Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદરે પોતાના સાથી ક્રિકેટર માટે મહાકાલ...

    સુર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદરે પોતાના સાથી ક્રિકેટર માટે મહાકાલ પાસે પ્રાર્થના કરી

    સુર્યકુમાર યાદવ જે સ્કાયના હુલામણા નામે ઓળખાય છે તેની સાથે કુલદીપ યાદવ અને વોશીંગ્ટન સુંદર ભારતીય ક્રિકેટ ટીમના મેનેજમેન્ટના એક અન્ય સભ્ય સાથે મંદિરના નંદીગૃહમાં અન્ય ભક્તો સાથે જ બેઠાં હતાં અને આરતીનો ભાગ બન્યાં હતાં.

    - Advertisement -

    ભારતીય ક્રિકેટ ટીમના મહત્ત્વના ખેલાડીઓ સુર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદર આજે વહેલી સવારે ઉજ્જેનના પ્રખ્યાત જ્યોતિર્લિંગ મહાકાલના દર્શને આવ્યા હતાં. અહીં તેમણે ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો. આ ત્રણેય ક્રિકેટરો આવતીકાલે ઇન્દોર ખાતે રમાનારી વનડે ઇન્ટરનેશનલમાં ભાગ લેવા માટે મધ્ય પ્રદેશના પ્રવાસે છે.

    આ ત્રણેય ક્રિકેટરોએ મહાકાલના દર્શન તો કર્યા જ હતાં પરંતુ સાથે સાથે તેમણે પોતાના સાથી ક્રિકેટર ઋષભ પંતને જલ્દીથી સ્વાસ્થ્યલાભ થાય તેની પ્રાર્થના પણ મહાદેવને કરી હતી. એક અહેવાલ અનુસાર આ ત્રણેય ક્રિકેટરોએ આજે વહેલી સવારે જ ઉજ્જૈન પહોંચીને અહીની પ્રખ્યાત ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો.

    સુર્યકુમાર યાદવ જે સ્કાયના હુલામણા નામે ઓળખાય છે તેની સાથે કુલદીપ યાદવ અને વોશીંગ્ટન સુંદર ભારતીય ક્રિકેટ ટીમના મેનેજમેન્ટના એક અન્ય સભ્ય સાથે મંદિરના નંદીગૃહમાં અન્ય ભક્તો સાથે જ બેઠાં હતાં અને આરતીનો ભાગ બન્યાં હતાં. આ દરમ્યાન અન્ય કોઇપણ ભક્તને આ ત્રણેય ભારતના લોકપ્રિય ક્રિકેટરો ઓળખાયા ન હતાં.

    - Advertisement -

    આરતી કર્યા બાદ સુર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદરે મહાકાલના આ મંદિરના ગર્ભગૃહની પણ મુલાકાત લીધી હતી અને તેમનાં દર્શનનો લાભ લીધો હતો.

    આરતી પૂર્ણ થયા બાદ બહાર આવીને પત્રકારો સાથે અનૌપચારિક વાતો કરતાં સુર્યકુમાર યાદવે જણાવ્યું હતું કે તેઓને અહીં આવીને અત્યંત આનંદ થયો છે. મન શાંત થઇ ગયું હોવાનો અનુભવ પણ તેઓ કરી રહ્યાં છે. યાદવે આગળ જણાવ્યું હતું કે તેઓ તેમનાં સાથી ક્રિકેટર અને વિકેટકીપર ઋષભ પંતના જલ્દી સ્વાસ્થ્યલાભની કામના પણ કરે છે. તેઓ ફક્ત એટલું જ ઈચ્છે છે કે ઋષભ પંત જલ્દીથી સાજા થઇ જાય.

    અગાઉ ભારતીય ટીમ શ્રીલંકા સામેની સિરીઝમાં તિરુવનંતપુરમમાં રમાયેલી મેચ અગાઉ અહીં આવેલા પ્રખ્યાત પદ્મનાભ સ્વામીના મંદિરના દર્શને પણ ગઈ હતી. આ સમયે ટીમનાં મોટાભાગનાં સભ્યો સામેલ હતાં જેમાં ઉજ્જેન ગયેલાં ત્રણ ક્રિકેટરો પણ જોડાયા હતાં.

    શ્રીલંકા સામેની સિરીઝ 3-0થી ક્લીન સ્વિપ કર્યા બાદ ટીમ ઇન્ડિયા હવે ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં પણ ક્લીન સ્વિપ કરવા ઈચ્છતી હશે. ત્રણ મેચોની આ સિરીઝમાં ભારત પહેલી બે મેચો જીતીને સિરીઝ અગાઉથી જ જીતી ચુક્યું છે.

    ઋષભ પંતનો અકસ્માત ગયા મહીને થયો હતો જેમાં તેને ગંભીર ઈજા થઇ હતી અને તેનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. જો કે હવે તેની તબિયત સુધારા પર છે અને તેની હાલત ભયમુક્ત અને સ્થિર છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં