4 જુલાઈના રોજ, ટ્વિટરે લક્ષિત ઉત્પીડન માટે સીરીયલ એબ્યુઝર ટ્વિટર હેન્ડલ ટીમ સાથ (@TeamSaath)ને થોડા સમય માટે સસ્પેન્ડ કર્યું હતું. ટીમ સાથના સુશાંત સિંહ દ્વારા શેર કરવામાં આવેલા ઈમેલના સ્ક્રીનશૉટમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે એકાઉન્ટ ‘દુરુપયોગ અને ઉત્પીડન’ સામે ટ્વિટરના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.
ટ્વીટમાં સમાવિષ્ટ મેઈલ એ ટ્વીટને ડિલીટ કરવા વિશે હતું જેમાં ટીમ સાથએ એકાઉન્ટ સસ્પેન્ડ કરવા માટે દબાણ કર્યું હતું. અમે અહેવાલ પ્રકાશિત કર્યો ત્યાં સુધીમાં, ટીમ સાથ એકાઉન્ટ ટ્વિટર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.
જો કે, ટૂંકા ગાળા દરમિયાન, ખાતું સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું, અને ઉદારવાદીઓ અને ઇસ્લામવાદી માફીવાદીઓની એક ટોળી એકાઉન્ટનું સસ્પેન્સન રદ્દ કરવાની માંગ કરવા દોડી આવી હતી. રસપ્રદ વાત એ છે કે, આમાંના મોટાભાગના લોકોએ કથિત ઉત્પીડન અંગે અન્ય હેન્ડલ્સને સ્થગિત કરવા માટે અનેક વાર બળાપો કાઢ્યો હતો.
ટીમ સાથના સભ્ય, અભિનેતા સુશાંત સિંહે લખ્યું, “અલબત્ત, તે સંપૂર્ણ અર્થપૂર્ણ છે, ટ્વિટર. નફરત ફેલાવનારાઓને આમ ખુલ્લા પાડવા ના જોઈએ, અને વ્યાવસાયિક ટ્રોલ્સ અને દુર્વ્યવહાર કરનારાઓને ક્યારેય લક્ષિત ઉત્પીડન ન કરવું જોઈએ. શું હું તેના બદલે અધમ અને અપમાનજનક હેન્ડલ્સને ગોલ્ડ ટિક આપવાનું સૂચન કરી શકું?”
કથિત એક્ટ્રેસ અને કથિત એક્ટિવિસ્ટ સ્વરા ભાસ્કરે સવાલ કર્યો હતો કે એકાઉન્ટ કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યું.
આરજે અને પ્રોપગેંડાવાદી સાયમાએ કહ્યું, “અહીં શું મુદ્દો છે, ટ્વિટર ઈન્ડિયા? ટીમ સાથ સસ્પેન્ડ કેમ? તેઓ ટ્રોલ્સનો સામનો કરવાનું અને ટ્વિટરની જગ્યા સાફ કરવાનું ઉમદા કાર્ય કરે છે! આ અંગે તાકીદે તપાસ કરવા વિનંતી છે.”
અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય સંયોજક અને રમખાણોના આરોપી સદફ જાફરે કહ્યું, “ટીમ સાથ હેન્ડલ કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે? તેઓ નફરત ફેલાવનારાઓને ખુલ્લા પડે છે, શું તે ગુનો છે?”
વિવાદાસ્પદ પત્રકાર સાક્ષી જોશીએ કહ્યું, “તમે ટીમ સાથને કેમ સસ્પેન્ડ કરી? શું તમને એવું એકાઉન્ટ પસંદ નથી કે જે ટ્વિટરને દુર્વ્યવહાર કરનારાઓ માટે ઓછામાં ઓછું ડરતું તો રાખે? રોજિંદા ધોરણે, અમારા જેવી મહિલાઓને ઉત્પીડન અને દુર્વ્યવહારનો સામનો કરવો પડે છે, અને તે માત્ર #TeamSaath છે જે દરેક મહિલાના બચાવમાં આવે છે.”
