રાજધાની દિલ્હીથી ચોંકાવનારા સમાચાર સામે આવવાના સતત ચાલુ છે. છેલ્લા મહિનામાં વીજ કરંટ લાગવાથી ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. જોકે, ત્રણેય ઘટનાઓ અલગ-અલગ સ્થળો પર અલગ-અલગ સમયે સામે આવી છે. પરંતુ તમામમાં એક સામ્યતા એ છે કે, આ ત્રણેય ઘટના દિલ્હીમાં બની છે. રાજધાની દિલ્હીના ‘વીજ મંત્રી’ આતિશી મારલેના છે. એ જ આતિશી જે વારંવાર આખા દેશના મુદ્દાઓને લઈને પ્રેસ કૉન્ફરન્સ કરતાં રહે છે અને કેન્દ્ર સરકારને ટાર્ગેટ કરતાં રહે છે. દિલ્હી વીજળી વિભાગની બેદરકારીથી ગયેલી ત્રણ જિંદગીઓની કિંમત આતિશી માટે એક પ્રેસ કૉન્ફરન્સ કરતાં પણ હલકી હશે? પોતાના જ મંત્રાલય હેઠળ આવતા વિભાગોમાં આવી ઘટનાઓ બનવી અને તેમ છતાં દેશના અલગ-અલગ મુદ્દાઓ પર ‘જ્ઞાન’ આપવું કોઈ આતિશી પાસેથી શીખે.
રાજધાની દિલ્હીના સાઉથ પટેલ નગર વિસ્તારમાં તારીખ 23 જુલાઈના રોજ વરસાદ દરમિયાન PG પાસેના લોખંડના ગેટમાં કરંટ આવવાથી UPSCની તૈયારી કરી રહેલા એક વિદ્યાર્થીનું મોત થયું છે. મૃતકની ઓળખ ઉત્તર પ્રદેશના ગાજીપુરમાં રહેનારા 26 વર્ષીય નીલેશ રાય તરીકે થઈ છે. તે માત્ર સિવિલ સર્વન્ટ બનવાનું સપનું લઈને દિલ્હીમાં UPSCની તૈયારી કરવા માટે આવ્યો હતો. ત્રણ વર્ષથી તે પોતાના પરિવારને હિંમત આપીને UPSCની તૈયારી કરી રહ્યો હતો. પરંતુ સ્થાનિક વહીવહી તંત્રની બેદરકારીથી તેનું મોત થયું. તેમ છતાં આતિશી મારલેના તરફથી એક શબ્દ પણ સામે આવ્યો નથી.
-Delhi : 27 June
— Mr Sinha (@MrSinha_) July 24, 2024
-Delhi : 23 July
Both died due to electric current. No one was held accountable in the first case, and it seems unlikely that anyone will be held accountable in this recent case either.
Who says human life is precious? pic.twitter.com/ZA0jwQRIpN
દિલ્હી ભાજપે આ ઘટનાને ‘હત્યા’ ગણાવી છે. દિલ્હી ભાજપ તરફથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરવામાં આવી છે કે, “કેજરીવાલ ગેંગ, UPSC વિદ્યાર્થિની માત્ર એટલી ભૂલ હતી કે, તે તમારા લંડનમાં ભણવા આવ્યો હતો. તેને ખબર નહોતી કે, અહીં માત્ર પ્રેસ કૉન્ફરન્સમાં ચાલતી નકામી સરકાર છે. દેશની રાજધાનીમાં વારંવાર આ પ્રકારની ઘટના બનતી રહે છે. અહિયાં સામાન્ય નાગરિકોની જિંદગીની કોઈ કિંમત નથી. કેજરીવાલ ગેંગ પર હત્યાનો કેસ થવો જોઈએ.”
જોકે, આ એક જ ઘટના બની એવું નથી. આ પહેલાં અન્ય 2 વ્યક્તિઓના મોત વીજ કરંટથી થયા છે. આ ઘટના પહેલાં 27 જૂનના રોજ એક વ્યક્તિનું કરંટ લાગવાથી મોત થયું હતું. તે વ્યક્તિ પણ યુવાન હતો. રસ્તા પર ચાલી રહ્યો હતો અને વીજ પોલની નજીક પહોંચતા કરંટ લાગવાથી ઢળી પડ્યો હતો. તે સમયે પણ દિલ્હી સરકારના મંત્રીઓ તરફથી કોઈપણ સ્પષ્ટતા નહોતી કરવામાં આવી. ત્યારબાદ પણ આવી જ એક ઘટના બનવા પામી હતી.
एक भूल गए आप @MrSinha_ भाई।
— Sagar Kumar “Sudarshan News” (@KumaarSaagar) July 24, 2024
13 जुलाई।
जगह: दिल्ली का भजन पूरा।
34 साल की पूनम की भी करंट लगने से मौत हो गई थी। https://t.co/BMiCBHCWXm pic.twitter.com/EFF8LNS2vT
દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં 34 વર્ષની પૂનમ નામની મહિલા વીજ કરંટ લાગવાથી ઢળી પડી હતી. ત્યારબાદ હવે 23 જુલાઈએ આ નવી ઘટના સામે આવી છે. આટલી બેદરકારી છતાં દિલ્હી સરકારના વીજ મંત્રી આતિશીના પેટનું પાણી નથી હલતું. વારંવાર પ્રેસ કૉન્ફરન્સ યોજીને કેન્દ્ર સરકારના વહીવટ પર આંગળી ઊંચકનાર આતિશીએ ક્યારેય પોતાના મંત્રાલય તરફ ધ્યાન જ નહીં આપ્યું હોય?