Monday, October 21, 2024
More
    હોમપેજરાજકારણ'ભગવા આતંકવાદ' શબ્દ એક ભૂલ હતી, કોંગ્રેસે બોલવા કહ્યું હતું- સુશીલ કુમાર...

    ‘ભગવા આતંકવાદ’ શબ્દ એક ભૂલ હતી, કોંગ્રેસે બોલવા કહ્યું હતું- સુશીલ કુમાર શિંદે: 11 વર્ષ બાદ સ્વીકાર્યું પાર્ટીનું કારસ્તાન, અફઝલ ગુરુને ન સ્વીકારી શક્યા આતંકી

    વાતચીતમાં શિંદેએ સ્વીકાર્યું હતું કે, 'ભગવા આતંકવાદ' શબ્દ એક ભૂલ હતી. તેમણે કહ્યું કે, "મને નથી ખબર કે, 'આતંકવાદ' શબ્દનો ઉપયોગ કેમ કરવામાં આવ્યો હતો. એવું ન થવું જોઈતું હતું. તે સમયે આ ખોટું હતું."

    - Advertisement -

    પૂર્વ ગૃહમંત્રી અને કોંગ્રેસ નેતા (Congress Leader) (સેવાનિવૃત્ત) સુશીલ કુમાર શિંદેએ (Sushil Kumar Shinde) પત્રકાર શુભાંકર મિશ્રા (Shubhankar Mishra) સાથેના એક પૉડકાસ્ટમાં ‘ભગવા આતંકવાદ’ને (Saffron Terrorism) લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. તેમણે કહ્યું છે કે, ભગવા સાથે ‘આતંકવાદ’ શબ્દને જોડવો એક ભૂલ હતી. મિશ્રા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું છે કે, તેમને નથી ખબર કે, કોંગ્રેસે આવું કેમ કર્યું. આ સાથે જ તેમણે એવું પણ કહ્યું કે, તેમને કોંગ્રેસ પાર્ટીએ આ શબ્દનો ઉપયોગ કરવા માટે કહ્યું હતું. ખાસ વાત તો એ છે કે, તેઓ એ પણ ન સ્વીકારી શક્યા કે, અફઝલ ગુરુ એક આતંકવાદી (Terrorist Afzal Guru) હતો.

    પૉડકાસ્ટ દરમિયાન પત્રકાર શુભાંકર મિશ્રાએ સુશીલ શિંદેને તેમના કુખ્યાત ‘ભગવા આતંકવાદ’ અથવા તો ‘સેફ્રન આતંકવાદ’ના નિવેદન વિશે પૂછ્યું હતું. દરમિયાન વાતચીતમાં શિંદેએ સ્વીકાર્યું હતું કે, તે એક ભૂલ હતી. તેમણે કહ્યું કે, “મને નથી ખબર કે, ‘આતંકવાદ’ શબ્દનો ઉપયોગ કેમ કરવામાં આવ્યો હતો. એવું ન થવું જોઈતું હતું. તે સમયે આ ખોટું હતું.” સાથે તેમણે એવું પણ કહ્યું કે, કેટલાક રેકોર્ડ્સના આધારે આ શબ્દ બનાવવામાં આવ્યો હતો. તેમણે દાવો કર્યો કે, તે માત્ર પાર્ટીના ઉપયોગ માટે જ હતો.

    પરંતુ વાસ્તવિકતા એ છે કે, તે શબ્દનો ઉપયોગ કોંગ્રેસ નેતાઓએ લઘુમતી વોટબેન્કને ખુશ કરવા અને હિંદુત્વને બદનામ કરવા માટે કર્યો હતો. હિંદુ ધર્મમાં પવિત્ર ભગવો રંગ સમર્પણ, ત્યાગ અને બલિદાનનું પ્રતિક માનવામાં આવે છે. આ ઉપરાંત વિજય પ્રતિક તરીકે પણ તેને પવિત્ર માનવામાં આવે છે. પરંતુ, કોંગ્રેસે હિંદુત્વને બદનામ કરવા માટે ‘ભગવા આતંકવાદ’ જેવા શબ્દની ઉત્પત્તિ કરી હતી, જેનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નહોતો.

    - Advertisement -

    અફઝલ ગુરુને ન ગણાવી શક્યા આતંકી

    ‘ભગવા આતંકવાદ’ ઉપરાંત શિંદેને આતંકી અફઝલ ગુરુની ફાંસીને લઈને પણ સવાલ કરવામાં આવ્યો હતો. મિશ્રાએ અફઝલ ગુરુની ફાંસી પર પ્રશ્ન પૂછ્યો તો શિંદે તે ન સ્વીકારી શક્યા કે, અફઝલનો સંબંધ ઇસ્લામી આતંકવાદ સાથે હતો. તેમણે કહ્યું કે, “ફાંસીનો નિર્ણય સુપ્રીમ કોર્ટે લીધો હતો અને ગૃહમંત્રી તરીકે તે આદેશને લાગુ કરવો મારી ફરજ હતી.” દરમિયાન શુભાંકરે પૂછ્યું કે, શું તેઓ માને છે કે, ગુરુ આતંકવાદી હતો? તેનો જવાબ આપતા શિંદે કહ્યું હતું કે, “મારા મોઢામાંથી આવું બધુ ન બોલાવડાવો.” શિંદેનો આ જવાબ દર્શાવે છે કે, કોંગ્રેસ નેતા અફઝલ ગુરુને આતંકી તરીકે સ્વીકારી શકતા નથી.

    આ ઉપરાંત શિંદેએ રાહુલ ગાંધીના નેતૃત્વનો ખૂબ બચાવ પણ કર્યો હતો. તેમણે રાહુલ ગાંધીની રાજકીય યાત્રાની તુલના ઇન્દિરા ગાંધી સાથે કરી હતી. આ ઉપરાંત તેમણે રાહુલ ગાંધીને સમજુ નેતા પણ ગણાવ્યા હતા. જે પોતાની દરેક ભૂલોમાંથી શીખે છે અને ભૂલોને સુધારે છે. આ સિવાય પણ તેમણે અનેક મુદ્દાઓ પર વાત કરી હતી.

    11 વર્ષ પહેલાં શિંદેએ ‘હિંદુ આતંકવાદ’ પર આપ્યું હતું નિવેદન

    નોંધનીય છે કે, સુશીલ કુમાર શિંદેએ ભારતના ગૃહમંત્રી રહીને જાન્યુઆરી 2013માં કહ્યું હતું કે, ભાજપ અને RSSના કેમ્પમાં ‘હિંદુ આતંકવાદીઓ’ને તાલીમ આપવામાં આવે છે. આ નિવેદનને લઈને તેમની ઘણી ટીકાઓ થઈ હતી. જોકે, ટીકાઓ થઈ હોવા છતાં તેઓ પોતાના નિવેદન પર અડગ રહ્યા હતા અને વારંવાર ‘હિંદુ આતંકવાદ’ને લઈને નિવેદન આપતા રહેતા હતા.

    ત્યારે ગૃહમંત્રી શિંદેએ કહ્યું હતું કે, “આ બધું અખબારોમાં ઘણી વખત આવ્યું છે. મેં આજે જે કહ્યું છે, તે કંઈ નવું નથી. મેં ‘ભગવા આતંકવાદ’ વિશે જ વાત કરી છે, મેં બીજું કશું કહ્યું નથી.” વાસ્તવમાં, 20 જાન્યુઆરી, 2013ના રોજ જયપુરમાં કોંગ્રેસના ચિંતન શિબિર દરમિયાન શિંદેએ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર આરોપ લગાવ્યા હતા . તે સિવાય કોંગ્રેસના પી. ચિદંબરમે પણ ‘હિંદુ આતંકવાદ’ અને ‘ભગવા આતંકવાદ’ કહીને હિંદુત્વનું અપમાન કર્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં