Wednesday, June 26, 2024
More
    હોમપેજગુજરાતગુજરાતની તમામ મદરેસાઓમાં સરવેના આદેશ, DEOને સોંપાઈ કામગીરી: બિનમુસ્લિમ બાળકોથી લઈને નાણાકીય...

    ગુજરાતની તમામ મદરેસાઓમાં સરવેના આદેશ, DEOને સોંપાઈ કામગીરી: બિનમુસ્લિમ બાળકોથી લઈને નાણાકીય સ્ત્રોત વિશે આપવી પડશે માહિતી

    NCPCRના પરિપત્રમાં જણાવાયું છે કે, મદરેસામાં ભણતા બાળકો સામાન્ય શાળાઓમાં શિક્ષણ મેળવે તે ખૂબ જરૂરી છે. તેથી દરેક જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીએ ટીમ બનાવીને માંગવામાં આવેલી માહિતી તાત્કાલિક ધોરણે પૂરી પાડવાની રહેશે.

    - Advertisement -

    રાજ્યમાં ચાલી રહેલી તમામ મદરેસાઓને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતની તમામ મદરેસાઓમાં શનિવારથી (18 મે, 2024) સરવેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સરકારી અને ગ્રાન્ટેડ તમામ મદરેસાઓનો સરવે કરવામાં આવશે. શિક્ષણ વિભાગે શાળાઓ અને પ્રાથમિક શિક્ષણની કચેરીને આપેલ આદેશમાં જણાવાયું છે કે, રાજ્યની તમામ મદરેસામાં અભ્યાસ કરતાં બિનમુસ્લિમ બાળકોની પણ ભૌતિક તપાસ કરવામાં આવશે. સાથે જ મદરેસાનું મેપિંગ પણ કરવામાં આવશે.

    તમામ જિલ્લા જિલ્લા શિક્ષણાધિકારીને શુક્રવારે (17 મે, 2024) વિડીયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતની તમામ મદરેસાઓમાં સરવે અંગેની માહિતી આપવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજ્યમાં અંદાજે 1200 મદરેસા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 175 અને ગ્રામ્યમાં 30 મદરેસા છે. તમામ મદરેસામાં DEOની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. રાષ્ટ્રીય બાળ આયોગના આદેશ બાદ આ કામગીરી હાથ ધરવામાં આવી છે.

    રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) દ્વારા મુખ્ય સચિવને મળેલા સમન્સ મુદ્દે તમામ તપાસ હાથ ધરવામાં આવી છે. પરિપત્રમાં જણાવાયું છે કે, મદરેસામાં ભણતાં બાળકો સામાન્ય શાળાઓમાં શિક્ષણ મેળવે તે ખૂબ જરૂરી છે. તેથી દરેક જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીએ ટીમ બનાવીને માંગવામાં આવેલી માહિતી તાત્કાલિક ધોરણે પૂરી પાડવાની રહેશે. તમામ પ્રકારની કાર્યવાહી કરવાની જવાબદારી અધિકારીઓની રહેશે. અધિકારીઓને આ કામગીરીને અગ્રતા આપી સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે.

    - Advertisement -

    નાણાકીય સ્ત્રોત વિશે પણ આપવી પડશે માહિતી

    સરવે દરમિયાન મદરેસાને લગતી ઘણી મહત્વની જાણકારી પણ અધિકારીઓને આપવાની રહેશે. પહેલાં તો મદરેસામાં ભણતા તમામ વિદ્યાર્થીઓની માહિતી આપવાની રહેશે. તથા તેમાં બિનમુસ્લિમો કેટલા છે તે વિશે પણ જણાવવું પડશે. તે ઉપરાંત મદરેસાનું સંચાલન કરનારી વ્યક્તિનું નામ પણ જણાવવાનું રહેશે. ઉપરાંત કઈ સંસ્થા કે ટ્રસ્ટ દ્વારા મદરેસા ચાલી રહી છે, તે વિશે પણ માહિતી આપવાની રહેશે.

    મદરેસાને જે સંસ્થા દ્વારા મંજૂરી આપવામાં આવી છે તે સંસ્થાનું નામ, મદરેસાના મકાનમાં ઓરડીની સંખ્યા, અભ્યાસ માટેનો સમય, શિક્ષકોને ચૂકવવામાં આવતા પગારનો સ્ત્રોત અને તે સાથે જ તમામ નાણાકીય સ્ત્રોત વિશે પણ માહિતી આપવી અનિવાર્ય છે. તે સિવાય અભ્યાસ કરતાં બાળકોની ઉંમર તથા મદરેસા સિવાય અન્ય શાળાઓમાં અભ્યાસ કરતાં હોય તેવા બાળકો વિશે પણ જાણકારી આપવાની રહેશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં