Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ધ કેરાલા સ્ટોરી’ હવે 37થી પણ વધુ દેશોમાં રિલીઝ માટે તૈયાર: ભારતના...

    ‘ધ કેરાલા સ્ટોરી’ હવે 37થી પણ વધુ દેશોમાં રિલીઝ માટે તૈયાર: ભારતના રાજ્યોમાં પ્રતિબંધ સામે વિદેશીઓ સુધી પહોંચશે ફિલ્મનો મેસેજ, બિઝનેસ મામલે સલમાન-રણબીરથી આગળ

    ‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મમાં મુખ્ય રોલ ભજવી રહેલી અભિનેત્રી અદા શર્માએ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી. અદા શર્માએ લખ્યું કે, “એ કરોડો લોકોનો આભાર જેઓ અમારી ફિલ્મ જોવા જઈ રહ્યા છે.

    - Advertisement -

    ‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મ ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ ખૂબ ચર્ચામાં છે. એક તરફ જ્યાં રાજકારણને લીધે ફિલ્મ પર તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં પ્રતિબંધ લાગ્યો છે, ત્યાં બીજી તરફ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ‘ધ કેરાલા સ્ટોરી’ શુક્રવારે, 12 મે 2023ના રોજ એકસાથે 37થી પણ વધુ દેશોમાં રિલીઝ થવા જઈ રહી છે.

    ‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મમાં મુખ્ય રોલ ભજવી રહેલી અભિનેત્રી અદા શર્માએ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી. અદા શર્માએ લખ્યું કે, “એ કરોડો લોકોનો આભાર જેઓ અમારી ફિલ્મ જોવા જઈ રહ્યા છે. અમારી ફિલ્મને ટ્રેન્ડ બનાવવા માટે અને મારા પરફોર્મન્સની પ્રશંસા કરવા માટે આભાર. આ 12 મેએ ‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મ 37થી પણ વધુ દેશોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે રિલીઝ થવા જઈ રહી છે.”

    ઉલ્લેખનીય છે કે, ‘ધ કેરાલા સ્ટોરી’ જોનારા દર્શકો નિર્માતાઓને આ ફિલ્મ બનાવવા બદલ અભિનંદન આપી રહ્યા છે. હવે આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય સ્તરે રિલીઝ થવાની છે ત્યારે જે પ્રેમ ભારતના દર્શકોએ આપ્યો છે તે પ્રેમ હવે વિદેશી ધરતી પર પણ મળશે. ફિલ્મના માધ્યમથી કટ્ટરપંથી ઇસ્લામ સાથે જોડાયેલો મેસેજ ભારતવાસીઓ સુધી પહોંચ્યો તે હવે વિદેશીઓ સુધી પહોંચશે.”

    - Advertisement -

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 37 દેશોમાંથી અમુક જગ્યાએ ‘ધ કેરળ સ્ટોરી’ હિંદીમાં રિલીઝ કરવામાં આવશે જ્યારે અમુક જગ્યાએ તે હિંદી ઉપરાંત તમિલ ભાષામાં પણ રિલીઝ કરવામાં આવશે. જેમકે, આયર્લેન્ડના લોકો ‘ધ કેરાલા સ્ટોરી’ને માત્ર હિંદીમાં જોઈ શકશે. તો ઇંગ્લેન્ડમાં રહેતા લોકો ફિલ્મને હિંદી અને તમિલ બંને ભાષામાં જોઈ શકશે.

    ‘ધ કેરાલા સ્ટોરી’ને પડકારનારા વામપંથીઓને દાઝ્યા પર ડામ

    ‘ધ કેરાલા સ્ટોરી’ 37 દેશોમાં રિલીઝ થઈ રહી છે ત્યારે કોંગ્રેસ/વામપંથી વિચારધારાના લોકોને દાઝ્યા પર ડામ મળ્યા છે. આવું એટલા માટે કારણકે, આ લોકો પ્રતિબંધ લગાવીને પણ ‘ધ કેરાલા સ્ટોરી’ની સફળતાને અટકાવી શક્યા ન હતા. તુષ્ટિકરણની રાજનીતિને કારણે પશ્ચિમ બંગાળમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તો તમિલનાડુમાં થિએટરના માલિકોને નુકસાનની ધમકી આપીને ફિલ્મ પર બૅન મૂકવામાં આવ્યો હતો. હવે વિશ્વભરમાં ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે ત્યારે આ વામપંથીઓના ભાગે ફક્ત ફિલ્મની સફળતા જોવાનો વારો આવશે.

    ‘ધ કેરાલા સ્ટોરી’ 2023માં હાઈએસ્ટ ઓપનિંગ મેળવનારી પાંચમી હિંદી ફિલ્મ બની

    ‘ધ કેરાલા સ્ટોરી’ રિલીઝ થઈ એ દિવસથી જ વિરોધના વંટોળ વચ્ચે આગળ વધી રહી છે. આ ફિલ્મ 2023માં હાઈએસ્ટ ઓપનિંગ મેળવનારી પાંચમી હિંદી ફિલ્મ બની છે. તો રિલીઝના પાંચમા જ દિવસે ફિલ્મે હાફ સેન્ચ્યુરી પાર કરી છે એટલે કે ફિલ્મે મંગળવાર (9 મે 2023) સુધીમાં 2 રાજ્યોમાં કોઈ કમાણી વગર 56.86 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. હવે 37 દેશોમાં રિલીઝ થયા બાદ ફિલ્મનો મેસેજ પણ વધુ લોકો સુધી પહોંચશે, સાથે ફિલ્મનો બિઝનેસ પણ વધશે. બંને મામલે કોંગ્રેસી/વામપંથી લોકો ઈર્ષ્યામાં બળશે.

    બિઝનેસ મામલે રણબીર-સલમાનની ફિલ્મો કરતાં આગળ નીકળી ગઈ ‘ધ કેરાલા સ્ટોરી’

    મંગળવારે (9 મે 2023) ‘ધ કેરાલા સ્ટોરી’એ 11.14 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. રિલીઝ બાદ પહેલા મંગળવારનું કલેક્શન જોઈએ તો 2023ની આ બીજી સક્સેસફુલ મૂવી છે. પહેલા નંબરે શાહરુખની પઠાણ છે, જેણે 23 કરોડ રૂપિયા કમાણી કરી છે. આ ઉપરાંત, ‘ધ કેરાલા સ્ટોરી’ રણબીરની ‘તૂ ઝૂઠી મૈં મક્કાર’ (6.02 કરોડ રૂપિયા), સલમાન ખાનની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ (6.12 કરોડ રૂપિયા) અને અજય દેવગણની ‘ભોલા’ (4.4 કરોડ રૂપિયા)ના બિઝનેસથી પણ ઘણી આગળ નીકળી ગઈ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં