Monday, May 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુરત: ગૌહત્યાની બાતમીના આધારે ચોક બજારના અલ્તાફ પૂંઠાવાલાના ઘરે ગૌરક્ષકો અને પોલીસના...

    સુરત: ગૌહત્યાની બાતમીના આધારે ચોક બજારના અલ્તાફ પૂંઠાવાલાના ઘરે ગૌરક્ષકો અને પોલીસના દરોડા, મોટા પ્રમાણમાં ગૌમાંસ મળ્યું; આરોપીઓ ફરાર

    સ્થાનિકો અને ગૌરક્ષકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને કડક કાર્યવાહી કરીને જવાબદારોને જેલના સળિયા પાછળ ધકેલવાની માંગ કરવામાં આવી રહી છે. 

    - Advertisement -

    સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં ગૌરક્ષકો અને પોલીસે મળીને દરોડા પાડ્યા હતા, જ્યાંથી મોટી સંખ્યામાં ગાયનું માંસ મળી આવ્યું હતું તો એક વાછરડું બચાવી લેવામાં આવ્યું હતું. બીજી તરફ, મકાનનો માલિક અલ્તાફ પૂંઠાવાલા અને અન્ય આરોપીઓ ફરાર થઇ ગયા હતા.  

    ગૌરક્ષકોને શહેરના ચોક બજાર વિસ્તારમાં રહેતા અલ્તાફ પૂંઠાવાલાના ઘરે ગૌહત્યા થઇ રહી હોવાની બાતમી મળી હતી. જેની જાણ તેમણે સુરત પોલીસને કરી હતી. ત્યારબાદ તેમણે પોલીસ સાથે મળીને અલ્તાફ પૂંઠાવાલાના ઘરે રેડ પાડી હતી. 

    રેડ પડતાં અલ્તાફ સહિતના આરોપીઓ નાસી છૂટ્યા હતા તો બીજી તરફ પોલીસને સ્થળ પરથી મોટી સંખ્યામાં ગૌવંશનું માંસ મળી આવ્યું હતું. રિપોર્ટ અનુસાર, ખાટકીઓએ આઠ ગૌવંશની હત્યા કરી નાંખી હતી. જોકે, પોલીસ અને ગૌરક્ષકોએ સ્થળેથી એક વાછરડુંને જીવતું બચાવી લીધું હતું. 

    - Advertisement -

    આ મામલે સ્થાનિકો અને ગૌરક્ષકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને કડક કાર્યવાહી કરીને જવાબદારોને જેલના સળિયા પાછળ ધકેલવાની માંગ કરવામાં આવી રહી છે.  ઉપરાંત, આરોપીઓના ઘર પર બુલડોઝર ફેરવવાની પણ માંગ ઉઠી રહી છે. બીજી તરફ પોલીસે આ મામલે પ્રાથમિક તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. 

    ઘટનાને લઈને પ્રાણી ફાઉન્ડેશનના નેહા પટેલે જણાવ્યું હતું કે, આ પ્રકારની ઘટનાઓના કારણે કોમી વાતાવરણ ડહોળાય છે. તેમણે આ માટે તંત્રને પણ પરોક્ષ રીતે જવાબદાર ઠેરવીને કહ્યું હતું કે, આવાં તત્વો સામે કડક કાર્યવાહહી કરવામાં આવે તો નિર્દોષ ગૌવંશની હત્યાઓ પર રોક લાગી શકે તેમ છે. 

    જાણવા મળ્યા અનુસાર, અલ્તાફ પૂંઠાવાલાને ત્યાં અગાઉ પણ ગૌવંશના કતલને લઈને જ દરોડા પાડવામાં આવી ચૂક્યા છે પરંતુ તે છટકી ગયો હતો. હવે આ પ્રકારનો વધુ એક મામલો સામે આવતાં તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં