Saturday, September 14, 2024
More
    હોમપેજગુજરાતજૈન દેરાસર પાસે મૃત પશુનું માથું મળવાના કેસમાં સુરત પોલીસે 100થી વધુની...

    જૈન દેરાસર પાસે મૃત પશુનું માથું મળવાના કેસમાં સુરત પોલીસે 100થી વધુની પૂછપરછ કરી, પણ હજુ સુધી કોઈ ધરપકડ નહીં: આક્રોશિત જૈન-હિંદુ સમાજની ત્વરિત કાર્યવાહીની માંગ

    ઘટનાની જાણ થતાં જ અડાજણ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. લોકોમાં રોષ જોતાં પોલીસે જૈન અને હિંદુ સમાજના અગ્રણીઓને સમજાવીને મામલો થાળે પાડીને પશુના કપાયેલા માથાને કબજે લઇ FSLમાં મોકલી આપ્યું હતું.

    - Advertisement -

    ગત 19 જૂનના રોજ સુરતના પાલ વિસ્તારમાં એક સોસાયટી પાસે મૃત જાનવરનું માથું મળી આવ્યું હતું. અહીં મોટી સંખ્યામાં જૈનોની વસતી છે અને આસપાસ ઘણાં દેરાસર પણ આવેલાં છે. ઘટના બાદ જૈન મુનિઓ તેમજ સમાજના અગ્રણીઓએ પોલીસને રજૂઆત કરતાં પોલીસે માથું લઈને FSLમાં મોકલી કાર્યવાહી શરૂ કરી હતી. ઘટનાને 2 દિવસ વીતી જવા છતાં હજુ સુધી પોલીસને કૃત્ય કરનાર આરોપીઓનું પગેરું નથી મળ્યું. બે દિવસ વીતવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં સ્થાનિક જૈન અને હિંદુ સમુદાયમાં રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ FSLમાં ખુલાસો થયો હતો કે કપાયેલું માથું પાડાનું છે.

    મળતી માહિતી અનુસાર, જૈન દેરાસર પાસે જાનવરનું માથું ફેકવાનો આ મામલો સુરતના પાલ વિસ્તારમાં આવેલી મણિભદ્ર રેસિડેન્સી પાસેનો છે. અહીં નજીકમાં જ દેરાસર આવેલાં છે અને જૈનોની સારી એવી વસતી અહીં વસવાટ કરે છે. બુધવારે (19 જૂન) સવારે અહીં જાહેરમાં એક પશુનું કપાયેલું માથું જોવા મળ્યું હતું. ત્યારબાદ જૈન સમાજના મહારાજો, અગ્રણીઓ અને સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.

    ઘટનાની જાણ થતાં જ અડાજણ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. લોકોમાં રોષ જોતાં પોલીસે જૈન અને હિંદુ સમાજના અગ્રણીઓને સમજાવીને મામલો થાળે પાડીને પશુના કપાયેલા માથાને કબજે લઇ FSLમાં મોકલી આપ્યું હતું. આ મામલે પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને તપાસ પણ શરૂ કરી દીધી છે. પરંતુ ઘટનાને 2 દિવસ વીતવા છતાં હજુ સુધી આરોપીઓ હાથ લાગ્યા નથી કે એ જાણવા મળ્યું નથી કે આ માંસ અહીં કઈ રીતે પહોંચ્યું હતું.

    - Advertisement -

    આ મામલે વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાએ અડાજણ પોલીસનો સંપર્ક કર્યો હતો. અડાજણ પોલીસે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે FSLના રીપોર્ટ આવી ચૂક્યા છે, જેમાં મળી આવેલું પશુનું માથું પાડાનું હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસ કાર્યવાહી ક્યાં સુધી પહોંચી છે તે સવાલ પર અડાજણ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હજુ આ મામલે કોઈ અટકાયત કે ધરપકડ નથી કરવામાં આવી. તપાસ ચાલુ છે અને વહેલી તકે જવાબદાર વ્યક્તિઓની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ આક્રોશિત હિંદુ અને જૈન સમાજની માંગ છે કે તાત્કાલિક ધોરણે આરોપીઓને પકડીને કાર્યવાહી કરવામાં આવે.

    પોલીસ આ મામલે 100થી વધુ લોકોની પૂછપરછ કરી ચૂકી છે અને સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. પોલીસે રોજ સવારે કચરો લેવા માટે જતી મહાનગરપાલિકાની ગાડીના કર્મચારીઓની પણ પૂછપરછ કરી હતી, પરંતુ ત્યાંથી પણ કોઇ કડી હાથ લાગી નથી. એક CCTV ફૂટેજમાં પોલીસને એક્ટિવાના ચાર ચાલકો શંકાસ્પદ લાગ્યા હતા, પરંતુ તેમની પૂછપરછ બાદ પણ કશું નક્કર મળી આવ્યું નથી. હાલ તપાસ ચાલી રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં