Saturday, April 20, 2024
More
  હોમપેજક્રાઈમહૈદરાબાદ મર્સિડીઝ ગેંગરેપમાં સદુદ્દીન મલિક અને ઉમૈર ખાનની ધરપકડ, ધોરણ 11-12ના છોકરા-છોકરીઓની...

  હૈદરાબાદ મર્સિડીઝ ગેંગરેપમાં સદુદ્દીન મલિક અને ઉમૈર ખાનની ધરપકડ, ધોરણ 11-12ના છોકરા-છોકરીઓની પાર્ટીનું ઈન્સ્ટાગ્રામ પર પ્લાનિંગ થયું હતું

  આ મામલામાં પોલીસે સ્પષ્ટતા કરી છે કે 18 વર્ષના સદુદ્દીન મલિક અને 18 વર્ષના ઉમૈર ખાનની ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ, પાંચમાંથી 3 આરોપી સગીર છે. સગીર હોવાથી તેનું નામ અને પિતાના નામ જાહેર કરવામાં આવ્યા નથી.

  - Advertisement -

  હૈદરાબાદ મર્સિડીઝ ગેંગરેપમાં સદુદ્દીન મલિક, ઉમૈર ખાનની ધરપકડ કરવામાં આવી છે, તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં 28 મેના રોજ એક પબમાં પાર્ટી બાદ સગીર યુવતી સાથે બળાત્કારના મામલામાં નવો ખુલાસો થયો છે. ઇન્સોમ્નિયા એન્ડ એમ્નેશિયા પબ પાર્ટીનું આયોજન ઇન્સ્ટાગ્રામ પર કરવામાં આવ્યું હતું અને તેમાં શહેરના વિવિધ ભાગોમાંથી લગભગ 200 લોકોએ હાજરી આપી હતી, જેમાં હૈદરાબાદ મર્સિડીઝ ગેંગરેપના આરોપી સદુદ્દીન મલિક અને ઉમૈર ખાન પણ હાજર હતા.

  બપોરે આયોજિત આ કાર્યક્રમ માટે, આયોજકોએ સ્પષ્ટ કર્યું હતું કે પાર્ટીમાં દારૂ અને ધૂમ્રપાનને મંજૂરી આપવામાં આવશે નહીં. આ સાથે આ પાર્ટીમાં ભાગ લેનારા લોકોને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે જો કોઈ દારૂ પીને પાર્ટીમાં આવશે તો તેને 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

  આ પાર્ટીમાં ભાગ લેનાર તમામ છોકરાઓ 11મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ હતા. આ તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ શ્રીમંત પરિવારના હતા. આ સાથે રાજકારણીઓ અને અધિકારીઓના પરિવાર સાથે જોડાયેલા કેટલાક વિદ્યાર્થીઓ પણ સામેલ હતા.

  - Advertisement -

  ઇન્સોમ્નિયા એન્ડ એમ્નેશિયા પબના મેનેજર સાઈએ જણાવ્યું હતું કે તેઓ જાણતા હતા કે પાર્ટી શાળાના વિદ્યાર્થીઓ માટે હતી. સાઈએ કહ્યું, “પહેલાં તે 150 લોકો માટે હતું, પરંતુ બાદમાં તેઓએ સંખ્યા વધારીને 180 કરી દીધી. પાર્ટીમાં માત્ર લંચનું આયોજન હતું અને દારૂ પીરસવામાં આવ્યો ન હતો. અમેં એ પણ સુનિશ્ચિત કર્યું કે તેઓને સિગારેટની મંજુરી પણ ન આપવામાં આવે.

  જોકે, હૈદરાબાદ પોલીસએ પણ તપાસ કરી રહી છે કે પબમાં પાર્ટી દરમિયાન વિદ્યાર્થીઓના જૂથને દારૂ પીરસવામાં આવ્યો હતો કે કેમ? આ ઉપરાંત પોલીસએ પણ તપાસ કરી રહી છે કે શું પીડિતા અને તેના મિત્રોએ હાજરી આપી હતી તે પાર્ટીમાં નિયમોનું ઉલ્લંઘન થયું હતું કે કેમ? આ અંગે પોલીસે જરૂરી વિગતો એકત્ર કરી છે.

  મેનેજરના જણાવ્યા અનુસાર, પાર્ટી સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહી, પરંતુ તે પૂર્ણ થવાના અડધા કલાક પહેલા ગેંગરેપ પીડિતાએ ત્યાંથી જવાનો પ્રયાસ કર્યો. તેની પાસે કાર નહોતી. તેથી તેના 8 સહપાઠીઓએ તેને ઘરે મૂકવાની ઓફર કરી. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તેઓ બે કારમાં ગયા હતા. તેમાંથી એક તેલંગાણા નંબર પ્લેટવાળી લાલ રંગની મર્સિડીઝ બેન્ઝ અને નંબર પ્લેટ વગરની ટોયોટા ઈનોવા હતી.

  સાઈએ કહ્યું કે 17 વર્ષની છોકરી તેના એક ક્લાસમેટ સાથે મર્સિડીઝમાં બેઠી હતી, જે કદાચ સગીર હતી. જોકે, તેના પર કોઈએ દબાણ નહોતું કર્યું. સાઈએ કહ્યું હતું કે, “અમે છોકરીને અન્ય છોકરાઓ સાથે બહાર જતા અને તેમની કારમાં બેઠેલી જોઈ. એવું કંઈપણ જોયું નથી જેનાથી એવું લાગે કે કંઈક ખોટું થઇ રહ્યું છે.

  પોલીસે સીસીટીવી ફૂટેજમાં જોઇને જણાવ્યું હતું કે છોકરી અને તેના સાથીઓ રોડ નંબર 37 પર સ્થિત કોનક્યુ નામની લોકપ્રિય પેસ્ટ્રી શોપમાં અડધો કલાક રોકાયા હતા, જ્યાં મોટાભાગના લોકોએ કોફી પીધી હતી. જ્યારે તેઓ પેસ્ટ્રીની દુકાનમાંથી બહાર નીકળ્યા ત્યારે પીડિતા ફરીથી મર્સિડીઝમાં ગઈ. તેની પાછળ ઈનોવા પણ હતી.

  પોલીસનું કહેવું છે કે ધારાસભ્યનો પુત્ર બેકરી પાસે ઈનોવા કારમાંથી નીચે ઉતરી ગયો હતો. તેથી તે તે ગુનાનો ભાગ ન હતો. બાદમાં, સાંજે 7:10 વાગ્યે, છોકરીને ટોયોટા કાર દ્વારા પબમાં પાછી ઉતારી દેવામાં આવી હતી. પોલીસને આશંકા છે કે તેઓએ જ્યારે કાર બદલી હતી ત્યારે બાળકી પર ગેંગરેપ થયો હતો.

  યુવતીએ પબ નજીકથી તેના પિતાને ફોન કર્યો અને તેને ઘરે લઈ જવા કહ્યું. તેના પિતા 15 મિનિટમાં ત્યાં પહોંચી ગયા અને બાળકીને ઘરે લઈ ગયા. ઘરમાં બાળકીની હાલત જોઈને પરિવારને ખ્યાલ આવ્યો કે કંઈક ગરબડ છે. તેણી આઘાત અને ડરની સ્થિતિમાં હતી અને તેણે પરિવારના સભ્યોને તેના વિશે કશું પણ કહ્યું ન હતું.

  DCP વેસ્ટ ઝોન જોએલ ડેવિસ કહે છે કે પીડિતા ગુનામાં સામેલ છોકરાઓની વિગતો જાહેર કરી શકી નથી કારણ કે તે તેમને અગાઉથી ઓળખતી ન હતી. પાર્ટીના દિવસે તે પબમાં તેને પહેલીવાર જ મળી હતી. છોકરીએ માત્ર એક છોકરાનું નામ લીધું છે.

  ડીસીપી ડેવિસે ગેંગ રેપ દરમિયાન યુવતીનો વીડિયો બનાવવાનો આરોપને નકારી કાઢ્યો હતો. તેમણે કહ્યું કે પીડિતાએ તેના નિવેદનમાં આવી કોઈ વાતનો ઉલ્લેખ કર્યો નથી. તેમનું કહેવું છે કે પોલીસ આ કેસમાં આરોપીને પકડવાનો પ્રયાસ કરી રહી છે.

  આ મામલામાં પોલીસે સ્પષ્ટતા કરી છે કે 18 વર્ષના સદુદ્દીન મલિક અને 18 વર્ષના ઉમૈર ખાનની ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ, પાંચમાંથી 3 આરોપી સગીર છે. સગીર હોવાથી તેનું નામ અને પિતાના નામ જાહેર કરવામાં આવ્યા નથી.

  ડીસીપી ડેવિસ કહે છે કે તેમને કાયદાનું ઉલ્લંઘન કરનાર કિશોર અંગે લીડ મળી છે. રાત હોવાથી તેઓ તેને પકડી શક્યા ન હતા અને તેઓ તેને શનિવારે (4 જૂન, 2022) પકડી લેશે. તે એક VIPનો પુત્ર છે.

  ભાજપના નેતાઓનું કહેવું છે કે તેલંગાણાના ગૃહ પ્રધાન મોહમ્મદ મહમૂદ અલીના પૌત્ર દ્વારા બેચલર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને પીડિતા પાર્ટીમાં જોડાયા બાદ બળાત્કાર કરવામાં આવ્યો હતો. તે જ સમયે, પશ્ચિમ ઝોનના ડીસીપી જોએલ ડેવિસે આ આરોપને પાયાવિહોણા ગણાવ્યો છે.

  તે જ સમયે, દુબકના ધારાસભ્ય એમ રઘુનંદન રાવે કહ્યું, “તે એક જઘન્ય અપરાધ છે અને શાસક ટીઆરએસ અને એઆઈએમઆઈએમ આરોપીઓને બચાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.” તેઓએ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ગૃહમંત્રી મહમૂદ અલીને તેમના પદ પરથી હટાવવાની માંગ કરી હતી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં