક ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતાં ત્રણ વિદ્યાર્થીઓનાં કરુણ મોત થયાં છે. આ તમામ UPSCની તૈયારી કરતા હતા. મૃતકોમાં 2 વિદ્યાર્થિની હતી અને એક વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.
મામલાની વધુ વિગતો અનુસાર, દિલ્હી ફાયર સર્વિસને શનિવારે સાંજે લગભગ સાત વાગ્યે રાજેન્દ્ર નગરના Rau’s IAS સ્ટડી સર્કલના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયું હોવાની જાણ કરતો કૉલ મળ્યો હતો. ત્યારબાદ રેસ્ક્યુ ઑપરેશન માટે પાંચ ફાયર ટેન્ડરો લગાવવામાં આવ્યાં. ઉપરાંત, NDRFની ટીમને પણ બોલાવવામાં આવી હતી.
ઘટના બની ત્યારે કોચિંગ સેન્ટરમાં લગભગ 30 વિદ્યાર્થીઓ હાજર હતા, જેઓ વાંચન માટે ત્યાં આવ્યા હતા. જેમાંથી 13થી 14 વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા અને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યારે બાકીના જાતે જ બચીને ભાગી છૂટ્યા હતા. પરંતુ ત્રણ વિદ્યાર્થીઓને ન બચાવી શકાયા. બચાવકાર્ય કરનારાઓએ પહેલાં 10:30 વાગ્યે, પછી 11:20 વાગ્યે અને ત્યારબાદ મોડી રાત્રે એમ ત્રણેય મૃતદેહો બહાર કાઢ્યા હતા.
મૃતકોની ઓળખ તાનિયા સોની (25), શ્રેયા યાદવ (25) અને નેવીન ડાલ્વિન (28) તરીકે થઈ છે. તાનિયા અને શ્રેયા UPનાં વતની હતાં, જ્યારે નેવીન કેરળનો રહેવાસી હતો.
સ્થળ પર હાજર વિદ્યાર્થીઓએ કહ્યું કે, બેઝમેન્ટમાં કોચિંગ સેન્ટરની લાઇબ્રેરી આવેલી છે, જ્યાં તેઓ સેલ્ફ સ્ટડી માટે જતા હતા. નજરે જોનારાઓએ કહ્યું કે, ભારે વરસાદ બાદ થોડી જ મિનિટોમાં 10થી 12 ફીટ પાણી ભરાઈ ગયું હતું અને તેના કારણે વિદ્યાર્થીઓને નીકળવાની તક ન મળી. રાજેન્દ્ર નગરમાં સાંજે 5:30થી 8:30 સુધીમાં 31.5 mm વરસાદ વરસી ગયો હોવાનું જાણવા મળ્યું છે.
#WATCH | Delhi: On the Old Rajender Nagar incident, BJP MP Bansuri Swaraj says, "These children came here to create their future. But the government of CM Arvind Kejriwal and MLA Durgesh Pathak did not listen to any requests of the local people. People had been asking Durgesh… pic.twitter.com/5JgVzLkU05
— ANI (@ANI) July 27, 2024
ઘટના બાદ દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર તેમજ MCDની બેદરકારી પર પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે. ભાજપ સાંસદ બાંસુરી સ્વરાજે કહ્યું કે, “આ વિસ્તારના લોકોએ સતત AAP ધારાસભ્ય દુર્ગેશ પાઠકને રાજેન્દ્ર નગર વિસ્તારમાં નાળાની સફાઈ કરવા માટે રજૂઆત કરી હતી, પણ કોઈએ તેમનું સાંભળ્યું ન હતું. આ ઘટના માટે આ જ કારણ જવાબદાર છે. દુર્ગેશ પાઠકને વારંવાર વિનંતીઓ કરવામાં આવી, પણ ડ્રેનેજની સફાઈ ન થઈ. વિદ્યાર્થીઓને કરંટ લાગે છે, પાણીમાં ડૂબે છે…..તેઓ અહીં અભ્યાસ કરવા માટેઆવે છે પણ આમ આદમી પાર્ટીની સરકાર તરફથી આ બધું મળી રહ્યું છે. આ મૃત્યુ માટે કેજરીવાલ અને દુર્ગેશ પાઠક જવાબદાર છે.”
On Rajender Nagar Incident,
— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) July 28, 2024
"It is not just an accident, it is a murder committed by the Aam Aadmi Party. It is criminal negligence… The question is who will take the responsibility… There have been several deaths. Do the lives of the people of Delhi hold no value? Arvind… pic.twitter.com/25gV3NbzNr
ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું કે, “આ અકસ્માત નહીં પણ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલી હત્યા છે. આ ગુનાહીત બેદરકારી છે. થોડા દિવસ પહેલાં UPSC પરીક્ષાર્થીનું કરન્ટના કારણે મોત થયું હતું. શું દિલ્હીવાસીઓના જીવની કોઇ કિંમત નથી? અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની પ્રાથમિકતા છે- માત્ર પ્રેસ કૉન્ફરન્સ કરો, જાહેરાતો આપો અને દોષારોપણ કરો. તેના કારણે અવ્યવસ્થા સર્જાય છે અને હવે તે જીવલેણ બની ચૂકી છે. આના માટે આમ આદમી પાર્ટી સંપૂર્ણ જવાબદાર છે. તેમની પ્રાથમિકતા કેજરીવાલને દારૂ કૌભાંડમાંથી બચાવવાની છે, જનતાના જીવની કોઇ ચિંતા નથી.”