Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'ધ વેક્સિન વૉર'ના સ્પેશિયલ સ્ક્રીનીંગમાં દેખાયાં ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા: ઈસ્લામવાદીઓ...

    ‘ધ વેક્સિન વૉર’ના સ્પેશિયલ સ્ક્રીનીંગમાં દેખાયાં ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા: ઈસ્લામવાદીઓ દ્વારા પીડિત નેતાએ કહ્યું- એક વર્ષ બાદ થિયેટર જોયું

    વિવેક અગ્નિહોત્રીએ કહ્યું, “હું જાણું છું કે આ ફિલ્મ વિજ્ઞાન વિશે છે. હું તેને રાજકીય બનાવવા માંગતો નથી. પરંતુ, મેં નૂપુરને સ્ટેજ પર બોલાવી કારણ કે તેણે ઘણી છોકરીઓ અને ભારતીયોને પ્રોત્સાહિત કર્યા છે. તે આધુનિક ભારતની હિંમતવાન મહિલાનું પ્રતિક છે.”

    - Advertisement -

    દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ધ વેક્સીન વોર’ ગુરુવારે (28 સપ્ટેમ્બર, 2023) સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ પહેલા રાજધાની દિલ્હીમાં ફિલ્મના વિશેષ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિલ્હીમાં બીજેપીના પૂર્વ પ્રદેશ પ્રવક્તા નૂપુર શર્માએ પણ ભાગ લીધો હતો.

    Alt ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબૈર દ્વારા તેમને નિશાન બનાવાયા બાદ નૂપુર શર્માને છેલ્લા એક વર્ષથી જેહાદીઓ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. ઝુબૈરની ઉશ્કેરણી પહેલા નૂપુર શર્મા ટીવી ડિબેટનો મુખ્ય ચહેરો હતા. પરંતુ હવે તેમને સુરક્ષા કવચમાં રહેવું પડી રહ્યું છે.

    દિલ્હીમાં ‘ધ વેક્સીન વોર’ની સ્પેશિયલ સ્ક્રીનિંગ બાદ વિવેક અગ્નિહોત્રીએ નૂપુર શર્માને સ્ટેજ પર બોલાવ્યા હતા. એમ પણ કહ્યું કે નૂપુર શર્માએ દેશની છોકરીઓને હિંમતવાન બનવાની પ્રેરણા આપી છે. વિવેક અગ્નિહોત્રીએ કહ્યું, “હું જાણું છું કે આ ફિલ્મ વિજ્ઞાન વિશે છે. હું તેને રાજકીય બનાવવા માંગતો નથી. પરંતુ, મેં નૂપુરને સ્ટેજ પર બોલાવી કારણ કે તેણે ઘણી છોકરીઓ અને ભારતીયોને પ્રોત્સાહિત કર્યા છે. તે આધુનિક ભારતની હિંમતવાન મહિલાનું પ્રતિક છે.”

    - Advertisement -

    ફિલ્મ વિશે બોલતા, નૂપુર શર્માએ ICMR (ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ) ના વૈજ્ઞાનિકોનો આભાર માન્યો અને કહ્યું, “મારે તમારા બધાનો આભાર માનવો છે. તમારા બધાના કારણે અમે ભારતીયો હજુ પણ જીવિત છીએ. હું મારા હૃદયના તળિયેથી તમારો આભાર માનું છું. Bharat Can Do It.”

    સ્ક્રિનિંગ દરમિયાન નૂપુર શર્માને જોઈને પત્રકાર સ્વાતિ ગોયલ શર્માએ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ‘X’ પર લખ્યું, “આજે ફિલ્મ ‘ધ વેક્સીન વોર’ના સ્ક્રિનિંગમાં નૂપુર શર્માને મહેમાન તરીકે જોઈને આનંદથી આશ્ચર્ય થયું. વિવેક અગ્નિહોત્રીની કોરોના રસી પરની ફિલ્મ અને નૂપુર શર્માને તેમનું આમંત્રણ અદ્ભુત હતું. નૂપુરે કહ્યું કે તે એક વર્ષથી વધુ સમય બાદ થિયેટરમાં આવી છે.”

    સ્વાતિ ગોયલ શર્માએ આગળ લખ્યું, “જ્યારે થિયેટરમાં હાજર દરેક વ્યક્તિ નૂપુર શર્મા માટે તાળીઓ પાડી રહ્યો હતો, તે ક્ષણ ખૂબ જ સ્પર્શી ગઈ હતી. ભારતીય વૈજ્ઞાનિકોની ઐતિહાસિક સિદ્ધિ પર મહત્વની ફિલ્મ બનાવવા બદલ વિવેક અને તેની ટીમને અભિનંદન. તમારા બાળકોને આ ફિલ્મ બતાવો, તેઓ તેનાથી પ્રેરિત થશે.”

    પત્રકાર સાગર કુમારે ‘X’ પર લખ્યું, “આપણે ન તો ભૂલ્યા છીએ અને ન તો ભૂલીશું. ગઈ કાલે પણ ડંકાની ચોટે દીદી સાથે ઉભા હતા અને આજે પણ. આજે મને સારું લાગ્યું જ્યારે દીદીએ કહ્યું, સાગર, મારે તારી સાથે ફોટો પડાવવો છે.”

    ઈસ્લામવાદીઓના ટાર્ગેટ પર છે નૂપુર શર્મા

    ઉલ્લેખનીય છે કે મે 2022માં કાશીમાં સ્થિત જ્ઞાનવાપી માળખાંને લઈને ટીવી ડિબેટ ચાલી રહી હતી. આ દરમિયાન તસ્લીમ અહેમદ રહેમાની વારંવાર હિંદુ દેવી-દેવતાઓ વિશે અયોગ્ય ટિપ્પણી કરી રહ્યા હતા. આ અંગે ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ રહેમાનીને જવાબ આપતા પૂછ્યું કે ઈસ્લામિક પુસ્તકોમાં જે બાબતોનો ઉલ્લેખ છે જો હું તે આ બધું અહીં કહું તો તેને કેવું લાગશે?

    ‘Alt ન્યૂઝ’ના સ્થાપક મોહમ્મદ ઝુબૈરે આ ટીવી ડિબેટની ક્લિપમાંથી રહેમાનીના નિવેદનને કાપી નાખ્યું અને નૂપુર શર્માનું નિવેદન સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તે પયગંબર મોહમ્મદનું અપમાન કરી રહી છે. આ પછી, ઇસ્લામીઓએ નૂપુર શર્માને જાનથી મારી નાખવાની ધમકી સહિત વિવિધ ધમકીઓ આપવાનું શરૂ કર્યું. કેટલીક જગ્યાએ તોફાનો થયાના અહેવાલો પણ મળ્યા હતા. આ પછી ભાજપે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. તેની સામે ઘણી જગ્યાએ એફઆઈઆર નોંધવામાં આવી હતી.

    એટલું જ નહીં નૂપુર શર્માને સમર્થન કરવા બદલ કન્હૈયા લાલ તેલી અને ઉમેશ કોલ્હેની હત્યા કરવામાં આવી હતી. જેહાદીઓની ધમકીઓને કારણે નૂપુર શર્મા હજુ પણ અજ્ઞાત સ્થળે રહેવા મજબૂર છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં