Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતસુરતમાં ગણેશજીના મંડપ પર પથ્થરમારા બાદ આક્રોશ, પોલીસ મથક બહાર એકઠા થયા...

    સુરતમાં ગણેશજીના મંડપ પર પથ્થરમારા બાદ આક્રોશ, પોલીસ મથક બહાર એકઠા થયા સેંકડો હિંદુઓ, કડક કાર્યવાહીની માંગ: આરોપી મુસ્લિમ સગીરોની અટકાયત, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

    પોલીસ કાર્યવાહી કરવા માટે ગઈ તો તેમની ઉપર પણ મુસ્લિમ વિસ્તારમાંથી પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. ભીડ એકઠી થઈ ગઈ હતી અને પથ્થરો ફેંકાયા હતા. આસપાસની મસ્જિદો પાસેથી પણ પથ્થરમારો થયો હોવાનો હિંદુ સંગઠનોનો આરોપ છે. 

    - Advertisement -

    સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં ગણેશજીના મંડપ પર પથ્થરમારો થયા બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ છે. અહીં અમુક મુસ્લિમ સગીરોએ મંડપ પર પથ્થરો ફેંક્યા હતા, ત્યારબાદ સેંકડો હિંદુઓ રસ્તા પર ઉતરી આવ્યા અને કડક કાર્યવાહીની માંગ કરી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને અમુક અટકાયત કરી લીધી છે, બીજી તરફ ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. 

    પ્રાપ્ત જાણકારી અનુસાર, ઘટના લાલગેટના વરિયાળી બજાર વિસ્તારના ગણેશ મંડપમાં બની. અહીં અમુક સગીરોએ પથ્થરમારો કર્યો હતો. જે મુસ્લિમ સમુદાયના હોવાનું જાણવા મળ્યું છે. ગણેશજી પર પથ્થરો ફેંકાયા બાદ હિંદુઓએ પોલીસ ફરિયાદ કરી હતી અને સમાચાર શહેરમાં વાયુવેગે પ્રસરી જતાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. બીજી તરફ, પોલીસને જાણ થતાં જ કાર્યવાહી શરૂ કરી હતી. 

    સુરત સ્થિત હિંદુ સંગઠનનાં સૂત્રો તરફથી જાણકારી મળ્યા અનુસાર, પથ્થરો શનિવારે (7 ઓગસ્ટ) ગણેશ ચતુર્થીના દિવસે પણ ફેંકાયા હતા. ત્યારબાદ સતત બીજા દિવસે આવી ઘટના બની. જેથી હિંદુઓએ પોલીસને જાણ કરી હતી. સુરત બજરંગ દળ કાર્યકર્તા યજ્ઞેશ પટેલે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, પોલીસ કાર્યવાહી કરવા માટે ગઈ તો તેમની ઉપર પણ મુસ્લિમ વિસ્તારમાંથી પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. ભીડ એકઠી થઈ ગઈ હતી અને પથ્થરો ફેંકાયા હતા. આસપાસની મસ્જિદો પાસેથી પણ પથ્થરમારો થયો હોવાનો હિંદુ સંગઠનોનો આરોપ છે. 

    - Advertisement -

    બીજી તરફ, ગણેશજીના મંડપ પર પથ્થર ફેંકવામાં આવ્યા હોવાની જાણ થતાં જ હિંદુઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને કડક કાર્યવાહીની માંગ કરી હતી. લાલગેટ પોલીસ મથકે પણ ઘેરાવ કરવામાં આવ્યો હતો. મીડિયા અહેવાલો અનુસાર, પોલીસે પથ્થર ફેંકનારાઓની અટકાયત કરી લીધી છે. 

    ઘટનાની જાણ થતાં જ સુરતના મેયર દક્ષેશ માવાણી અને ધારાસભ્ય કાંતિ બલર જેવા નેતાઓ સ્થળ પર પહોંચ્યા હતા. ઉપરાંત, શહેર પોલીસ કમિશનર સહિતના પોલીસ બેડાના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા હતા. 

    સુરત પોલીસ કમિશનર અનુપમ સિંઘ ગેહલોતે ઘટનાને લઈને જણાવ્યું કે, “અહીં ગણેશ મંડપ પર પહેલાં પથ્થરમારો થયો હતો. અહીં જે સગીર આરોપીઓ હતા, તેમને પકડી લેવામાં આવ્યા છે. હાલ પોલીસનું કૉમ્બિંગ ચાલુ છે. અત્યારે શાંતિ સ્થાપવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અમારું કૉમ્બિંગ ચાલુ જ રહેશે અને કોઇ પણ આરોપીને છોડવામાં આવશે નહીં. તમામ આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે અને તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.”

    હું તમારી સાથે છું, પથ્થરમારો સાંખી નહીં લઈએ: ભાજપ ધારાસભ્ય 

    સ્થળ પર પહોંચેલા ધારાસભ્ય કાંતિ બલરે હિંદુ યુવકોને સંબોધતાં કહ્યું હતું કે, “હું તમારી સાથે છું. ભારતીય જનતા પાર્ટી તમારી સાથે છે. આ રીતે અવારનવાર પથ્થરો ફેંકવામાં આવે છે તે આપણે ચલાવી લઈશું નહીં. જેમને પકડવામાં આવ્યા છે તેમને છોડવામાં નહીં આવે.” 

    પ્રાપ્ત જાણકારી અનુસાર, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ઘટનાનું સંજ્ઞાન લઈને કડકમાં કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં