Thursday, July 4, 2024
More
    હોમપેજક્રાઈમએક જ ઓળખપત્ર પર અલગ-અલગ ફોટો: બોગસ આધાર કાર્ડના આધારે સંસદ ભવનમાં...

    એક જ ઓળખપત્ર પર અલગ-અલગ ફોટો: બોગસ આધાર કાર્ડના આધારે સંસદ ભવનમાં ઘૂસી રહ્યા હતા કાસિમ, મોનિસ અને શોએબ, CISFની સતર્કતાથી ઝડપાયા

    સંસદ ભવનના ત્રણ નંબરના ગેટ પર કેટલાક લોકો એન્ટ્રી લઈ રહ્યા હતા. આ દરમિયાન સુરક્ષામાં હાજર CISFના જવાનો તેમના ઓળખપત્રો તપાસી રહ્યા હતા. તેવામાં ત્રણ જણા શંકાસ્પદ લાગતાં સુરક્ષા કર્મચારીઓએ તેમના ઓળખપત્રોની બારીકાઇથી તપાસ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે ત્રણેય જણાએ આપેલા આધાર કાર્ડ બનાવટી છે.

    - Advertisement -

    આમ તો બનાવટી ઓળખપત્રો અને દસ્તાવેજો બનાવવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહેતા હોય છે. પરંતુ તાજેતરમાં સામે આવેલી ઘટના આવાં ખોટાં ઓળખપત્રો કઈ હદે ગંભીર પરિણામો લાવી શકે તેનું ઉદાહરણ છે. વાસ્તવમાં દેશની રાજધાની દિલ્હી ખાતે બનેલા નવા સંસદ ભવનમાં કેટલાક લોકોએ બનાવટી આધાર કાર્ડ બતાવીને અંદર ઘૂસવાનો પ્રયત્ન કર્યો. પરંતુ સુરક્ષામાં હાજર CISFના જવાનોની સતર્કતાથી ત્રણેય લોકોને ઝડપી લેવામાં આવ્યા. ઝડપાયેલા વ્યક્તિઓની ઓળખ કાસિમ, મોનિસ અને શોએબ તરીકે થઈ છે.

    મળતી માહિતી અનુસાર, ઘટના ગત 4 જૂનની છે. અહેવાલોમાં જણાવ્યા અનુસાર, સંસદ ભવનના ત્રણ નંબરના ગેટ પર કેટલાક લોકો એન્ટ્રી લઈ રહ્યા હતા. આ દરમિયાન સુરક્ષામાં હાજર CISFના જવાનો તેમના ઓળખપત્રો તપાસી રહ્યા હતા. તેવામાં ત્રણ જણા શંકાસ્પદ લાગતા સુરક્ષા કર્મચારીઓએ તેમના ઓળખપત્રોની બારીકાઇથી તપાસ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે ત્રણેય જણાએ આપેલા આધારકાર્ડ બનાવટી છે. ઘટનાની જાણ થતાં જ સિક્યુરીટી એલર્ટ પર આવી ગઈ. ત્રણેય લોકોની તાત્કાલિક ધરપકડ કરી લેવામાં આવી. ત્રણેયની ઓળખ કાસિમ, મોનિસ અને શોએબ તરીકે થઇ છે. હાલ ત્રણેય આરોપીઓને દિલ્હી પોલીસને સોંપી દેવામાં આવ્યા છે.

    આધાર નંબર એક, ફોટા અલગ

    ઉલ્લેખનીય છે કે આ ત્રણેય આરોપીઓ પાસેથી જપ્ત કરવામાં આવેલા ત્રણેય આધાર કાર્ડના નંબર સરખા હતા. સરનામાં સહિતની મહત્વની માહિતી સાથે આરોપીઓએ તેની સાથે છેડછાડ કરી હતી. ત્રણેય વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો અંતર્ગત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તેઓ ડીવી પ્રોજેક્ટ લિમિટેડ અંતર્ગત શાહનવાઝ આલમ નામના કોન્ટ્રકટર પાસે કામ કરી રહ્યા હતા. આ મામલે પોલીસે FIR નોંધી તપાસ આદરી છે.

    - Advertisement -

    FIRમાં જણાવ્યા અનુસાર આરોપીઓ પૈકીના કાસિમનું આધારકાર્ડ લઈને તેમાંથી અલગ-અલગ કૉપી બનાવવામાં આવી હતી. FIRમાં જણાવ્યા અનુસાર કાસિમ ઉત્તર પ્રદેશના અમરોહાનો રહેવાસી છે. શોએબે પોતાના આધાર કાર્ડમાં તે ઉત્તર પ્રદેશના હાપુડનો રહેવાસી હોવાનું દર્શાવ્યું છે. ત્રણેયના આધાર કાર્ડમાં આધાર નંબર સરખા હતા. ઝડપાયેલા તમામ આરોપીઓ અંદાજે 18 વર્ષના હોવાનું જાણવા મળ્યું છે. સુરક્ષા દળોને તેમની પાસે કેઝ્યુઅલ એન્ટ્રી માટે પાસ પણ મળી આવ્યા છે. પ્રાથમિક તપાસ અનુસાર તેઓ સંસદમાં ચાલી રહેલા નિર્માણ કાર્યમાં મજૂરી કામ કરી રહ્યા હતા.

    સંસદ ભવનમાં બનાવટી આધારકાર્ડ લઈને ઘૂસવા જેવી ઘટનાની ગંભીરતાને લઈને હાલ સંસદ ભવનની સુરક્ષા વધુ કડક કરી દેવામાં આવી છે. બીજી તરફ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તેમણે આ ખોટા આધારકાર્ડ ક્યાં, ક્યારે અને કોની પાસે બનાવડાવ્યા તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ કોન્ટ્રકટર શાહનવાઝ આલમ આ ઘટનામાં સંડોવાયેલો છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં