Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહૈદરાબાદ મર્સિડીઝ ગેંગરેપમાં ખુલાસો, ઈનોવાના કાચ પર સન બ્લોકર લગાવીને વારાફરથી સગીર...

    હૈદરાબાદ મર્સિડીઝ ગેંગરેપમાં ખુલાસો, ઈનોવાના કાચ પર સન બ્લોકર લગાવીને વારાફરથી સગીર બાળકીને પિંખી, આરોપીઓ દુબઈ ભાગ્યાનો દાવો

    ભાજપના ધારાસભ્ય રઘુનંદન રાવે આરોપ લગાવ્યો છે કે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમના ધારાસભ્યનો પુત્ર પણ આ ઘટનામાં સામેલ છે. તેમનો આરોપ છે કે કેટલાક આરોપીઓ દુબઈ ભાગી ગયા છે. તેમનું કહેવું છે કે પોલીસે પબ બુક કરનારાઓ સામે કોઈ કાર્યવાહી કરી નથી. ભાજપના નેતાઓએ આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે.

    - Advertisement -

    હૈદરાબાદ મર્સિડીઝ ગેંગરેપમાં ખુલાસો થયો છે, તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં સગીરથી લઈને પ્રભાવશાળી લોકોના પુત્રો દ્વારા 17 વર્ષીય સગીર બાળકી પર બળાત્કાર ઈનોવા કારમાં થયો હતો, કોઈ આ દુષ્કર્મ જોઈ ન જાય તે માટે આરોપીઓએ ઈનોવા કારના કાચ પર સન બ્લોકર લગાવી ધીધા હતા, ત્યાર બાદ વારાફરથી બાળકી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. હૈદરાબાદ મર્સિડીઝ ગેંગરેપમાં ખુલાસો થયા બાદ મામલો ગરમાયો છે.

    28 મેની સાંજે બનેલી આ ઘટના પછી, પાંચ આરોપીઓ બેકરીમાં પાછા ફર્યા અને બે દિવસ સુધી આરામદાયક જલસાથી જીવ્યા, જ્યાં સુધી તેના પર હંગામો થયો નહીં. પોલીસના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં આરોપીએ કોઈપણ ગુનાનો ઇનકાર કરવાનું ચાલુ રાખ્યું હતું.

    TOI અનુસાર, પીડિતા પબમાં પાર્ટી દરમિયાન આરોપીને મળી હતી. જે બાદ આરોપી પીડિતાને મર્સિડીઝ બેન્ઝ કાર લઈને બેકરીમાં લઈ ગયો. તેની પાછળ એક ઈનોવા કાર પણ હતી, જેમાં બીજા કેટલાક છોકરાઓ બેઠા હતા. બેકરીથી નીકળ્યા બાદ, છોકરાઓએ પીડિતાને ઘરે મૂકવાના બહાને ઈનોવા કારમાં બેસાડી અને નિર્જન જગ્યાએ લઈ જઈ તેની સાથે વારાફરતી બળાત્કાર ગુજાર્યો.

    - Advertisement -

    આ પછી આરોપીઓએ છોકરીને બંજારા હિલ્સના એ જ પબની સામે છોડી દીધી જ્યાંથી તેઓ છોકરીને લઈને આવ્યા હતા. ઘટનાને અંજામ આપ્યા બાદ તમામ આરોપીઓ બેકરીમાં પરત ફર્યા હતા અને ત્યાં ગ્રૂપ ફોટો પડાવ્યો હતો. જ્યારે પીડિતાના સહપાઠીએ યુવતીની હાલત વિશે જણાવ્યું તો આરોપીઓ સતર્ક થઈ ગયા હતા.

    17 વર્ષની સગીરાએ પબ નજીકથી તેના પિતાને ફોન કર્યો અને તેને ઘરે લઈ જવા કહ્યું. તેના પિતા 15 મિનિટમાં ત્યાં પહોંચી ગયા અને બાળકીને ઘરે લઈ ગયા. ઘરમાં બાળકીની હાલત જોઈને પરિવારજનોને લાગ્યું કે કંઈક ગરબડ છે. તેણી આઘાત અને ડરની સ્થિતિમાં હતી અને તેણે પરિવારના સભ્યોને તેની સાથે બનેલી ઘટના વિશે એક શબ્દ પણ કહ્યો ન હતો.

    આ મામલે યુવતીના પિતાએ 31 મેના રોજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. આ પછી મહિલા પોલીસ અધિકારીઓ દ્વારા યુવતીનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું, જેમાં તેણે સમગ્ર ઘટના વિશે જણાવ્યું હતું. યુવતીના નિવેદનના આધારે એફઆઈઆરમાં સામૂહિક બળાત્કારની કલમો પણ ઉમેરવામાં આવી હતી.

    આમાંના બે આરોપીઓ હૈદરાબાદના નેતાઓ અને સાંગા રેડ્ડીના પુત્રો છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આ ગુનાની તમામ કડીઓ જોડી દીધી છે. પોલીસે આ ગુનામાં વપરાયેલી ઈનોવા કાર કબજે કરી છે.

    ભાજપના ધારાસભ્ય રઘુનંદન રાવે આરોપ લગાવ્યો છે કે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમના ધારાસભ્યનો પુત્ર પણ આ ઘટનામાં સામેલ છે. તેમનો આરોપ છે કે કેટલાક આરોપીઓ દુબઈ ભાગી ગયા છે. તેમનું કહેવું છે કે પોલીસે પબ બુક કરનારાઓ સામે કોઈ કાર્યવાહી કરી નથી. ભાજપના નેતાઓએ આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે.

    ભાજપના નેતાઓનું કહેવું છે કે તેલંગાણાના ગૃહ પ્રધાન મોહમ્મદ મહમૂદ અલીના પૌત્ર દ્વારા બેચલર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને પીડિતા પાર્ટીમાં જોડાયા બાદ બળાત્કાર કરવામાં આવ્યો હતો.
    જણાવી દઈએ કે ઈન્સોમ્નિયા એન્ડ એમ્નેશિયા પબ પાર્ટીનું આયોજન ઈન્સ્ટાગ્રામ પર કરવામાં આવ્યું હતું અને આ પાર્ટીમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી લગભગ 200 લોકોએ ભાગ લીધો હતો.

    આ પાર્ટીમાં ભાગ લેનાર તમામ છોકરાઓ 11મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ હતા. આ તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ શ્રીમંત પરિવારના હતા. આ સાથે રાજકારણીઓ અને સરકારી નોકરિયાતોના પરિવાર સાથે જોડાયેલા કેટલાક વિદ્યાર્થીઓ પણ સામેલ હતા

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં