Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટThe Kerala Story બ્લોકબસ્ટર ફિલ્મ, પ્રથમ અઠવાડિયામાં કર્યો 81 કરોડનો બિઝનેસ: ફિલ્મમાં...

    The Kerala Story બ્લોકબસ્ટર ફિલ્મ, પ્રથમ અઠવાડિયામાં કર્યો 81 કરોડનો બિઝનેસ: ફિલ્મમાં ઇસ્લામી ધર્માંતરણનો ભોગ બનેલી યુવતીઓની વાત, 200 કરોડથી વધુ કમાણીની શક્યતા

    ‘ધ કેરાલા સ્ટોરી’ માટે બીજી સફળતા એ છે કે આ ફિલ્મનો મેસેજ હવે વિદેશીઓ સુધી પહોંચશે કારણકે, આજથી (12 મે, 2023) આ ફિલ્મ 37થી વધુ દેશોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય સ્તરે રિલીઝ થઈ છે ત્યારે તેનો બિઝનેસ પણ અનેક ગણો વધશે અને વિષય પર વધુ ચર્ચા પણ થશે.

    - Advertisement -

    ‘ધ કેરાલા સ્ટોરી’એ ભારતીય બોક્સ ઑફિસ પર પોતાનો ડંકો વગાડી દીધો છે. આ ફિલ્મની રિલીઝને એક સપ્તાહ પૂર્ણ થવા આવ્યું છે ત્યારે તેણે 81 કરોડથી વધુનો બિઝનેસ કરી લીધો છે. ટૂંક સમયમાં આ ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, ઇસ્લામી કટ્ટરપંથીઓની વાસ્તવિકતા ઉજાગર કરતી આ ફિલ્મ વામપંથીઓના વિરોધને પાછળ મૂકીને જબરદસ્ત કલેક્શન કરી રહી છે.

    ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શે ‘ધ કેરાલા સ્ટોરી’એ હાંસલ કરેલા માઈલસ્ટોન વિશે જાણકારી આપી હતી. તેમણે ટ્વીટ કરી કે, “ધ કેરાલા સ્ટોરી માટે પહેલું સપ્તાહ અભૂતપૂર્વ રહ્યું. ખાસ કરીને ફિલ્મનું પ્રતિ દિન કલેક્શન ચોંકાવનારું છે. શુક્રવારે 8.03 કરોડ, શનિવારે 11.22 કરોડ, રવિવારે 16.40 કરોડ, સોમવારે 10.07 કરોડ, મંગળવારે 11.14 કરોડ, બુધવારે 12 કરોડ, ગુરુવારે 12.50 કરોડ એટલે કે ભારતમાં કુલ 81.36 કરોડ રૂ.નો બિઝનેસ કર્યો છે.”

    તરણ આદર્શે એવું પણ જણાવ્યું કે, ‘ધ કેરાલા સ્ટોરી’ બ્લોકબસ્ટર ફિલ્મ છે. બીજા વીકેન્ડમાં તે હજુ વધારે કલેક્શન કરશે. ભારતમાં આ ફિલ્મ 250 કરોડ રૂપિયાનો બિઝનેસ કરે તેવી શક્યતા છે.

    - Advertisement -

    37થી વધુ દેશોમાં રિલીઝ થઈ ‘ધ કેરાલા સ્ટોરી’

    ‘ધ કેરાલા સ્ટોરી’ માટે બીજી સફળતા એ છે કે આ ફિલ્મનો મેસેજ હવે વિદેશીઓ સુધી પહોંચશે કારણકે, આજથી (12 મે, 2023) આ ફિલ્મ 37થી વધુ દેશોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય સ્તરે રિલીઝ થઈ છે ત્યારે તેનો બિઝનેસ પણ અનેક ગણો વધશે અને વિષય પર વધુ ચર્ચા પણ થશે. આ વાત વામપંથીઓ/કોંગ્રેસીઓ માટે પચાવવી અઘરી થઈ પડશે કેમકે તેઓ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ‘ધ કેરાલા સ્ટોરી’ બૅન થઈ ગઈ છે તેમ છતાં ફિલ્મ દિવસે ને દિવસે જોરદાર કમાણી કરી રહી છે.

    ફિલ્મની વાર્તા શું છે?

    ‘ધ કેરાલા સ્ટોરી’નું લેખન-નિર્દેશન સુદીપ્તો સેને કર્યું છે અને તેનું નિર્માણ વિપુલ અમૃતલાલ શાહે કર્યું છે. ફિલ્મમાં અદા શર્મા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં એવી હિંદુ યુવતીની વાત છે જેનું તેના મુસ્લિમ મિત્રો દ્વારા બ્રેઈનવોશ કરવામાં આવે છે. બાદમાં યુવતી ઈસ્લામમાં ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ યુવકને પરણે છે. કટ્ટરપંથીઓના એજન્ડાથી અજાણ આ યુવતી ISIS કેમ્પ પહોંચી જાય છે જે તેના જીવનનો સૌથી કપરો સમય બની જાય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં