Thursday, March 13, 2025
More
    હોમપેજરાજકારણતેલંગાણામાં બે પત્રકારની ધરપકડ, ‘ગુનો’- સીએમ રેવંત રેડ્ડીની ટીકા કરતા ખેડૂતનો ઇન્ટરવ્યૂ...

    તેલંગાણામાં બે પત્રકારની ધરપકડ, ‘ગુનો’- સીએમ રેવંત રેડ્ડીની ટીકા કરતા ખેડૂતનો ઇન્ટરવ્યૂ પોસ્ટ કર્યો!

    પત્રકારે રાહુલ ગાંધીને ટેગ કરીને કહ્યું કે, "આ એ જ લોકતંત્ર છે? જેની તમે વાતો કરો છો. શું આ બંધારણ અનુરૂપ છે? કૃપા કરીને તમારી સરકારને પહેલા કલમ 19 શીખવાડો."

    - Advertisement -

    તેલંગાણા (Telangana) પોલીસે CM રેવંત રેડ્ડીની (CM Revanth Reddy) ટીકા કરતો ઇન્ટરવ્યૂ પોસ્ટ કરવા બદલ બે પત્રકારોની ધરપકડ (Journalists) કરી છે. હૈદરાબાદ પોલીસે ધરપકડ કરેલા લોકોમાં વરિષ્ઠ પત્રકાર રેવતી પોગદાદંડા (Revathi Pogadadanda) અને તેમના સહકર્મી રિપોર્ટર તન્વી યાદવનો (Tanvi Yadav) સમાવેશ થાય છે. તેમના પર આરોપ છે કે, તેમણે કથિત રીતે તેલંગાણાની અનુમુલા રેવંત રેડ્ડીના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકાર પ્રત્યે અસંતોષ વ્યક્ત કરતા ‘અપમાનજનક’ ભાષાનો ઉપયોગ કર્યો હતો અને એક ખેડૂત દ્વારા CM રેવંત રેડ્ડી માટે બોલવામાં આવેલા ‘અપમાનજનક’ શબ્દોનો વિડીયો પોસ્ટ કર્યો હતો. આ ઇન્ટરવ્યુ એક ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ પલ્સ ન્યૂઝ બ્રેક પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. વધુમાં પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, ‘NippuKodi’ યુઝરનેમ ધરાવતી એક વ્યક્તિને પણ વિડીયો શેર કરવાના આરોપસર કસ્ટડીમાં લેવામાં આવી છે.

    પલ્સ ન્યૂઝ પોર્ટલ રેવતી પોગદાદંડા ચલાવે છે. પોલીસે પત્રકારો વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે. રિપોર્ટ અનુસાર, ફોર્મલ કપડાંમાં કેટલાક લોકો પોતાને પોલીસકર્મી ગણાવીને પત્રકારોના ઘરે પહોંચ્યા હતા અને તેમની ધરપકડ કરી હતી. રેવતીએ એક વિડીયો પોસ્ટ કરીને કહ્યું છે કે, સવારે 5 વાગ્યે પોલીસ તેના ઘરે પહોંચી છે. તેઓ કહેતા સંભળાય છે કે, “હું લગભગ 30 મિનિટ પહેલાં ઉઠી, હમણાં સમય 5:15 થઈ રહ્યો છે. પોલીસ અડધો કલાક પહેલાં અહીં આવી પહોંચી છે.”

    તેમણે વધુમાં કહ્યું કે, પોલીસ તેમની ધરપકડ કરવા માંગે છે. તેમણે મુખ્યમંત્રી રેવંત રેડ્ડી પર તેમને અને તેમના પરિવારને ચૂપ કરાવવા માટે દબાણ ઊભું કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે કથિત રીતે તેમનો અને તેમના પતિનો મોબાઈલ જપ્ત કરી લીધો છે અને લેપટોપ પણ જપ્ત કર્યું છે, પલ્સ ન્યૂઝ બ્રેકના યુટ્યુબ ચેનલની ઓફિસને પણ સીલ કરી દીધી હોવાનું કહેવાય રહ્યું છે.

    - Advertisement -

    પત્રકારે રાહુલ ગાંધી પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- આ છે તમારું લોકતંત્ર?

    દિવસના અંતે રેવતીએ X હેન્ડલ પર એક પોસ્ટ કરી હતી. જેમાં ‘વિવાદિત’ ઇન્ટરવ્યૂની ક્લિપ અને તેમના વિરુદ્ધ કોંગ્રેસે દાખલ કરેલી ફરિયાદની નકલ જોડવામાં આવી છે. તેમણે લખ્યું કે, “કૃપા કરીને આ વિડીયોને શેર ન કરશો. કેસ નોંધાય જશે. અહીં મારી ટીમ @pulsenewsbreakનો એક વિડીયો છે, જેમાં એક વૃદ્ધ વ્યક્તિ સાથે વાતચીત કરવામાં આવી છે. તેઓ પોતાની ભાષામાં વિભિન્ન મુદ્દાઓ પર પોતાની નિરાશા વ્યક્ત કરી રહ્યા છે. હવે તેલંગાણા કોંગ્રેસ કેસ નોંધવામાં વ્યસ્ત છે અને તેલંગાણા પોલીસ આ વિડીયોને શેર કરનારા લોકો પર FIR નોંધી રહી છે.”

    પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ટેગ કરીને સવાલ ઉઠાવવામાં આવ્યા છે. લખવામાં આવ્યું કે, “@RahulGandhi જી, આ એ જ લોકતંત્ર છે? જેની તમે વાતો કરો છો. શું આ બંધારણ અનુરૂપ છે? કૃપા કરીને તમારી સરકારને પહેલા કલમ 19 શીખવાડો અને મને આશા છે કે, તમારી સરકાર તમારા પગમાં પડતાં મીડિયાને પણ સ્વતંત્ર રહેવા દેશે.

    તેલંગાણા કોંગ્રેસે નોંધાવી છે ફરિયાદ

    તેલંગાણા પોલીસે જણાવ્યું છે કે, “ત્રણેય આરોપીઓ વિરુદ્ધ રાજ્ય કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગના પ્રમુખ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેના આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે. પોતાની ફરિયાદમાં કોંગ્રેસે કહ્યું છે કે, “આ પોસ્ટ ‘અત્યધિક ભડકાઉ’ છે, તેનાથી હિંસા ભડકી શકે છે અને આ પલ્સ ટીવી દ્વારા દુષ્પ્રચાર અને બદનામી માટે ‘જાણીજોઇને કરવામાં આવેલો પ્રયાસ’ છે. પોલીસે જણાવ્યું છે કે, બંને પત્રકારોને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

    વધુમાં પોલીસે કહ્યું કે, “જે વ્યક્તિએ ઇન્ટરવ્યૂ આપીને મુખ્યમંત્રી માટે અપમાનજનક ભાષાનો પ્રયોગ કર્યો હતો, તેની ઓળખ કરવામાં આવશે અને તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવશે.” તેમણે આરોપ લગાવ્યો કે, “આ યુટ્યુબ ચેનલ છેલ્લા બે મહિનાથી ચાલી છે અને એક યોજના હેઠળ રિપોર્ટરો લોકોને મુખ્યમંત્રી વિરુદ્ધ ભડકાવે છે.”

    તેલંગાણા સરકારની થઈ રહી છે ટીકા

    બે પત્રકારોની ધરપકડ થયા બાદ તેલંગાણા સરકારને આકરી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. ભારત રાષ્ટ્ર સમિતિના (BRS) કાર્યકારી અધ્યક્ષ KTR રામારાવે બંને પત્રકારોની ધરપકડની ટીકા કરી છે. X પર પોસ્ટ કરીને તેમણે રાહુલ ગાંધીને કહ્યું છે કે, “શું આ જ છે તમારી ‘મોહબ્બતની દુકાન’ રાહુલ ગાંધીજી?”

    સિદ્દીપેટથી BRSના ધારાસભ્ય હરીશ રાવ થન્નેરુએ પણ રાજ્યની કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતા તેને ‘અસુરક્ષિત’ અને ‘કાયર’ ગણાવી છે.

    ભાજપના અમિત માલવિયાએ રેવતીની ‘ગેરકાયદેસર ધરપકડ’ની ટીકા કરતા તેલંગાણા સરકાર પર ‘પ્રેસની સ્વતંત્રતા પર હુમલો’ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, તેલંગાણાના મુખ્યમંત્રી પોતાને રાજા સમજવાની ભૂલ કરી રહ્યા છે.

    પત્રકારોની ધરપકડ પર ચિંતા વ્યક્ત કરતા તેલંગાણા ભાજપના પ્રવક્તા એનવી સુભાષે પોલીસની કાર્યવાહીને ‘પ્રેસની સ્વતંત્રતા પર અડધી રાતની કાર્યવાહી’ ગણાવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં