Saturday, September 21, 2024
More
    હોમપેજગુજરાતકિમ નજીક રેલવે ટ્રેક પરથી ફિશ પ્લેટ-ચાવીઓ મળી આવ્યા બાદ સ્થળ પર...

    કિમ નજીક રેલવે ટ્રેક પરથી ફિશ પ્લેટ-ચાવીઓ મળી આવ્યા બાદ સ્થળ પર પહોંચી NIAની ટીમ, સુરત પોલીસે પણ શરૂ કરી તપાસ

    ન્યૂઝ એજન્સી IANS દ્વારા પોસ્ટ કરવામાં આવેલા એક વિડીયોમાં NIA અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ સ્થળ તપાસ કરતા જોઈ શકાય છે. 

    - Advertisement -

    સુરતના કિમ નજીક રેલવે ટ્રેક પરથી ફિશ પ્લેટ અને ચાવીઓ મળી આવ્યા બાદ આ મામલે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી- NIAએ તપાસ શરૂ કરી છે. શનિવારે (21 સપ્ટેમ્બર) NIAના અધિકારીઓની એક ટીમ સુરત પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. તેમણે સ્થળ મુલાકાત પણ લીધી અને વિગતવાર ચકાસણી કરી હતી. 

    ન્યૂઝ એજન્સી IANS દ્વારા પોસ્ટ કરવામાં આવેલા એક વિડીયોમાં NIA અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ સ્થળ તપાસ કરતા જોઈ શકાય છે. 

    આ મામલે ડેપ્યુટી એસપી આર. આર સરવૈયાએ જણાવ્યું હતું કે, “કિમ નજીક એક રેલવે ટ્રેક પર પેટ્રોલિંગ કરતા લાઇનમેનને સવારે 5:30 વાગ્યે ધ્યાન આવ્યું હતું કે અમુક ફિશ પ્લેટ કાઢી લેવામાં આવી છે અને નટ બોલ્ટ પણ કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે રેલવે તંત્રને એલર્ટ કર્યું હતું. ત્યારબાદ વિભાગે રિપેરિંગ કરીને ટ્રેક પર રેલ સેવા ફરીથી શરૂ કરી દીધી હતી. 

    - Advertisement -

    આગળ તેમણે જણાવ્યું, “આ મામલે પોલીસને જાણકારી આપવામાં આવી હતી. RPF અને GRPએ પણ મામલાની તપાસ શરૂ કરી છે. સુરત ગ્રામ્યના SP હિતેશ જોયસર, અન્ય ઉચ્ચ અધિકારીઓ, અહીંના સ્થાનિક પોલીસ અધિકારીઓ વગેરે પણ પહોંચ્યા હતા અને મામલાની વિગતવાર જાણકારી મેળવી હતી. હાલ ગુનો નોંધવામાં આવી રહ્યો છે અને જેઓ પણ દોષિત હશે તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.”

    કિમ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર પી. એચ જાડેજાએ જણાવ્યું હતું કે, આ ટ્રેન અકસ્માત સર્જવાનો એક પ્રયાસ હતો, પરંતુ રેલવે સ્ટાફની સતર્કતાના કારણે અકસ્માત ટળી ગયો હતો. 

    ઉલ્લેખનીય છે કે આ મામલો શનિવારે (21 સપ્ટેમ્બર) સવારે ધ્યાને આવ્યો. અહીં રેલવેના કર્મચારીને ટ્રેક પરથી ફિશ પ્લેટ અને ચાવીઓ મળી આવી હતી. તેને રીતસર ટ્રેક પર ગોઠવવામાં આવી હતી. ઉપરાંત, અહીંથી 40થી 50 જેટલા બોલ્ટ પણ મળી આવ્યા હતા. જેથી આ કોઈએ કાવતરું રચીને કૃત્યને અંજામ આપ્યો હોવાની આશંકા છે. જો સમયસર ધ્યાન ન પડ્યું હોત અને વિભાગે કાર્યવાહી ન કરી હોત અને અહીંથી ટ્રેન પસાર થઈ હોત તો મોટો અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતા હતી. 

    અહીં નોંધવું જોઈએ કે તાજેતરમાં જ દેશમાં અનેક આવા કિસ્સા સામે આવ્યા છે, જેમાં ટ્રેન અકસ્માત સર્જવા માટે ટ્રેક પર આવી વસ્તુઓ મૂકી દેવામાં આવી હોય. રેલવે વિભાગે પણ આનું સંજ્ઞાન લઈને તલસ્પર્શી તપાસ કરવાના આદેશ આપ્યા હતા. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં