અદાણી જૂથનું (Adani Group) નામ લઈને કાયમ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘેરતી કોંગ્રેસના બેવડા ધોરણોની (Congress’s Double Standards) પોલ પાધરી થઈ ગઈ છે. તેલંગાણામાં (Telangana) કોંગ્રેસના નેતૃત્વમાં સરકાર ચલાવી રહેલા રેવંત રેડ્ડીએ (A. Revanth Reddy) અદાણી જૂથ પાસેથી કરોડોનું ફંડ લીધું હોવાના દાવા સાથે વિપક્ષ દળ BRS વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. BRS નેતાઓ તેલંગાણા વિધાનસભામાં અદાણી અને રેવંત રેડ્ડીના ફોટા સાથે ‘રેવંત-અદાણી ભાઈ-ભાઈ’ લખેલા ટીશર્ટ પહેરીને પહોંચતા તેમની અટકાયત કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર તેલંગાણા વિધાનસભા બહાર આ મામલે મોટો હોબાળો થયો હતો. ભારત રાષ્ટ્ર સમિતિના (BRS) ધારાસભ્ય અને અન્ય નેતાઓ ‘રેવંત-અદાણી ભાઈ-ભાઈ’લખેલી ટીશર્ટ પહેરીને સત્તાધારી સરકારનો વિરોધ કરવા પહોંચ્યા હતા. જોકે તેઓ વિધાનસભામાં પ્રવેશે તે પહેલા જ પોલીસે તેમને બહારથી જ ઉઠાવી લીધા હતા. દરમિયાન BRS નેતા કેટી રામારાવ અને પોલીસ વચ્ચે દલીલબાજી પણ જોવા મળી. પોલીસે KTR અને કવિતા સહીત કેટલાક BRS નેતાઓની અટકાયત કરી લીધી હતી.
BRS MLAs arrive at Telangana Assembly wearing T-shirts reading 'Adani-Revanth Bhai Bhai', detained in Hyderabad
— TIMES NOW (@TimesNow) December 9, 2024
Congress seems to have two faces…We just want to ask one question; if they are doing the same in the Parliament in Delhi, what's the problem if we are doing it? -… pic.twitter.com/hT7bysV7d8
આ કોંગ્રેસનું ડબલ સ્ટેન્ડર્ડ- KTR
આ મામલે વિપક્ષ દળ BRSના કાર્યકારી અદ્યક્ષ કે.ટી રામા રાવે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના બેવડા ધોરણોને ઉજાગર કરવા જરૂરી છે. તેમણે કહ્યું, “એક તરફ રાહુલ ગાંધી સંસદમાં ‘અદાણી પીએમ એક છે’ લખેલા ટીશર્ટ પહેરીને જાય છે, એજ વસ્તુ અમે કરીએ તો અમને રોકવામાં આવે છે. વાસ્તવમાં અદાણી અને રેવંત રેડ્ડી સહુથી સારા મિત્રો છે. અમે તેમને બેનકાબ કરીને રહીશું.”
આટલું જ નહીં, તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને રેવંત રેડ્ડી પર નિશાનો સાધતા લખ્યું હતું કે, તેઓ અદાણી સાથેના તેમના સંબંધ સામે લાવતા રેહશે. તેમણે લખ્યું, “તમે અમારી ગેરકાયદેસર ધરપકડ કરીને અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો છે.”
શા માટે થઇ રહ્યો છે વિરોધ?
BRSના વિરોધ કરવા પાછળ તેમની પાસે વાજબી કારણ પણ છે. 2023માં તેલંગાણામાં કોંગ્રેસના નેતૃત્વમાં રેવંત રેડ્ડીની સરકાર બની છે. કાયમ અદાણી અને અંબાણીના નામે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘેરવા પ્રયાસ કરતી રહેતી કોંગ્રેસના જ મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ અદાણી ગ્રુપ પાસેથી કરોડોનું ફંડ લીધું છે અને આ વાત રેવંત રેડ્ડી પોતે પણ સ્વીકારી રહ્યા છે. વાસ્તવમાં તાજેતરમાં જ તેલંગાણાની કોંગ્રેસ નેતૃત્વવાળી સરકારે એક સ્કિલ યુનિવર્સિટી માટે અદાણી જૂથ પાસેથી 100 કરોડનું દાન લીધું છે.
અદાણી પાસેથી પૈસા લીધા એમાં ખોટું શું?: સીએમ રેવંત રેડ્ડી
આટલું જ નહીં, રાહુલ ગાંધીના વારંવાર અદાણી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરવા છતાં તેમના જ મુખ્યમંત્રી તે મામલે તેમનાથી અળગા જોવા મળ્યા. તેમણે જાહેરમાં કહ્યું હતું કે અદાણી પાસેથી દાન મેળવવું કોઈ ખોટી કે ખરાબ બાબત નથી. તેમણે કહ્યું હતું કે, તેલંગાણાના વિકાસ માટે અમે અદાણી પાસેથી ધન લઈએ એમા કશું જ ખોટું નથી. તેમણે આ નિવેદન આપ્યું ત્યારે તેમની સાથે મંચ પર હિમાચલ પ્રદેશના કોંગ્રેસી મુખ્યમંત્રી સુખવિંદર સુક્ખૂ અને તેલંગાણાના નાયબ મુખ્યમંત્રી ડી.કે શિવકુમાર હાજર હતા.