Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટક્રિકેટર રિષભ પંત રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ, દિલ્હી પરત ફરતી વખતે...

    ક્રિકેટર રિષભ પંત રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ, દિલ્હી પરત ફરતી વખતે કાર રેલિંગ સાથે અથડાઈ; આગ ફાટી નીકળતા માંડ માંડ બચ્યો

    કાર કાબૂ બહાર ગઈ અને રેલિંગ અને થાંભલા તોડીને પલટી ગઈ. આ પછી તેની કારમાં આગ લાગી હતી. ત્યાં સુધીમાં ગ્રામજનો અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તેઓએ ફાયર વિભાગને જાણ કરી હતી.

    - Advertisement -

    ભારતીય ક્રિકેટર રિષભ પંત શુક્રવારે સવારે ઉત્તરાખંડથી દિલ્હી પરત ફરી રહ્યો હતો તે વખતે તેની કાર ડિવાઈડર સાથે અથડાતા ઈજાગ્રસ્ત થયો હતો. હમ્મદપુર ઝાલ પાસે રૂરકીની નરસન બોર્ડર પર તેની કારને અકસ્માત નડ્યો હતો. રિષભને દિલ્હી રીફર કરવામાં આવ્યો છે. ત્યાં તેની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવશે.

    ડોક્ટરોના જણાવ્યા અનુસાર રિષભ પંતને માથા અને પગમાં ઈજા થઈ છે. માહિતી મળતાં જ દેહતના પોલીસ અધિક્ષક સ્વપ્ન કિશોર સિંહ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સક્ષમ હોસ્પિટલના અધ્યક્ષ ડૉ. સુશીલ નાગરે જણાવ્યું કે હાલમાં રિષભ પંતની હાલત સ્થિર છે, તેમને રૂરકીથી દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. ત્યાં તેની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવશે.

    25 વર્ષીય રિષભ પંતની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માત બાદ તેમની કારમાં જોરદાર આગ ફાટી નીકળી હતી.. રિષભ પંત સાથે કાર અકસ્માતના ઘણા ફોટા અને વીડિયો સામે આવ્યા છે. પંતની હોસ્પિટલમાં દાખલ થયેલા ફોટા પણ જોઈ શકાય છે.

    - Advertisement -

    આંખે જોનારાઓના જણાવ્યા અનુસાર, રિષભની ​​કાર રેલિંગ સાથે અથડાઈ હતી, ત્યારબાદ કારમાં આગ લાગી ગઈ હતી. રિષભ પંતે સીટ બેલ્ટ પહેર્યો ન હતો અને તે ગાડીનો કાંચ તોડીને બહાર આવ્યા હતા. ફાયર બ્રિગેડે ભારે જહેમત પછી આગ પર કાબુ મેળવ્યો હતો. શુક્રવારે સવારે ભારતીય ક્રિકેટર ઋષભ પંત કારમાં દિલ્હીથી રૂરકી તરફ આવી રહ્યા હતા. નોંધનીય છે કે ઋષભ પંતનું ઘર રૂડકીમાં છે. જ્યારે તેમની કાર નરસન નગર પહોંચી, ત્યારે કાર કાબૂ બહાર ગઈ અને રેલિંગ અને થાંભલા તોડીને પલટી ગઈ. આ પછી તેની કારમાં આગ લાગી હતી. ત્યાં સુધીમાં ગ્રામજનો અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તેઓએ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ગાડીએ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. સૌ પહેલા ક્રિકેટર રિષભ પંતને દિલ્હી રોડ પર આવેલી સક્ષમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહીંથી તેમને દહેરાદૂન રિફર કરવામાં આવ્યા છે.

    ભારતીય ક્રિકેટ ટીમે જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં જ શ્રીલંકા સામે ઘરઆંગણે આગામી શ્રેણી રમવાની છે. ભારત અને શ્રીલંકા વચ્ચે T20 અને ODI શ્રેણી રમાવાની છે. આ બંને શ્રેણી માટે ટીમ ઈન્ડીયાની પસંદગી થઈ ચૂકી છે અને બંનેમાં રિષભ પંતનુ નામ નથી, આ માટે BCCI દ્વારા કોઈ કારણ આપવામાં નથી આવ્યું પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે રિષભ પંત પહેલીથી જ ઈજાગ્રસ્ત છે.

     
    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં