Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટતેજસ્વી યાદવ માનહાનિ કેસ: કોર્ટમાં સાક્ષીઓનાં નિવેદનો નોંધવામાં આવ્યાં, આગલી સુનાવણી 12...

    તેજસ્વી યાદવ માનહાનિ કેસ: કોર્ટમાં સાક્ષીઓનાં નિવેદનો નોંધવામાં આવ્યાં, આગલી સુનાવણી 12 જૂને; ગુજરાતીઓને ઠગ કહેવા મામલે થયો છે કેસ  

    સાક્ષીઓએ કોર્ટને જણાવ્યું કે, તેજસ્વી યાદવે 23 માર્ચ, 2023ના રોજ જાહેરમાં ‘ગુજરાતીઓ ઠગ છે’ તેનું નિવેદન આપ્યું હતું, જેના કારણે ગુજરાતીઓને આઘાત પહોંચ્યો છે અને ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચી છે.

    - Advertisement -

    બિહારના ઉપમુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવે એક નિવેદનમાં ગુજરાતીઓ વિશે અણછાજતી ટિપ્પણી કરી હતી, જેને લઈને અમદાવાદની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં તેમની સામે બદનક્ષીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.  

    સુનાવણી દરમિયાન કોર્ટ સમક્ષ ત્રણ સાક્ષીઓને રજૂ કરવામાં આવ્યા હતા, જેમણે પોતાનાં નિવેદનો નોંધાવ્યાં હતાં. સાક્ષીઓમાં અખિલ ભારત ગુજરાતી સમાજના પ્રમુખ રાજેન્દ્ર ટાંક તેમજ જતીન પટેલ અને પંકજ પટેલ નામના બે વ્યક્તિઓ સામેલ હતા. તેમણે કોર્ટને કહ્યું કે, તેજસ્વી યાદવના નિવેદનથી તમામ ગુજરાતીઓની લાગણીઓને ઠેસ પહોંચી છે. 

    રિપોર્ટ અનુસાર, સાક્ષીઓએ કોર્ટને જણાવ્યું કે, તેજસ્વી યાદવે 23 માર્ચ, 2023ના રોજ જાહેરમાં ‘ગુજરાતીઓ ઠગ છે’ તેનું નિવેદન આપ્યું હતું, જેના કારણે ગુજરાતીઓને આઘાત પહોંચ્યો છે અને ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચી છે. તેમણે કોર્ટને જણાવ્યું કે, ગુજરાતીઓ પોતાની મહેનત અને સાહસથી દેશ-દુનિયામાં પોતાનું સ્થાન બનાવી રહ્યા છે અને આ ધરતી ગાંધી-સરદાર અને નરસિંહ મહેતાની ધરતી છે. આવા લોકોને ઠગ કહેવા એ મહાપુરુષોનું અને ગુજરાતીઓનું અપમાન છે. જેથી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને કોઈ રાજકીય આગેવાન આવું નિવેદન આપતા અટકે. 

    - Advertisement -

    કોર્ટે સાક્ષીઓનાં નિવેદનો નોંધીને આગળની સુનાવણી 12 જૂનના રોજ મુકરર કરી છે. ઉલ્લેખનીય છે કે આ કેસ ગત 26 એપ્રિલ, 2023ના રોજ દાખલ કરવામાં આવ્યો હતો. ગત 1 મેના રોજ અરજદારનું નિવેદન નોંધવામાં આવ્યું હતું, જ્યારે બીજી સુનાવણીમાં કોર્ટે તપાસના આદેશ આપ્યા હતા. 

    ફરિયાદીના વકીલે મીડિયાને જણાવ્યું હતું કે, કોર્ટ સમક્ષ ત્રણ સાક્ષીઓએ જુબાની આપી હતી અને મુખ્ય ફરિયાદીએ એક ખાનગી યુ-ટ્યુબ ચેનલ પર આ સમાચાર જોયા હોવાનું જણાવ્યાના કારણે આ આ ચેનલના એડિટરને નોટિસ પાઠવવામાં આવી છે. જે મળ્યે તેજસ્વી યાદવના નિવેદનની ઓરીજીનલ કોપી સીડી અને પેન ડ્રાઈવ સાથે હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે. 

    વાસ્તવમાં, પોતાને PMO અધિકારી ગણાવીને કાશ્મીર જઈને જલસા કરી આવનાર અમદાવાદના ઠગ કિરણ પટેલની ધરપકડ બાદ આ મુદ્દો ચર્ચામાં હતો ત્યારે તેજસ્વી યાદવે મીડિયાને બાઈટ આપતાં આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “આજના સમયમાં ગુજરાતી જ ઠગ હોય શકે છે અને તેમની ઠગાઈને માફ કરી દેવામાં આવશે.” તેમણે આગળ ઉમેર્યું હતું કે, “LICના પૈસા, બેન્કના પૈસા આપી દો અને પછી તેઓ લઈને ભાગી જાય તો કોણ જવાબદાર હશે? કે પછી આ ભાજપીઓ ભાગી જાય તો કોણ જવાબદાર હશે?” તેજસ્વી યાદવના આ નિવેદન બાદ તેમની સામે કેસ કરવામાં આવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં