Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટતેલંગાણાના મુખ્યમંત્રી KCRનો બફાટ: વાદળ ફાટવા પાછળ વિદેશી તાકાતોનો હાથ છે; વાદળ...

    તેલંગાણાના મુખ્યમંત્રી KCRનો બફાટ: વાદળ ફાટવા પાછળ વિદેશી તાકાતોનો હાથ છે; વાદળ ફાટવાનાં મૂળ કારણો કયાં છે?

    તેલંગાણા સીએમ કેસીઆરની ટિપ્પણીઓથી વિપરીત વાદળ ફાટવાની ઘટના કુદરતી છે. વાદળ ફાટે ત્યારે એક નાના ભૌગોલિક વિસ્તારમાં ઓછા સમયમાં બહુ મોટા પ્રમાણમાં વરસાદ પડે છે.

    - Advertisement -

    તાજેતરમાં ઉત્તરના રાજ્યોમાં વાદળ ફાટવાની ઘટના બની હતી ત્યારે હવે આ ઘટનાને લાઈન તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે વિચિત્ર નિવેદન આપ્યું છે. તેમણે વાદળ ફાટવાની ઘટના વિદેશી ષડ્યંત્ર ગણાવ્યું હતું અને કહ્યું હતું કે બીજા દેશો ભારતના લદાખ અને કાશ્મીર જેવા વિસ્તારોમાં જાણીજોઈને આવી ઘટનાઓને અંજામ આપે છે. 

    પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતી વખતે તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરે ઉપસ્થિત પત્રકારોને આ વાત કહી હતી. તેમણે કહ્યું કે, “વાદળ ફાટવાની ઘટના જેવી નવી બાબતો સામે આવી છે. લાગે છે કે વિદેશો જાણીજોઈને આપણા દેશમાં આવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. પહેલાં તેમણે લદાખમાં આમ કર્યું અને હવે ઉત્તરાખંડ અને ગોદાવરી બેસિનમાં વાદળ ફાટવાની ઘટના બની છે.”

    તેલંગાણા ભાજપ પ્રમુખ સંજય કુમારે સીએમ કેસીઆરની આ ટિપ્પણીને મજાક ગણાવી હતી. તેમણે કહ્યું કે, તેમની નિષ્ફ્ળતાઓ ઢાંક્વા માટે કેસીઆર આવાં નાટકો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, મૂળ મુદ્દાઓથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે મુખ્યમંત્રી આ પ્રકારે વિદેશી ષડ્યંત્રોને જવાબદાર ગણાવી રહ્યા છે. 

    - Advertisement -

    બીજી તરફ, તેલંગાણા કોંગ્રેસના પ્રમુખે કહ્યું કે, જો કેસીઆર પાસે વાદળ ફાટવા પાછળ વિદેશી શક્તિઓનો હાથ હોવાના પુરાવા હોય તો તેમણે આ માહિતી આઈબી અને રૉ જેવી એજન્સીઓને તેમજ કેન્દ્ર સરકારને આપવી જોઈએ, કારણ કે આ મુખ્યમંત્રીની ફરજ છે.

    તેલંગાણા સીએમઓ અનુસાર મુખ્યમંત્રીએ રાજ્યના ભદ્રાચલમથી એટુરૂનગરમ સુધી ગોદાવરીના પૂરથી અસરગ્રસ્ત ક્ષેત્રોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમણે ઉફાણાઈ ગોદાવરી નદીની પણ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, તેમણે તેલંગાણામાં પૂરમાં ડૂબેલા અસરગ્રસ્ત ગામોની પણ મુલાકાત લીધી હતી.

    રિપોર્ટ અનુસાર, ભદ્રાચલમ શહેરમાં ગોદાવરી નદીનું જળસ્તર 71.30 ફૂટના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. જ્યારે અહીં જોખમી સપાટી 53 ફુટ છે. બીજી તરફ, આ વિસ્તારોના લગભગ 26 હજાર લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. 

    તેલંગાણા સીએમ કેસીઆરની ટિપ્પણીઓથી વિપરીત વાદળ ફાટવાની ઘટના કુદરતી છે. વાદળ ફાટે ત્યારે એક નાના ભૌગોલિક વિસ્તારમાં ઓછા સમયમાં બહુ મોટા પ્રમાણમાં વરસાદ પડે છે. વાદળ ફાટે ત્યારે વરસાદ ફુવારાની માફક પડે છે અને જેનો દર કલાકના પાંચ ઇંચ જેટલો હોય છે. 

    આવી ઘટનાઓ સામન્યતઃ રણવિસ્તાર કે પહાડી વિસ્તારોમાં વધુ જોવા મળે છે. ગરમ હવે પહાડોથી અથડાઈને ઉપર જાય છે ત્યારે વાદળ સાથે ટકરાય છે. વાદળમાં રહેલા પાણીના અણુઓ વચ્ચે લાગતું આંતર આણ્વિક બળ ઓછું થાય છે જેના કારણે પાણીના અણુઓ પણ હવા સાથે ઉપર તરફ ગતિ કરે છે. આ અણુઓ સંઘનિત તો થઇ જાય છે પરંતુ ઈલેક્ટ્રો બળના કારણે વાદળોમાંથી બહાર નીકળી શકતાં નથી. જેના કારણે વાદળ ફાટે છે અને એકસાથે પાણીનો વરસાદ થાય છે.

    વરસાદ એ વાદળમાંથી નીચે પડતું સંઘનિત પાણી હોય છે, જ્યારે વાદળ ફાટવું એ વરસાદી આફત છે. પ્રતિ કલાક 100 મિમીથી વધુ વરસાદ પડે ત્યારે તેને વાદળ ફાટવાની ઘટના તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં