Friday, October 25, 2024
More
    હોમપેજદેશ‘સમસ્યા હશે તો પીડિતો કોર્ટમાં આવશે, ત્રીજા પક્ષને નહીં સાંભળીએ’: બુલડોઝર એક્શન...

    ‘સમસ્યા હશે તો પીડિતો કોર્ટમાં આવશે, ત્રીજા પક્ષને નહીં સાંભળીએ’: બુલડોઝર એક્શન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચેલા NGOને ફટકાર, સુનાવણીનો કોર્ટનો ઇનકાર 

    સુપ્રીમ કોર્ટે અરજી ફગાવતાની સાથે કહ્યું હતું કે, અરજદાર નેશનલ ફેડરેશન ઑફ ઇન્ડિયન વુમનને પીડિત પક્ષ ગણી શકાય નહીં. જસ્ટિસ ગવઈએ NGOને કહ્યું કે, "તમે ત્રીજો પક્ષ છો. તમારી ફરિયાદ શું છે? પ્રભાવિત અને પીડિત લોકોને કોર્ટમાં આવવા દો. તેને અમે જોઈશું અને સુનાવણી કરીશું."

    - Advertisement -

    યુપી, ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં થયેલી બુલડોઝર કાર્યવાહી (Bulldozer Action) વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) સુનાવણીનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ત્રીજા પક્ષની અરજી પર તેઓ કોઈ દખલ કરશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો કોઈ પીડિત પક્ષ આવશે તો તેની અરજી પર સુનાવણી કરવામાં આવશે અને તેનો ખ્યાલ પણ રાખવામાં આવશે. નોંધવા જેવું છે કે, ‘નેશનલ ફેડરેશન ઑફ ઇન્ડિયન વિમેન’ NGOએ યુપી, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં ઓથોરીટી દ્વારા કરાયેલી બુલડોઝર કાર્યવાહી વિરુદ્ધ અવમાનનાની અરજી દાખલ કરી હતી અને તે કાર્યવાહીને સુપ્રીમ કોર્ટના આદેશ વિરુદ્ધની ગણાવી હતી.

    ગુરુવારે (24 ઑક્ટોબર) જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ પીકે મિશ્રા અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે આ કેસને લઈને સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણીનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું છે કે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે-તે બાબત સાથે જોડાયેલા ન હોય તેવા પક્ષોને તેઓ સાંભળશે નહીં. સુપ્રીમ કોર્ટે કટાક્ષ કરતાં કહ્યું હતું કે, “અમે કઈ ભાનુમતીનો પટારો નથી ખોલી રાખ્યો.” જેનો સંભવતઃ અર્થ એ થઈ શકે કે, કોર્ટ આવી આયોગ્ય અરજી પર સુનાવણી કરવા સમય આપી શકે નહીં.

    સુપ્રીમ કોર્ટે અરજી ફગાવતાની સાથે કહ્યું હતું કે, અરજદાર નેશનલ ફેડરેશન ઑફ ઇન્ડિયન વુમનને પીડિત પક્ષ ગણી શકાય નહીં. જસ્ટિસ ગવઈએ NGOને કહ્યું કે, “તમે ત્રીજો પક્ષ છો. તમારી ફરિયાદ શું છે? અસરગ્રસ્ત અને પીડિત લોકોને કોર્ટમાં આવવા દો. તેને અમે જોઈશું અને સુનાવણી કરીશું.” અવમાનના અરજીમાં ઓથોરીટી પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, પૂર્વ મંજૂરી વગર આરોપીઓની સંપત્તિઓને જમીનદોસ્ત કરવાના સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન થયું છે.

    - Advertisement -

    ‘સમાચાર પત્રોના અહેવાલો વાંચીને દાખલ કરી દીધી અરજી’- સરકારી વકીલ

    બુલડોઝર કાર્યવાહી વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીમાં ઉત્તરાખંડના હરિદ્વાર, રાજસ્થાનના જયપુર અને ઉત્તર પ્રદેશના કાનપુરમાં થયેલી કાર્યવાહીની ત્રણ ઘટનાઓનો હવાલો આપવામાં આવ્યો છે. ત્રણેય જિલ્લાના મેજિસ્ટ્રેટને અરજીમાં પક્ષ ગણવામાં આવ્યા છે. અરજીમાં દલીલ આપવામાં આવી હતી કે, “જો સંબંધિત ઓથોરીટીનો અભિપ્રાય હતો કે, બાંધકામો ગેરકાયદેસર છે, તોપણ આ બાંધકામો માનનીય કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશના અપવાદની શ્રેણીમાં આવતાં નથી. જેમ કે, રસ્તા, શેરીઓ, ફૂટપાથ, રેલવે લાઇન અથવા જાહેરસ્થળો પર બનાવવામાં આવેલાં બાંધકામો નથી, જે કોર્ટ દ્વારા તોડી પાડવા માટે યોગ્ય ગણાવાયાં હોય.”

    જોકે, આ બધી દલીલો સાંભળ્યા બાદ કોર્ટે અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, પીડિત લોકો પોતે તેમની પાસે આવી શકે છે. સુપ્રીમ કોર્ટે તે દલીલ પણ ફગાવી દીધી હતી કે, પીડિત લોકોની કોર્ટ સુધી પહોંચ નથી. દરમ્યાન ઉત્તર પ્રદેશ સરકારનું પ્રતિનિધિત્વ કરનારા એડિશનલ સોલિસિટર જનરલ કેએમ નટરાજે કહ્યું હતું કે, અરજી સમાચાર પત્રોના અહેવાલો વાંચીને દાખલ કરી દેવામાં આવી છે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સમાચાર પત્રોના આધારે અરજીઓ દાખલ કરવામાં આવશે તો કોર્ટમાં અરજીઓની લાઈનો લાગી જશે. સાથે સરકારી વકીલે એવી પણ દલીલ આપી હતી કે, કાનપુરમાં ખોટી ઓળખ સાથે હોટેલ ચલાવનાર અને શાકાહારની સાથે જ માંસાહાર પીરસનાર માલિકે સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કર્યો હતો અને તે ફૂટપાથ પરથી અતિક્રમણ હટાવવાની શ્રેણીમાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અરજી પર સુનાવણીનો ઇનકાર કરી દીધો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં