Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટતમિલનાડુમાં નહીં દર્શાવાય 'ધ કેરાલા સ્ટોરી: થિયેટર એસોશિએશનનો નિર્ણય, કાયદો-વ્યવસ્થાનું કારણ આપ્યું

    તમિલનાડુમાં નહીં દર્શાવાય ‘ધ કેરાલા સ્ટોરી: થિયેટર એસોશિએશનનો નિર્ણય, કાયદો-વ્યવસ્થાનું કારણ આપ્યું

    એક બાજુ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે તેમ છતાં એસોસિએશનનું એવું કહે છે કે આ ફિલ્મને જનરલ પબ્લિક તરફથી ઠંડો પ્રતિસાદ મળ્યો છે એ પણ ફિલ્મ બૅન કરવાનું એક કારણ છે.

    - Advertisement -

    તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ને દેશભરમાંથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. પરંતુ બીજી તરફ તમિલનાડુમાં આ ફિલ્મની સ્ક્રીનિંગ અટકાવી દેવામાં આવી છે. ત્યાંના થિયેટર એસોશિએશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને તેની પાછળ કાયદો-વ્યવસ્થાનું કારણ જણાવવામાં આવ્યું છે.

    ‘ધ કેરાલા સ્ટોરી’ રિલીઝ થઈ એના બે દિવસમાં જ ફિલ્મે જોરદાર કમાણી કરી લીધી છે. આ ફિલ્મ દર્શકોની પ્રશંસાના બળે આગળ વધી રહી છે. એક બાજુ જ્યાં મધ્ય પ્રદેશમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે ત્યાં તમિલનાડુમાં તેના સ્ક્રીનિંગ પર રોક લગાવી દેવામાં આવી છે. રાજ્યના મલ્ટીપ્લેક્સ એસોસિએશને થિએટરોમાં ફિલ્મ રજૂ કરવાની મનાઈ કરી દીધી છે. રિપોર્ટ અનુસાર, એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે રવિવાર (7 મે 2023)થી આખા રાજ્યમાં ધ કેરાલા સ્ટોરી દર્શાવવામાં આવશે નહીં.

    આની પાછળ એસોસિએશને એવું કારણ આપ્યું છે કે ફિલ્મને લીધે કાયદા અને વ્યવસ્થા પર જોખમ ઊભું થઈ શકે છે. એક બાજુ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે તેમ છતાં એસોસિએશનનું એવું કહે છે કે આ ફિલ્મને જનરલ પબ્લિક તરફથી ઠંડો પ્રતિસાદ મળ્યો છે એ પણ ફિલ્મ બૅન કરવાનું એક કારણ છે.

    - Advertisement -

    તમિલનાડુમાં ‘ધ કેરાલા સ્ટોરી’ને લઈને વિરોધ પ્રદર્શન થયા હતા

    તમિલનાડુમાં ઘણાં રાજકીય સંગઠનો ‘ધ કેરાલા સ્ટોરી’ પર પ્રતિબંધ મૂકવાના પક્ષમાં છે. તેમણે એવી ધમકી આપી હતી કે જો ફિલ્મ સિનેમા હોલમાં દેખાડવામાં આવી તો તેને બંધ કરી દેવામાં આવશે. તમિલનાડુની નામ તમિલાર કાચી (NTK) પાર્ટીએ શનિવારે ચેન્નાઈમાં ‘ધ કેરાલા સ્ટોરી’ની રિલીઝ વિરુદ્ધ પ્રદર્શન પણ કર્યું હતું. આ ફિલ્મના કલાકારો, નિર્દેશક અને નિર્માતા વિરુદ્ધ NTKએ ચેન્નાઈમાં સ્કાયવૉક મોલ પાસે ચેન્નાઈ અન્ના નગર આર્ચમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. પાર્ટીના કાર્યકરોએ એ થિએટરોની અંદર પણ પ્રદર્શન કર્યું હતું, જ્યાં ફિલ્મ બતાવવામાં આવી રહી છે. પોલીસે બાદમાં તેમની અટકાયત કરી હતી.

    ઉલ્લેખનીય છે કે, તમિલનાડુના આ સંગઠનની જેમ કોંગ્રેસ પણ ‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મના વિરોધમાં છે. તેમણે એવો આરોપ મૂક્યો છે કે, આ ફિલ્મના માધ્યમથી પ્રોપગેન્ડા ફેલાવવાનો અને સાંપ્રદાયિક સૌહાર્દમાં ખલેલ પહોંચડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જ્યારે ફિલ્મના મેકર્સનું કહેવું છે કે આ વાસ્તવિક ઘટના પર આધારિત છે અને જો આવું ખરેખર થઈ રહ્યું હોય તો તેની સામે આંખ આડા કાન કરવાની જરૂર નથી.

    ‘ધ કેરાલા સ્ટોરી’એ બીજા દિવસે કરી 11.22 કરોડની કમાણી

    અભિનેત્રી અદા શર્માને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’એ બીજા દિવસે 11.22 કરોડની કમાણી નોંધાવી છે. ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શનું કહેવું છે કે, “કોઈ મોટા માથા વગર ફિલ્મને આટલી સારી ઓપનિંગ મળવી એ નોંધનીય બાબત છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં