Sunday, September 8, 2024
More
    હોમપેજરાજકારણ‘સર્જિકલ સ્ટ્રાઈક થઈ, ન થઈ, કોઈને આજ સુધી ખબર નથી’: તેલંગાણાના કોંગ્રેસી...

    ‘સર્જિકલ સ્ટ્રાઈક થઈ, ન થઈ, કોઈને આજ સુધી ખબર નથી’: તેલંગાણાના કોંગ્રેસી મુખ્યમંત્રીએ પુલવામા હુમલા બાદ થયેલી સૈન્ય કાર્યવાહી પર ઉઠાવ્યા સવાલ 

    તેમણે કહ્યું કે, “ત્યારબાદ તમે કંઈ કર્યું ન કર્યું, ભગવાન જાણે. સર્જિકલ સ્ટ્રાઈક થઈ, ન થઈ, કોઈને ખબર નથી. આંતરિક સુરક્ષા કોંગ્રેસની જવાબદારી છે. અમે દેશ કોઈના પણ હાથમાં આપી દેવા માટે રાજી નથી.”

    - Advertisement -

    તેલંગાણાના કોંગ્રેસી મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ તાજેતરમાં એક નિવેદન આપીને મોદી સરકારે કરેલી સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક પર પ્રશ્ન ઉઠાવ્યા છે. તેમણે એ મુજબનું નિવેદન આપ્યું કે સર્જિકલ સ્ટ્રાઈક થઈ હતી કે નહીં, કોઈને આજ સુધી ખબર નથી. મોદી સરકાર પર આરોપો લગાવતી વખતે તેમણે આ નિવેદન આપી દીધું હતું. 

    રેવંત રેડ્ડી શુક્રવારે (10 મે) એક પ્રેસ કૉન્ફરન્સ સંબોધી રહ્યા હતા, જ્યાં તેમણે આ વાતો કહી. તેઓ મોદી સરકાર પર આરોપ લગાવવા ગયા, પરંતુ તેની સાથે તેમણે સેનાએ પાકિસ્તાનમાં જઈને કરેલી કાર્યવાહી અને સ્ટ્રાઈક પર પણ સવાલ ઉઠાવી દીધા. 

    પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે સુરક્ષા અને આંતરિક સુરક્ષા પર મોદી સરકારનાં કામો તેમજ ઉત્તર-દક્ષિણ વિભાજનના પોલિટિકલ પ્રોપગેન્ડા પરના પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું કે, “ભારતીય જનતા પાર્ટી દરેક વખતે રાજકારણમાં ફાયદો લેવા માટે પ્રયાસ કરે છે. જ્યાં તેમને તકલીફ છે ત્યાં અમે પ્રશ્ન પૂછીશું તો તેઓ ‘જય શ્રીરામ’ કહેશે. દરેક બાબત માટે તેમનો એક જ જવાબ છે- જય શ્રીરામ. જય શ્રીરામ આ દેશમાં મોદીજીએ નથી શીખવ્યું. હજારો વર્ષથી અમને રામરાજ્ય વિશે ખબર છે. મોદી માટે બધું જ રાજકારણ છે. જેથી આ દેશને મોદી અને ભાજપ સિવાયની સરકારની જરૂર છે.”

    - Advertisement -

    આગળ આંતરિક સુરક્ષા વિશે વાત કરતાં કહ્યું કે, “તેઓ દરેક બાબતમાં ‘જય શ્રીરામ’ કહે છે. પુલવામા તેનું ઉદાહરણ છે. તેઓ નિષ્ફળ ગયા હતા. આઈબી શું કરી રહ્યું હતું? ઇન્ટેલિજન્સ નેટવર્ક શું કરી રહ્યું હતું? પુલવામા હુમલો થયા બાદ સર્જિકલ સ્ટ્રાઈકમાં રાજકીય ફાયદો મેળવવા માટે મોદીજી પ્રયાસ કરી રહ્યા છે. મારો પ્રશ્ન એ છે કે આ ઘટના કેમ બની? દેશની સુરક્ષા માટે IB અને R&AW જેવી એજન્સીઓનો ઉપયોગ કેમ ન કર્યો?”

    આગળ તેમણે કહ્યું કે, “ત્યારબાદ તમે કંઈ કર્યું ન કર્યું, ભગવાન જાણે. સર્જિકલ સ્ટ્રાઈક થઈ, ન થઈ, કોઈને ખબર નથી. આંતરિક સુરક્ષા કોંગ્રેસની જવાબદારી છે. અમે દેશ કોઈના પણ હાથમાં આપી દેવા માટે રાજી નથી.”

    ઉલ્લેખનીય છે કે દેશની સેના સ્વયં સર્જિકલ અને એર સ્ટ્રાઈકની પુષ્ટિ કરી ચૂકી છે, પરંતુ કોંગ્રેસ કાયમ તેની ઉપર પ્રશ્ન ઉઠાવતી રહી છે. બીજી તરફ, જ્યારે 26/11 હુમલા બાદ પાકિસ્તાનને જવાબ આપવાનો હતો ત્યારે આ જ કોંગ્રેસ સત્તામાં હતી અને કંઈ પગલાં ઉઠાવ્યાં ન હતાં. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં