Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટતાજ મોહમ્મદે મસ્જિદમાં ઘૂસીને કુરાન સળગાવી, પકડાઈ ગયા પછી કહ્યું- મેં નહીં,...

    તાજ મોહમ્મદે મસ્જિદમાં ઘૂસીને કુરાન સળગાવી, પકડાઈ ગયા પછી કહ્યું- મેં નહીં, મારી આત્માએ કર્યું!

    સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યો, પણ પકડાઈ ગયા પછી એવો દાવો કર્યો કે પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઈ.

    - Advertisement -

    ગુરુવારે શાહજહાંપુર શહેરમાં એક મસ્જિદમાં કુરાન સળગાવવાના આરોપમાં એક મુસ્લિમ વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસ મહાનિરીક્ષક રમિત શર્માએ અહીં જણાવ્યું હતું કે શહેરના કોતવાલી વિસ્તારમાં સ્થિત ફખરે આલમ મસ્જિદમાં બુધવારે સાંજે કુરાનનો કેટલોક ભાગ સળગી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં તાજ મોહમ્મ્દે મસ્જિદમાં કુરાન સળગાવી હોવાનો ખુલાસો થયો હતો.

    અહેવાલો અનુસાર ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે એક વ્યક્તિની ઓળખ કરવામાં આવી હતી, જેની આજે બડુજાઈ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ આરોપીની ઓળખ તાજ મોહમ્મદ તરીકે થઈ છે અને તાજ મહોમ્મદે મસ્જીદમાં કુર્રાન સળગાવી હોવાનો ગુનો કબૂલ કર્યો છે. તેણે ધરપકડ બાદ પોલીસ સામે એવું નિવેદન આપ્યું કે બે ઘડી તો પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઈ ગઈ હતી. તેણે સીસીટીવી ફૂટેજમાં પોતે નહીં પણ તેની આત્મા હોવાની વાત કરી હતી.

    પોલીસ અધિક્ષક એસ આનંદે જણાવ્યું કે ઘટનાની માહિતી મળતાં બુધવારે રાત્રે એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી અને આ વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજને સ્કેન કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, જે દરમિયાન એક યુવક મસ્જિદની બહાર આવતો જોવા મળ્યો હતો.

    - Advertisement -

    કોમી છમકલું થતા થતા રહી ગયું?

    મસ્જીદમાં કુર્રાન સળગાવી હોવાની વાત થોડાક જ સમયમાં આખા વિસ્તારમાં વાયુ વેગે વ્પ્ર્સરી ગઈ હતી, જે પછી આખા વિસ્તારના મુસ્લિમોના ટોળેટોળા મસ્જીદ તરફ ઉમટી પડ્યા હતા, આ દરમિયાન રોષે ભરાયેલા ટોળાએ રસ્તા પર લાગેલા કેટલાક ઝંડાઓ સળગાવ્યા હતા જેમાં ભાજપના ઝંડા પણ સામેલ હતા. દરમિયાન ઘટનાની ગંભીરતા જોતા સ્થળ પર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો, ટોળાને વિખેરવા પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી.

    ત્યારબાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ (નાણા અને મહેસૂલ) રામસેવક દ્વિવેદી સાથે જિલ્લા મેજિસ્ટ્રેટ ઉમેશ પ્રતાપ સિંહે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી નિર્દેશો આપતાં લોકોને શાંતિ જાળવવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી હતી.

    આ કેસમાં ફરિયાદી હાફિઝ હસીબે જણાવ્યું કે આ ઘટના બાદ વિસ્તારમાં ભારે તણાવ છે. દરરોજની જેમ સવારે નમાઝ અદા કરવામાં આવી હતી, પરંતુ આજે નમાઝ અદા કરવા માટે લોકો આટલી મોટી સંખ્યામાં આવ્યા ન હતા.

    જણાવવામાં આવી રહ્યું છે કે શાહજહાંપુર શહેરના ચોક કોતવાલી વિસ્તારના મોહલ્લા બાવુઝાઈમાં સૈયદ શાહ ફખરે આલમ મિયાં મસ્જિદ છે. બુધવારે (2 નવેમ્બર 2022) સાંજે, બે યુવકો મસ્જિદમાં ઘૂસી ગયા અને ત્યાં રાખવામાં આવેલ કુરાન સળગાવી દીધી હતી. જ્યારે ઇમામ હાફિઝ નદીમ અને અન્ય લોકો નમાઝ માટે ત્યાં પહોંચ્યા ત્યારે તેઓએ કુરાનના બળેલા પાના જોયા અને મસ્જિદના ઇમામને જાણ કરી.

    ત્યારબાદ 8 વાગ્યાની આસપાસ વિસ્તારમાં લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. યુવાનોએ ભાજપના હોલ્ડિંગ્સ ફાડીને આગ ચાંપી દીધી હતી. ત્યારબાદ માહિતી મળતાં જ એસપી, એસપી સિટી, એસપી ગ્રામ્ય સહિતનો ભારે પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. આ પછી પોલીસે રાત્રે 9 વાગ્યા સુધીમાં પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. કેસનો એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે જેમાં તાજ મોહમ્મદનું કૃત્ય બહાર આવ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં