Sunday, May 5, 2024
More
    હોમપેજગુજરાતઅમદાવાદ બાદ સુરતમાં પણ નબીરાઓ બન્યા બેફામ, કાપોદ્રામાં એકે ગાડી ચડાવી દેતાં...

    અમદાવાદ બાદ સુરતમાં પણ નબીરાઓ બન્યા બેફામ, કાપોદ્રામાં એકે ગાડી ચડાવી દેતાં 5ને ઇજા: સ્થાનિકોએ ચખાડ્યો મેથીપાક, ચાલક નશામાં હોવાની ભીતિ

    રવિવારે સુરતના કાપોદ્રામાં ચાર રસ્તા પર પુરપાટ ઝડપે આવતી કારે પાંચ લોકોને અડફેટે લીધા હતા. જેમાં બાઈકસવાર 20 ફૂટ સુધી ઢસડાયા હોવાનું સામે આવ્યું છે. પરંતુ સદનસીબે આ અકસ્માત ઘટનામાં કોઈ જાનહાની નથી થઇ.

    - Advertisement -

    ગત દિવસોમાં અમદાવાદમાં નબીરાઓ દ્વારા અકસમાત સર્જવાની ઘણી ઘટનાઓ સામે આવી હતી. ત્યારબાદ હવે સુરતમાં રવિવાર, 30 જુલાઈએ વધુ એક અકસ્માતની ઘટના સામે આવી. સુરતના કાપોદ્રામાં એક નબીરાએ BRTS રૂટ પર ચાર રસ્તા વચ્ચે પાંચ લોકોને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જતાં સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કારચાલક દારૂના નશામાં હોવાથી સ્થાનિકોએ મેથીપાક પણ ચખાડ્યો હતો. કાપોદ્રા પોલીસને ઘટના અંગે માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા.

    રિપોર્ટસ અનુસાર, આજકાલ યુવાનોને બાઈક પર જોખમી સ્ટન્ટ કરી સોશિયલ મીડિયામાં રોફ જમાવવા માટે રીલ્સ બનાવવાનો ભારે ચસકો ચડયો છે. તે જ રીતે થોડા દિવસો પહેલાં સુરતના જ અમુક સ્ટંટબાજો પોલીસના અડફેટે આવ્યા હતાં. ત્યારબાદ આ સ્ટંટબાજોને પોલીસે કાયદાનું ભાન પણ કરાવ્યું હતું. ગુજરાતમાં દારૂના નશામાં ધૂત નબીરાઓ દ્વારા અકસ્માતની ઘટનાઓ દિવસે-દિવસે વધતી જાય છે. ગત રાત્રે સુરતના કાપોદ્રામાં ચાર રસ્તા પર પુરપાટ ઝડપે આવતી કારે પાંચ લોકોને અડફેટે લીધા હતા. જેમાં બાઈકસવાર 20 ફૂટ સુધી ઢસડાયા હોવાનું સામે આવ્યું છે. પરંતુ સદનસીબે આ અકસ્માત ઘટનામાં કોઈ જાનહાની નથી થઇ.

    અમદાવદમાં એક નબીરાએ 10નો ભોગ લીધો, બીજાને પોલીસે જાહેરમાં મેથીપાક ચખાડયો

    23 જુલાઈની રાત્રે અમદાવાદના મણિનગર વિસ્તારમાં નશામાં ધૂત અને પુરપાટ ઝડપે કાર ચલાવીને જઈ રહેલા નબીરાએ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. આ સમયે કાર વૃક્ષ સાથે અથડાતાં પલટી ખાઈ ગઈ હતી. વૃક્ષ પાસેના બાંકડા પર બેઠેલા ત્રણ વ્યક્તિઓએ સમયસૂચકતા વાપરતા તેમનો જીવ બચી ગયો હતો. પોલીસે તપાસ હાથ ધરતા ચારેય નબીરાઓ નશાની હાલતમાં હતા અને તેની કારમાંથી બિયરની બોટલ પણ મળી આવી હતી. આ સમગ્ર મામલાની તપાસ બાદ મણિનગર પોલીસે બંને નબીરાઓને અકસ્માત સ્થળ પર લઈ જઈ સમાજમાં મજબૂત દાખલો બેસાડવા હેતુ જાહેરમાં સરભરા કરી હતી. તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો હતો.

    - Advertisement -

    ગત 19 જુલાઈએ મોડી રાત્રે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર એક ડમ્પર અને મહિન્દ્રા થાર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટના સર્જાતા લોકોનું ટોળું ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું. એટલામાં પુરપાટ ઝડપે આવતી જેગુઆર કારે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં તથ્ય પટેલ નામના નબીરાએ 10 લોકોના જીવ લીધા હતા. નબીરા તથ્ય પટેલ અને તેના પિતા પર ગંભીર ગુનાઓ પણ નોંધાયા હતા. તથ્ય સહીત કારમાં સવાર તેના 5 મિત્રોની પણ પોલીસે અટકાયત કરી હતી.

    આ સમગ્ર ઘટના અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા નિર્દેશ આપ્યા હતા. તથ્ય પટેલ અંગે વધુ ખુલાસાઓ થતા જાણવા મળ્યું હતું કે, તેના દ્વારા અકસ્માત સર્જાયાના છેલ્લા 30 દિવસોમાં 30 વાર ટ્રાફિકના નિયમો તોડયા હતાં. કારચાલક તથ્યના FSL રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે, અકસ્માત સમયે તથ્ય 145 km/hr. ની ઝડપે કર ચલાવી રહ્યો હતો. તથ્ય સહિત તેના પાંચેય મિત્રોનો આલ્કોહોલ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. હાલ તથ્ય જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સાબરમતી જેલ હવાલે કરાયા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં