Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆખાં ડ્રમ ભરીને ગૌમાંસ, લોહીથી લથબથ હાલતમાં વેરવિખેર પશુના અંગો: સુરતમાં અલ્તાફ...

    આખાં ડ્રમ ભરીને ગૌમાંસ, લોહીથી લથબથ હાલતમાં વેરવિખેર પશુના અંગો: સુરતમાં અલ્તાફ પૂંઠાવાલાના ઘરેથી પકડાયું 1800 કિલો ગૌમાંસ, FIR દાખલ

    સ્થળેથી પોલીસને આખાંને આખાં ડ્રમ ભરીને પશુ માંસ મળી આવ્યું હતું તેમજ જગ્યા પર લોહીથી લથબથ હાલતમાં નાના-મોટા પશુ માંસના ટુકડાઓ વેરવિખેર હાલતમાં પડેલા જોવા મળ્યા હતા.

    - Advertisement -

    સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં અલ્તાફ પૂંઠાવાલા નામના ઇસમના ઘરે શુક્રવારે (7 એપ્રિલ, 2023) વહેલી સવારે ગૌરક્ષકોએ પોલીસ સાથે મળીને દરોડા પાડ્યા હતા, જેમાં મોટા પ્રમાણમાં ગૌમાંસ મળી આવ્યું હતું. હવે આ મામલે અલ્તાફ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે તેમજ મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. 

    ગૌરક્ષકોને કુખ્યાત અલ્તાફ પૂંઠાવાલાના ઘર પાસે જ ગાયોની કતલ કરવામાં આવી રહી હોવાની અને ગૌમાંસનો ગેરકાયદેસર વેપલો ચાલતો હોવાની બાતમી મળી હતી. જેની જાણ તેમણે ચોક બજાર પોલીસને કરી તેમને સાથે રાખીને અલ્તાફના ઘરે દરોડા પાડ્યા હતા. 

    પોલીસને જોઈને અલ્તાફ અને તેના સાગરીતો સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા પરંતુ સ્થળેથી પોલીસને આખાંને આખાં ડ્રમ ભરીને પશુ માંસ મળી આવ્યું હતું તેમજ જગ્યા પર લોહીથી લથબથ હાલતમાં નાના-મોટા પશુ માંસના ટુકડાઓ વેરવિખેર હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. જે તમામ પોલીસે કબ્જે કરી લીધું હતું. 

    - Advertisement -

    FIRમાં જણાવવામાં આવ્યા અનુસાર, અલ્તાફના ઘરેથી પોલીસને ગૌમાંસનો 1800 કિલો જેટલો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત, પોલીસે સ્થળેથી પશુઓની કતલ માટે વપરાયેલા છરા, કુહાડી, ચપ્પુ, ફોકસ, ઇલેક્ટ્રિક વજનકાંટો, માંસ ભરવા માટેના ડ્રમ સહિતનો કુલ 1 લાખ 83 હજારનો મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો. 

    અલ્તાફ પૂંઠાવાલાના ઘરેથી મળી આવેલું માંસ ગૌમાંસ છે કે કેમ તે અંગેની ખરાઈ કરવા માટે વેટરનીટી ઓફિસરની મદદ લેવામાં આવી હતી. જેમણે સ્થળ પર પહોંચીને નિરીક્ષણ કરીને પ્રાથમિક દ્રષ્ટિએ આ માંસ ગૌમાંસ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ સુરત પોલીસે માંસના સેમ્પલ SFLમાં મોકલી આપ્યા હતા. 

    પોલીસને જાણવા મળ્યું હતું કે ગૌવંશની કતલ કરવામાં આવ્યા બાદ અલ્તાફ અને તેના માણસો મકાનની પાછળના ભાગમાં આવેલી ખાડીના કિનારે જ ગંદા ભાગનો નિકાલ કરી ડદેતા હતા. તેના બે માળના મકાનના ભોંયતળિયામાં તેણે મોટા પ્રમાણમાં ગૌમાંસ એકઠું કરી રાખ્યું હતું તેમજ ત્યાં જ એક ઓટલો બનાવવામાં આવ્યો હતો, જ્યાં કતલ કરવામાં આવતી અને ત્યાં જ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા છે, ત્યાં કચરો ઠાલવવામાં આવતો હતો. 

    સુરત પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલાની તપાસ માટે પોલીસ સ્ટેશન દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે તેમજ ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબીએ પણ આરોપી અલ્તાફ અને તેના સાગરીતોને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં