નાની આંખોવાળા મંત્રીજીનો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયેલા ભાષણ બાદ ફરી એક વાર ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ અને રાજ્ય મંત્રી તેમજેન ઇમના આલોંગ મોજમાં જોવા મળ્યા હતા. તાજેતરમાં આલોંગ દ્વારા નાગાલેન્ડમાં હિન્દીમાં આપેલું ભાષણ વાયરલ થયા બાદ લોકોએ તેમની સાથે તેમની પત્ની વિશે માહિતી મેળવવા માટે Google પર સર્ચ કરવાનું શરૂ કર્યું હતું. અલંગે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે કેવી રીતે તેઓ પણ પોતાની પત્નીની શોધમાં છે.
Ayalee, @Google search excites me.😆
— Temjen Imna Along (@AlongImna) July 10, 2022
I am still looking for her! pic.twitter.com/RzmmgyFFeq
Shaadi.com ના અનુપમ મિત્તલે આલોંગના આ ટ્વિટનો જવાબ આપ્યો છે. અનુપમ મિત્તલે ટેમજેનના ટ્વીટ પર તેમના ફર્મ શાદી ડોટ કોમને ટેગ કરીને લખ્યું, “કંઈક કરવું પડશે.”
Bhai filhal hum bindas hai😉
— Temjen Imna Along (@AlongImna) July 10, 2022
Waiting for Salman Bhai 😎
અનુપમનું ટ્વિટ જોઈને ટેમજેને ફરીથી જવાબ આપ્યો અને કહ્યું, “ભાઈ અમે અત્યારે બિન્દાસ છીએ. હું સલમાન ભાઈના લગ્નની રાહ જોઈ રહ્યો છું.” બંને સેલિબ્રિટીની આ ટ્વીટ્સ જોયા બાદ ટ્વિટર યુઝર્સ પણ આ કોમેન્ટનો આનંદ લઈ રહ્યા છે અને આલોંગની રમૂજની પ્રશંસા પણ કરી રહ્યા છે.
@AlongImna Could be a very long wait for @BeingSalmanKhan 😉 .. lekin aapka @ShaadiDotCom aur mujhe intezar rahega 😅
— Anupam Mittal (@AnupamMittal) July 11, 2022
Shaadi.com એક એવી સાઈટ છે જ્યાં લગ્ન કરવા યોગ્ય યુવક અને યુવતીઓ તેમની પ્રોફાઈલ બનાવે છે. આ પછી, તેમની પ્રોફાઇલ અને સર્ચ અનુસાર, તેમને અન્ય વ્યક્તિને સૂચવવામાં આવે છે. આ સાઈટ અનુપમ મિત્તલની માલિકીની છે, જેમણે 1997માં તેની શરૂઆત કરી હતી. તેમનો હેતુ એ હતો કે લોકો ઈન્ટરનેટ દ્વારા તેમના જીવનસાથીની પસંદગી કરવા સક્ષમ હોવા જોઈએ. પહેલા આ પ્લેટફોર્મનું નામ એન્ગેજમેન્ટ ડોટ કોમ હતું. જો કે હવે તે Shaadi.com બની ગઈ છે. આ સાઇટનો ઉપયોગ ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં વધુ થાય છે.
આ જ કારણ છે કે જ્યારે તેમજેને કહ્યું કે તે પત્નીની શોધમાં છે તો અનુપમે કહ્યું કે Shaadi.com ને કંઈક કરવું પડશે. જોકે, સલમાન ખાન વાળો જવાબ મળ્યા બાદ તેમણે કહ્યું, “સલમાન માટે ઘણી લાંબી રાહ જોવી પડી શકે તેમ છે. પણ Shaadi.com અને હું તમારી રાહ જોઈશું.”
આ સિવાય Shaadi.com એ પણ અલોંગ ને જવાબ આપ્યો છે. તેમાં લખ્યું છે, “અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ સર. આવી જાઓ.”
We’ve been waiting @alongimna time for you sir! Aa jao! 😉
— Shaadi.com (@ShaadiDotCom) July 11, 2022
ઉલ્લેખનીય છે કે પોતાની લગ્ન વિષયક રમૂજથી લોકોના દિલ જીતનાર 41 વર્ષીય તેમજેન અલોંગ નાગાલેન્ડ (Nagaland) સરકારમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ અને આદિજાતિ બાબતોના મંત્રી છે. આ સાથે તેમની પાસે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી પણ છે. વર્ષ 2018 માં તેઓ નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીમાં અલંગટાકી મતવિસ્તારમાંથી ચૂંટાયા બાદ ધારાસભ્ય બન્યા હતા.