અન્ય પત્રકાર અને પ્રોપગેંડાવાદી, રોહિણી સિંહે પ્રશ્ન કર્યો કે તેને કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યું અને ટ્વિટરને એકાઉન્ટ અનસસ્પેન્ડ કરવાની માંગ કરી.
NDTVની કાદમ્બિની શર્માએ પણ સસ્પેન્શન પર સવાલ ઉઠાવ્યા હતા અને દાવો કર્યો હતો કે ટીમ સાથ ટ્વિટરને પ્લેટફોર્મને સુરક્ષિત અને દુરુપયોગ મુક્ત રાખવામાં મદદ કરી રહી છે.
TIMEના પત્રકાર ઈસ્મત આરાએ સસ્પેન્શન પર સવાલ ઉઠાવ્યો હતો અને તેનું સસ્પેન્સન રદ્દ કરવાની માંગ કરી હતી.
ટીમ સાથ, એક કુખ્યાત ટ્રોલ એકાઉન્ટ છે, ઘણીવાર એવા નેટીઝન્સને નિશાન બનાવે છે જેઓ લિબરલ ઇકોસિસ્ટમ વિરુદ્ધ તેમના મંતવ્યો વ્યક્ત કરે છે. આ વર્ષે જૂનમાં, OpIndiaએ અહેવાલ આપ્યો હતો કે તેઓએ એવા સેલિબ્રિટીઝની હિટ લિસ્ટ બનાવી છે જેમણે રાષ્ટ્રવાદી ઉદ્દેશ્યને સહયોગ આપ્યો હોય.
“@sachin_rt, @akshaykumar અને @NSaina ની ભવ્ય સફળતા પછી, BJP સરકાર @TandonRaveena અને @venkateshprasad ને ભારતના નવા તારણહાર તરીકે રજૂ કરે છે,” ‘Team Saath’ ના ટ્વિટર એકાઉન્ટ, જેમાં 54,000 થી વધુ ફોલોઅર્સ છે, જેમાં રોહિણી સિંહ, સુશાંત સિંહ, સ્વાતિ ચતુર્વેદી, સ્વરા ભાસ્કર અને આવા અન્ય ‘પ્રખ્યાત’ ડાબેરી વિચારધારાઓનો સમાવેશ થાય છે, તેણે ટ્વિટ કર્યું.
બાદમાં તેઓએ એવી સેલિબ્રિટીઓની યાદી બહાર પાડી કે જેઓ તેમની હિંદુ ઓળખ અંગે અડગ અને પ્રમાણિક છે અને તેમને ભાજપ સાથે જોડ્યા છે.
‘ટીમ સાથ’ સામૂહિક રીતે પ્રોફાઇલ રિપોર્ટ કરી આપવા અને ચોક્કસ પ્રોફાઈલોને સસ્પેન્ડ કરવા માટે કામ કરી રહી છે.
વાસ્તવમાં, ‘ટીમ સાથ’ ઓનલાઇન ગુંડાગીરી માટે ટ્વિટરનો દુરુપયોગ કરવા અને એવા વ્યક્તિઓને લક્ષિત ઉત્પીડન માટે કુખ્યાત છે કે જેમના રાજકીય વિચારો તેમના વિચારો સાથે સુસંગત નથી. ‘ટીમ સાથ’ ઓફિસિયલ એ ડાબેરી-ઉદારવાદીઓ અને હડકાયા ઇસ્લામવાદીઓ માટે દેશમાં રાષ્ટ્રવાદી અવાજોને શાંત કરવા માટે હાથવગું ટ્વિટર એકાઉન્ટ છે.
અગાઉના સસ્પેન્શને ટીમ સાથને પાઠ ભણાવ્યો ન હતો
આ પહેલીવાર નથી જ્યારે એકાઉન્ટ સસ્પેન્ડ થયું હોય. અગાઉ 2021 માં પણ આ ખાતું ટૂંકા ગાળા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.