Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસપા નેતાના સમર્થનમાં રામચરિતમાનસ બાળનારાઓમાં સલીમ પણ સામેલ, કુલ 10 વ્યક્તિઓ સામે...

    સપા નેતાના સમર્થનમાં રામચરિતમાનસ બાળનારાઓમાં સલીમ પણ સામેલ, કુલ 10 વ્યક્તિઓ સામે FIR દાખલ: જાહેરમાં સળગાવી હતી નકલો

    સ્વામી પ્રસાદ મૌર્યના સમર્થનમાં રવિવારે લખનૌમાં OBC મહાસભા દ્વારા ગ્રંથની નકલો બાળવામાં આવી હતી.

    - Advertisement -

    રામચરિતમાનસ (Ramcharitmanas) વિશે વિવાદિત નિવેદન આપનાર સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યના (Swami Prasad Maurya) સમર્થનમાં રવિવારે (29 જાન્યુઆરી 2023) લખનૌમાં OBC મહાસભા દ્વારા ગ્રંથની નકલો બાળવામાં આવી હતી. હવે આ મામલે FIR દાખલ કરવામાં આવી છે. 

    રવિવારે રામચરિતમાનસની નકલો સળગાવવામાં આવ્યા બાદ ભાજપ નેતા સતનામ સિંઘ લવીએ લખનૌ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે 10 વ્યક્તિઓ અને અન્ય અજાણ્યા ઈસમો વિરુદ્ધ IPCની કલમ 120B, 142, 143, 153-A, 295, 295-A, 298, 504, 505(2) અને 506 હેઠળ FIR દાખલ કરી હતી. 

    જેમની સામે FIR દાખલ કરવામાં આવી છે તેમાં યશપાલ સિંઘ લોધી, દેવેન્દ્ર યાદવ, મહેન્દ્ર પ્રતાપ યાદવ, નરેશ સિંઘ, એસએસ યાદવ, સુજીત સંતોષ વર્મા અને સલીમનો સમાવેશ થાય છે. જેમાંથી અમુકની ધરપકડ પણ કરવામાં આવી હોવાનું રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે. 

    - Advertisement -

    અહીં ઉલ્લેખનીય છે કે રવિવારે લખનૌના એક વિસ્તારમાં OBC મહાસભાના સભ્યોએ રામચરિતમાનસની નકલો બાળી હતી અને સ્વામી પ્રસાદ મૌર્યનું સમર્થન કર્યું હતું. 

    બિહારના મંત્રીના નિવેદનથી શરૂ થયો હતો વિવાદ 

    આ સમગ્ર વિવાદ બિહારના શિક્ષણમંત્રી ચંદ્રશેખરના એક નિવેદનથી શરૂ થયો હતો. તેમણે નાલંદા ઓપન યુનિવર્સીટીના દીક્ષાંત સમારોહમાં સંબોધન કરતી વખતે રામચરિતમાનસ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે ગ્રંથને નફરત ફેલાવનારો ગણાવ્યો હતો. 

    સ્વામી પ્રસાદ મૌર્યે આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન 

    તેમના નિવેદનને લઈને વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટી નેતા સ્વામી પ્રસાદ મૌર્યે પણ વિવાદાસ્પદ નિવેદન આપી દીધું હતું. તેમણે રામચરિતમાનસને ‘બકવાસ’ ગ્રંથ ગણાવીને કહ્યું હતું કે તેની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવવો જોઈએ. 

    તેમણે કહ્યું હતું કે, કેટલાય કરોડ લોકો રામચરિતમાનસ વાંચતા નથી, એ બધું બકવાસ છે. તુલસીદાસે પોતાની ખુશી માટે લખ્યું હતું. સરકારે તેનું સંજ્ઞાન લઈને આપત્તિજનક અંશ દૂર કરવા જોઈએ અથવા આખું પુસ્તક જ પ્રતિબંધિત કરી દેવું જોઈએ. 

    તેમના નિવેદન બાદ સપા નેતા સામે FIR પણ દાખલ કરવામાં આવી હતી. યુપીના હઝરતગંજ પોલીસ મથકે આઇપીસીની કલમ 295A, 298, 504 અને 153A હેઠળ તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હવે તેમના સમર્થનમાં રામચરિતમાનસની નકલો સળગાવનારા OBC મહાસભાના સભ્યો સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં