ઇતિહાસકારોએ લાંબા સમય સુધી ટીપુ સુલતાનને એક સ્વાતંત્ર્ય સેનાની તરીકે રજૂ કર્યો હતો અને અભ્યાસક્રમમાં પણ એ જ શીખવવામાં આવ્યું હતું. પરંતુ, જ્યારે વાસ્તવિક ઇતિહાસ સામે આવ્યો ત્યારે હિંદુઓ પર અત્યાચાર કરનારા ટીપુ સુલતાનની પોલ ખુલી ગઈ. જે ટીપુ સુલતાનની કોંગ્રેસ સરકાર જયંતી મનાવતી હતી, તે ટીપુ સુલતાનને હવે હિંદુઓના હત્યારા અને મંદિર તોડનારા શાસક તરીકે ઓળખવામાં આવે છે. મૈસૂરનો આ શાસક ખરેખર કેવો હતો અને તેણે કેવા કૃત્યો કર્યા હતા એ હવે આપણને ફિલ્મના માધ્યમથી જાણવા મળશે. ‘ઈરોઝ ઇન્ટરનેશનલ’ ટીપુ સુલતાન પર ફિલ્મ બનાવી રહ્યું છે.
‘ટીપુ’ ફિલ્મના અનાઉન્સમેન્ટ વિડીયોમાં બતાવવામાં આવ્યું છે કે આ ક્રૂર શાસકે 8000 મંદિરો અને 27 ચર્ચોનો નાશ કર્યો હતો. તો 40 લાખ હિંદુઓને ઇસ્લામ અપનાવીને મુસ્લિમ બનવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા અને તેમને ગૌમાંસ પણ ખવડાવવામાં આવ્યું હતું. ટીપુ સુલતાન હિંદુઓ પ્રત્યે એટલી ઘૃણા ધરાવતો હતો કે 1 લાખથી પણ વધુ હિંદુઓને જેલમાં બંધ કર્યા હતા અને કાલીકટમાં 200 બ્રાહ્મણ પરિવારોનો નરસંહાર પણ કર્યો હતો. વિડીયોમાં કહેવામાં આવ્યું છે કે, સ. 1783થી આ ‘જેહાદ’ શરુ થયો હતો. આ દરમિયાન મંદિરો પણ બળવામાં આવ્યા હતા. ટીપુ સુલતાન પર ફિલ્મ બની રહી છે ત્યારે તેના માધ્યમથી ક્રૂર શાસકના ગુણગાન ગાનારાને સાચો અરીસો બતાડવામાં આવશે.
‘ટીપુ’ ફિલ્મનું નિર્દેશન પવન શર્મા કરી રહ્યા છે. એક વિડીયો દ્વારા ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મને સંદીપ સિંઘ અને રશ્મિ શર્મા મળીને પ્રોડ્યુસ કરી રહ્યા છે. સંદીપ સિંઘ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ નામની ફિલ્મ પણ બનાવી રહ્યા છે, જેમાં રણદીપ હુડ્ડા વીર વિનાયક દામોદર સાવરકરનું પાત્ર ભજવશે. તો નિર્માતા ‘અટલ’ નામની ફિલ્મ પણ બનાવી રહ્યા છે જેમાં અભિનેતા પંકજ ત્રિપાઠી અટલ બિહારી વાજપેયીનો રોલ ભજવતા જોવા મળશે. આ ઉપરાંત, સંદીપ સિંઘ ‘બાલ શિવાજી’ નામની ફિલ્મ પણ બનાવી રહ્યા છે.
EROS – SANDEEP SINGH – RASHMI SHARMA JOIN HANDS… ANNOUNCE ‘TIPU’… #SandeepSingh [currently producing #SwatantryaVeerSavarkar, #Atal and #BalShivaji] and #RashmiSharma [#Pink] announce a film based on the life of #TipuSultan… Titled #Tipu.
— taran adarsh (@taran_adarsh) May 4, 2023
An #ErosInternational and Rashmi… pic.twitter.com/YmIIpyb5wr
આ ફિલ્મને રશ્મિ શર્મા પણ પ્રોડ્યુસ કરી રહ્યા છે, જેમણે ‘પિંક’ (2016) ફિલ્મનું પણ નિર્માણ કર્યું હતું. ‘ટીપુ’ ફિલ્મને હિંદી, કન્નડ, તમિલ, તેલુગુ અને મલયાલમ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ માટે રિસર્ચનું કામ રજત સેઠીએ કર્યું છે, જેમનું શિક્ષણ હૉવર્ડ અને IIT ખડગપુર જેવી સંસ્થાઓમાં થયું છે. કાનપુરમાં જન્મેલા રજત સેઠી આસામ ચૂંટણીમાં ભાજપ માટે કામ કરી ચૂક્યા છે. તેઓ એક ઉમદા રાજકીય વિશ્લેષક અને લેખક પણ છે.
‘ટીપુ’ ફિલ્મના નિર્દેશક પવન શર્માએ કહ્યું કે, “આપણે ટીપુ સુલતાન વિશે જે સ્કૂલમાં ભણાવવામાં આવ્યું છે તે ભ્રામક હતું. જ્યારે મેં આ ક્રૂર શાસક વિશે જાણ્યું ત્યારે હું ખરેખર ચોંકી ગયો હતો. હું આ ફિલ્મના માધ્યમથી એક કઠોર વાસ્તવિકતા દેખાડવા જઈ રહ્યો છું. એ વાસ્તવિકતા જેની સાથે છેડછાડ કરીને ટીપુ સુલતાનને નાયક તરીકે રજૂ કરવામાં આવ્યો હતો.”